શનિદેવને પ્રસન્ન કરે છે આ 7 કામ, આને કરી લીધા તો કોઈ કાંઈ નહીં બગાડી શકશે

જીવનમાં ક્યારે કઈ મુશ્કેલી આવી જાય કાંઈ કહી નથી શકાતું. તે વખતે આપણે બધા એવું વિચારીએ છીએ કે તકલીફો અને દુઃખ આપણાથી જેટલા દુર રહે એટલું જ સારું છે, તમારા આ કામમાં શનિદેવ તમારી મદદ કરી શકે છે. શનિદેવ ઘણા શક્તિશાળી દેવતા છે. તેમની પાસે આપણા ભાગ્યને બદલવાનો પાવર પણ હોય છે.

તેવામાં જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા તમારી ઉપર હંમેશા જળવાઈ રહે અને કોઈ તમારું કાંઈ ન બગાડી શકે તો તમારે આ ૭ કામ જરૂર કરવા જોઈએ. આ કામ કરવાથી તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. તો આવો જાણી લઈએ કે આ કામ ક્યા છે.

૧. શનિવારના દિવસે શનિદેવના નામનું વ્રત રાખવાથી તે પ્રસન્ન થાય છે. જયારે તમે શનિદેવ માટે તમારા ભોજનનો ત્યાગ કરો છો ત્યારે તે ખુશ થઈને તમારા ખરાબ ભાગ્યને તમે દુર રાખે છે. તેની સાથે જ તમારી મનોકામનાઓ પણ જલ્દી પૂર્ણ થાય છે.

૨. જે વ્યક્તિ દરેક શનિવારે તેલના દીવડા પ્રગટાવે છે તેની ઉપર શનિદેવના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે છે. ભગવાન પછી તેની સાથે કાંઈ પણ ખરાબ કે તેનું નુકશાન થવા દેતા નથી. તે તમારુ રક્ષણ કરવા હંમેશા તત્પર રહે છે.

3. શનિદેવનું નામ લઈને લોખંડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તમે લોખંડ માંથી બનેલી વસ્તુઓ કોઈ ગરીબને, જરૂરિયાત વાળા વ્યક્તિને, બ્રાહ્મણને કે મંદિરમાં દાન કરી શકો છો. તે ઉપરાંત પૈસા અને કાળા કપડાનું દાન પણ શનિદેવને આકર્ષિત કરે છે. જે વ્યક્તિ આવા પ્રકારનું દાન કરે છે તેના જીવનમાંથી તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે. એટલા માટે જો તમારા જીવનમાં વધુ તકલીફો છે તો આ દાન જરૂર કરો.

૪. જો તમારી સમસ્યા ઘણી મોટી છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માગો છો તો શની મંદીરમાં જઈને શનિદેવને તલના તેલનો અભિષેક કરો, તેનાથી તમારી સમસ્યાનું સમાધાન તરત થશે. મોટામાં મોટી સમસ્યા પણ આ ઉપાયથી તરત હલ થઇ જશે.

૫. શનિદેવ સામે કાળા તલ ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તમારું દુર્ભાગ્ય આ કાર્યથી દુર થવા લાગે છે. એટલા માટે જો તમે ફૂટેલા નસીબ વાળા છો તો આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે.

૬. શનિવારના દિવસે નશીલા પદાર્થ અને માંસાહારનું સેવન કરવાથી પણ દુર રહેવું જોઈએ. ખાસ કરીને તમે શનિદેવની પૂજા પાઠ કરી રહ્યા છો. તો બાબતને ધ્યાનમાં રાખીને પૂજા કરવી ઘણી ફાયદાકારક રહે છે.

૭. શનિદેવનું માન સન્માન કરવું અને તેમનો હંમેશા આદર કરવા વાળા લોકો પણ શનિદેવના પ્રકોપથી બચી રહે છે. આમ તો તેની ટીકા કરવા વાળા કે તેમના મંદિરમાં ખોટા કામ કરવાવાળાને શનિદેવનો પ્રકોપ સહન કરવો પડે છે.

આ ૭ કામ જે કરવાથી શનિદેવ પ્રસન્ન થઈ જાય છે, જો તમે આ બધા કામ વિધિ પૂર્વક કરો છો તો શનિદેવની કૃપાના પાત્ર બની જાવ છો, પછી શનિદેવ એવો પ્રયાસ કરે છે કે તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ મોટી તકલીફ ન આવે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.