શનિવાર, છેલ્લા શનિ પ્રદોષ વ્રતના દિવસે કરો આ ઉપાય, શનિદેવ તમારા કષ્ટ કરશે દૂર

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, અને તે હંમેશા મનુષ્યની સાથે ન્યાય જ કરે છે. જેવા મનુષ્યના કર્મ હોય છે તેના અનુસાર શનિદેવ ફળ પ્રદાન કરે છે. વ્યક્તિ શનિદેવની કૃપા મેળવવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે, અને ઘણા લોકો એવા છે જે શનિદેવને ખુશ કરવા માટે ઉપાયોનો પણ સહારો લે છે. એવું જણાવવામાં આવે છે કે, જે વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થઇ જાય છે, તે વ્યક્તિના જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો, તો એના માટે 9 નવેમ્બર 2019 નો દિવસ સૌથી શુભ માનવામાં આવ્યો છે.

હા, કારણ કે આ દિવસે પ્રદોષનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત જો શનિવારના દિવસ હોય તો આને શનિ પ્રદોષ વ્રત પણ કહેવામાં આવે છે. આ વર્ષમાં આ શનિવારે છેલ્લું શનિ પ્રદોષ વ્રત છે. આમ જોવામાં આવે તો પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનું વિધાન માનવામાં આવે છે. પરંતુ આ પ્રદોષ વ્રત શનિવારના દિવસે પડી રહ્યો છે, એટલે શિવજીની સાથે સાથે શનિદેવની પણ પૂજા થશે.

આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે આ વર્ષના છેલ્લા શનિ પ્રદોષ વ્રતના દિવસે કરો છો, તો એનાથી શનિદેવથી મળવાવાળા બધા કષ્ટ દૂર થઇ જાય છે, અને તમારું જીવન સુખદ રહે છે. આ ઉપાય તમને તમારા જીવનની દરેક સમસ્યાઓથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. આવો જાણી લઈએ છેલ્લા શનિ પ્રદોષ વ્રતના દિવસે કયા ઉપાય કરવા જોઈએ?

નોકરી સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે :

આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં નોકરીથી જોડાયેલી દરેક સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે. જો નોકરીના ક્ષેત્રમાં તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે નાવડીની ખીલ્લી લઈને તેની વીંટી બનાવીને ધારણ કરો. આના સિવાય સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાથ કરો. આનાથી નોકરી સંબંધી સમસ્યાઓ દૂર થશે.

શનિના અશુભ પ્રભાવને ઓછું કરવા હેતુ :

જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ દ્વારા અશુભ ફળની પ્રાપ્તિ થઇ રહી છે, તો શનિના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે તે વ્યક્તિએ માંસ દારૂનું સેવન કરવાનું છોડી દેવું જોઈએ. અને શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિ મંત્ર “ओम प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः” નો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવ દૂર થાય છે.

વૈવાહિક જીવનમાં સમસ્યાઓના સમાધાન માટે :

ઘણી વખત જોવામાં આવ્યું છે કે, વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, જેના કારણે વ્યક્તિ ખુબ પરેશાન રહે છે. જો તમે પોતાના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર કરવા માંગો છો, તો શનિ પ્રદોષ વ્રતના દિવસે કોઈ પણ હનુમાન મંદિર જઈને હનુમાનજીને સિંદૂર અર્પિત કરો. ત્યારબાદ તમે સુંદરકાંડનો પાઠ કરો. આ ઉપાય કરવાથી તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારુ વૈવાહિક જીવન સુખદ બની રહશે.

વ્યવસાયની સમસ્યાઓ દૂર કરવા માટે :

જો કોઈ વ્યક્તિને વ્યવસાયમાં કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે, તો શનિ પ્રદોષ વ્રતના દિવસ ભગવાન શિવજીનો અભિષેક કરો, અને આ દિવસે શનિ સ્ત્રોતનો પાઠ કરો. આનાથી વ્યવસાય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.