આ ઉપાયોને કરીને જીવન માંથી એક સાથે દૂર કરો શનિ, રાહુ અને કેતુનો દોષ

શનિ, રાહુ અને કેતુ એવા ગ્રહ છે જે કોઈ પણ મનુષ્યની કુંડળીમાં આવવાથી એમનું જીવન અઘરું બનાવી દે છે. અમુક લોકોની કુંડળીમાં કેતુ ગ્રહ હોય છે તો અમુક લોકોની કુંડળીમાં શનિ ગ્રહ હોય છે, જયારે અમુક લોકો એવા પણ હોય છે જેમની કુંડળીમાં આ ત્રણેય ગ્રહ સાથે આવીને એમનું જીવન મુશ્કેલ કરી દે છે.

તેમજ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં આ ગ્રહ આવે છે તો એ વ્યક્તિને ઘણા પ્રકારના ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી આ ગ્રહને શાંત કરવામાં આવી શકે, અને આ ગ્રહ જીવનમાં કોઈ અડચણ ન લાવી શકે.

શનિ, રાહુ અને કેતુ જીવનમાં લાવે છે કષ્ટ :

આ ત્રણેય ગ્રહ માંથી જો એક ગ્રહ પણ કોઈને લાગી જાય તો એમના જીવનમાં ઘણું દુઃખ આવવાનું શરુ થઇ જાય છે. આ ગ્રહોને કારણે વ્યક્તિ બીમાર રહેવા લાગે છે, એને પ્રગતિ નથી મળતી, ધનનું નુકશાન થવા લાગે છે. અહીં સુધી કે વારંવાર ઘણી બધી ઇજા પણ થવા લાગે છે. એટલા માટે જરૂરી છે કે આ ગ્રહને સમય રહેતા જ શાંત કરી દેવામાં આવે.

જો કે આજની જીવન શૈલીમાં મોટાભાગના લોકો કામકાજ વાળા હોય છે, જેમની પાસે એટલો સમય નથી હોતો કે તે આ ગ્રહને શાંત કરવા માટે દર અઠવાડિયાએ કોઈ ને કોઈ ઉપાય કરતા રહે. એટલા માટે આજે અમે તમને એવા થોડા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે સરળતાથી કરી શકો છો. અને આ ઉપાયોને કરતા જ એક સાથે આ ત્રણેય ગ્રહોને શાંત કરી શકાય છે. નીચે જણાવેલા ઉપાયો એ વ્યક્તિ કરી શકે છે, જેમને શનિ, રાહુ અને કેતુ માંથી કોઈ એક અથવા બે અથવા ત્રણેય ગ્રહ નડતા હોય.

શનિ, રાહુ અને કેતુથી કેવી રીતે મેળવવો છુટકારો :

માછલીઓને ખાવાનું ખવડાવવું :

જે લોકો આ ગ્રહોથી પરેશાન છે તે માછલીઓને દાણા ખવડાવીને આ ગ્રહને શાંત કરી શકે છે. આ ગ્રહને શાંત કરવા માટે કાળા કપડાં, 150 ગ્રામ કાળા તલ અને કાળી અને આખી અડદની દાળની જરૂર પડશે. મંગળવારના દિવસે તમારે બસ આ બંને વસ્તુઓને કાળા કપડામાં બાંધવી પડશે. કપડામાં સારી રીતે આ વસ્તુઓને બાંધ્યા પછી પોતાના સુવાની જગ્યા પર રાત્રે મૂકી દો.

પછી બીજા દિવસે સવારે તમે કોઈ તળાવમાં આ કપડામાં બાંધેલી વસ્તુઓ નાખી દો. જેથી એ તળાવમાં રહેલી માછલીઓ આ બંને વસ્તુઓને ખાઈ શકે. તેમજ જેવું જ માછલીઓ દ્વારા આ બંને વસ્તુઓને ખાવાનું શરુ કરવામાં આવશે, તેવા તમારા ગ્રહ શાંત થવા લાગશે. આ ટોટકાનો વધારે લાભ મેળવવા માટે તમે સતત ત્રણ મંગળવાર સુધી આ પ્રક્રિયા કરો, તો તમને ઘણી ઝડપથી આ ગ્રહોથી સંપૂર્ણ રાહત મળી જશે.

કૂતરાને રોટલી ખવડાવો :

આ ત્રણ ગ્રહોથી પરેશાન લોકો કોઈ પણ કૂતરાને રોટલી ખવડાવી આ ગ્રહોને શાંત કરી શકે છે. આ ઉપાય કરવા માટે તમારે શનિવારના દિવસે કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવાની રહેશે. આ રોટલી ખવડાવતા જ આ ગ્રહ શાંત થઇ જશે. એના સિવાય તમે કોઈ કાળા કૂતરાને પાળીને પણ આ ગ્રહને શાંત કરી શકો છો, અને પોતાનું જીવન સારું બનાવી શકો છો.