શનિ તમારા ઉપર ભારે પડે છે કે નહિ, કેવી રીતે જાણી શકો, જાણીલો એના અશુભ સંકેતો વિષે.

બધા દેવતાઓમાં શની દેવ એક એવા દેવતા છે, જેનું નામ સાંભળતા જ વ્યક્તિના મનમાં ડર બેસી જાય છે, શની દેવને લઈને લોકોના એવું મનવું છે કે તે પાપી દેવતા છે અને તે હંમેશા લોકોને દુઃખી કરે છે, પરંતુ ખરેખર જોવામાં આવે તો શની દેવ ન્યાય પ્રિય દેવતા માનવામાં આવે છે અને તે હંમેશા સાચાને જ સાથ આપે છે, એટલા માટે તેમને ન્યાયધીશનું પદ આપવામાં આવ્યું છે.

તે હંમેશા વ્યક્તિના કર્મો મુજબ જ ફળ આપે છે, જો વ્યક્તિના કર્મ સારા છે અને તે પોતાના જીવનમાં સારા કાર્ય કરે છે તો તેની ઉપર હંમેશા શનિદેવની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે. પરંતુ જે લોકો ખરાબ હોય છે અને હંમેશા ખોટાનો સાથ આપે છે તે લોકોને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે.

જે લોકો ઉપર શનિદેવનો ખરાબ પડછાયો પડે છે, તેને તેમના જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, શનીની ખરાબ અસરને કારણે તેને દરેક ક્ષેત્રમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે. ખરેખર તમારી ઉપર શનિદેવ ક્યારે ભારે હોય છે અને તેની ખબર કેવી પડી શકે છે કે તમારી ઉપર શનીની ખરાબ અસર ચાલી રહી છે? આ તમામ બાબતોની જાણકારી હોવી ઘણી જ જરૂરી છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી થોડા શનીના અશુભ સંકેતો વિષે માહિતી આપવાના છીએ. જેથી તમને સરળતાથી ખબર પડી શકે છે કે તમારી ઉપર શનીની સાડાસાતીની અસર છે એટલે તમારી ઉપર શની ભારે છે.

આવો જાણીએ શનીના અશુભ સંકેતો વિષે :-

જો તમારા પગ સાથે જોડાયેલી કોઈ પ્રકારની તકલીફો ઉભી થઇ રહી છે, તો તેનો અર્થ થાય છે. જે શની તમારી ઉપર ભારે છે.

તમને કોઈ એવો વ્યક્તિ મળી જાય છે. જે તમને તમારી ક્ષમતાથી વધુ કાર્ય કરાવવા લાગે છે, પરંતુ તમને તે કાર્યનો જશ નથી મળી શકતો આ સ્થિતિમાં શનીની ખરાબ અસર રહે છે.

જો તમારા જીવનમાં સતત ધનની તકલીફ થઇ રહી છે તો તમારે સમજી જવું જોઈએ કે શની મહારાજ તમારાથી નારાજ છે.

જો તમારા ઘરમાં રહેલા પાળેલા જાનવર જેવા કે કાળા કુતર કે ભેંસનું અચાનક મૃત્યુ થઇ જાય છે, તો તેનો અર્થ થાય છે કે શનીની ખરાબ અસર ચાલી રહી છે.

જો તમારા કોઈ મહત્વના કાર્યો પુરા થતા પહેલા બગડી જાય છે, સખ્ત મહેનત કરવા છતાં પણ તમને તેનું પરિણામ નથી મળી શકતું તો તે શનીના અશુભ સંકેત છે.

જો તમારી ઉપર કોઈ ખોટો આરોપ લાગી ગયો છે, જેને કારણે તમારે કોર્ટ ક્ચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. તો તે શનીના અશુભ સંકેત માનવામાં આવે છે.

જે લોકો નોકરી ધંધા વાળા છે, જો તેમના પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તે સ્થિતિમાં તમારી ઉપર શની ભારે હોય છે.

જો તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય છે કે પછી ચોરી થઇ જાય છે. તો તે શનીના અશુભ સંકેત હોય છે.

જો તમારા ઘરની દીવાલો ઉપર પીપળાનું ઝાડ ઊગવું શરુ થઇ જાય છે, તો તેનાથી શની ભારે હોય છે.

જો તમારા ઘરની અંદર કરોળિયાના ઝાળા વારંવાર બની જાય છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી ઉપર શનીનો પડછાયો પડી રહ્યો છે.

જો તમારા ઘરમાં કીડીઓ આવવા લાગે છે, તો તે સંકેત પણ શનીની અશુભ અસર માનવામાં આવે છે.

જો તમારી આસપાસ કાળી બિલાડી રહેવા લાગે છે. તો તે શનીના ખરાબ સંકેત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ઉપર શનીની સાડાસાતીની અસર હોય છે, તો તેની ઉપર શનીનો પડછાયો પડવા લાગે છે. તે વ્યક્તિને શનીની અશુભ અસર દેખાવા લાગે છે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શની ત્રીજા, સાતમાં અને દસમાં ઘરમાં બેસેલા હોય છે. તો તે સ્થિતિમાં શનીનો અશુભ પડછાયો રહે છે, જો તમને આ બધા સંકેત જોવા મળે છે તો તેનો જલ્દી તમે ઉપાય કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.