શનિદેવ પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિને બનાવી દે છે રાજા, જાણો શનિ સાથે જોડાયેલી વાતો

જો શનિદેવ તમારા પર થઈ જાય પ્રસન્ન તો તમને બનાવી શકે છે ભાગ્યના ધની, જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

માણસના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ શનિદેવ સુધી પહોંચે છે, જેના આધારે શનિદેવ ન્યાય કરે છે, લોકો શનિ દોષો માંથી છૂટકારો મેળવવા માટે તેમની વિશેષ પૂજા અર્ચના કરે છે, એવું કહેવામાં આવે છે કે જો શનિદેવનો ખરાબ પડછાયો કોઈ વ્યક્તિ ઉપર પડી જાય છે, તો તેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણાં સંકટ ઉભા થવા લાગે છે, વ્યક્તિએ તેના જીવનમાં કોઈને કોઈ કારણોસર મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે, પરંતુ જો તે કોઈ વ્યક્તિ ઉપર ખુશ થઇ જાય તો વ્યક્તિના જીવનમાં ઉભી થતી તમામ મુશ્કેલીઓ તરત જ દૂર થઈ જાય છે.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર શનિદેવ પ્રસન્ન થઇ જાય છે, તો તે વ્યક્તિને રાજા પણ બનાવી શકે છે, પુરાણોમાં શનિદેવ સાથે જોડાયેલી થોડી મહત્વપૂર્ણ બાબતો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આજે અમે તમને શનિદેવ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિષે માહિતી આપવા જઇ રહ્યા છીએ, જેના વિશે બધા લોકોએ જાણવું જોઈએ.

શનિદેવ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો

શનિનો પડછાયો અશુભ શા માટે માનવામાં આવે છે

શનિના ખરાબ પડછાયાથી બધા લોકો ભયભીત રહે છે, પરંતુ શું તમે લોકો જાણો છો કે શનિનો પડછાયો શા માટે અશુભ છે? ખરેખર, શનિના ખરાબ પડછાયા પાછળનું મુખ્ય કારણ તેમની પત્નીએ આપેલ શ્રાપ છે, એકવાર પુત્રની ઝંખનામાં શનિદેવની પત્ની તેમની પાસે ગયા, પરંતુ તે સમય દરમિયાન શનિદેવ આકરી તપસ્યા કરી રહ્યા હતા, જેના કારણે તેમની પત્નીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને શનિદેવને શ્રાપ આપ્યો કે જેની ઉપર પણ તેમનો ખરાબ પડછાયો પડશે તેનું બધું નષ્ટ થઇ જશે, તેથી જ શનિનો પડછાયો અશુભ માનવામાં આવે છે.

શનિદેવનો રંગ કાળો કેમ છે

શનિદેવનો રંગ કાળો છે, તેની પાછળનું કારણ કહેવામાં આવે છે કે શનિના પિતા સૂર્ય ભગવાન અને માતા છાયા હતા, માતા છાયા દેવી ભગવાન શિવજીની ઘણી ભક્તિ કરતા હતા, જ્યારે શનિદેવ માતાના ગર્ભાશયમાં હતા ત્યારે તેમની ચિંતા કર્યા વિના, છાયા હંમેશાં ભગવાન શિવની તપશ્ચર્યામાં લીન રહેતા હતા, જેના કારણે તેમણે પોતાનું અને તેના સંતાનનું ધ્યાન આપી શક્યા ન હતા, જેના કારણે જ શનિદેવનો રંગ કાળો થઈ ગયો હતો, માતા છાયાની કઠોર તપશ્ચર્યાને કારણે જ શનિદેવનો રંગ કાળો થઈ ગયો.

શનિદેવ લંગડા કેમ છે

તમે લોકોએ એ તો સાંભળ્યું જ હશે કે શનિદેવ લંગડા છે, પરંતુ શું તમે લોકો જાણો છો કે ખરેખર તેમને કોણે લંગડા બનાવ્યા હતા અને ક્યા કારણે તે લંગડા થયા હતા, હકીકતમાં, શનિને દેવની સૌથી ધીમી ગતિ માનવામાં આવે છે કારણ કે તે લંગડા છે.

એવું કહેવામાં આવે છે કે પીપ્લાદ મુનીને કારણે જ શનિદેવ લંગડા થયા હતા, કારણ કે પીપ્લાદ મુનિ શનિદેવને તેમના પિતાના મૃત્યુનું કારણ માનતા હતા, તેમણે શનિદેવ ઉપર પર બ્રહ્માસ્ત્રથી હુમલો કર્યો હતો, જેના પ્રહાર શનિદેવ સહન કરી શક્યા ન હતા. અને તે ત્રણેય લોકોમાં ભાગવા લાગ્યા, શનિદેવ બ્રહ્માંડના પ્રહારથી જ લંગડા થયા.

બાળકો ઉપર નથી પડતી શનિદેવનો ખરાબ પડછાયો

જ્યારે પીપ્લાદ મુનિ સાથે શનિદેવનું યુદ્ધ થયું હતું ત્યારે શનિદેવ પરાજિત થઇ ગયા હતા, ત્યારે પીપ્લાદ મુનિએ શનિદેવને એ શરતે છોડ્યા હતા કે તે 12 વર્ષ સુધીના બાળકો ઉપર તેમનો ખરાબ પડછાયો નાખશે નહીં અને ન તો તેમણે કોઈ પ્રકારનું નુકસાન પહોચાડે.

શનિદેવને દંડાધિકારી તરીકે નિયુક્ત કોણે કર્યા

શનિદેવને દંડાધિકારી માનવામાં આવે છે, તેની પાછળ પુરાણોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એકવાર શનિદેવતા અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થઇ ગયું હતું, આ યુદ્ધની અંદર શનીદેવ પરાજિત થઇ ગયા હતા, ત્યાર પછી શિવજી પાસે સૂર્યદેવતાએ શનિદેવને માફ કરવાની પ્રાર્થના કરી હતી, ત્યારે શિવજીએ શનિદેવને માફ કરી દીધા, શિવજી પણ શનિદેવની યુદ્ધ કુશળતાથી ઘણા ખુશ થયા અને તેમણે તેમના સેવક અને દંડાધિકારી તરીકે નિમણૂક કરી હતી.

બધા ગ્રહોમાં શની ગ્રહને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તમામ નવ ગ્રહોમાં શનિદેવને સૌથી શ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવે છે, તેની પાછળનું મુખ્ય કારણ ભગવાન શિવજીના આશીર્વાદ હોવાનું કહેવામાં આવે છે, શનિદેવને શ્રેષ્ઠ થવાના શિવજીએ આશીર્વાદ આપ્યા હતા.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.