શનિવારના દિવસે તુલસીના પાંદડાનો કરો આ ઉપાય, તમને દુઃખોથી મળશે છુટકારો

આ દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નથી જેમણે જીવનમાં કોઈ દુ:ખ ન હોય. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ દુ:ખ જરૂર હોય છે, પછી ભલે વ્યક્તિ પૈસાદાર હોય કે પછી વ્યક્તિ ગરીબ હોય, દરેકને કોઈને કોઈ તકલીફ પોતાના જીવનમાં જરૂર હોય છે. ઘણા બધા લોકોનું માનવું છે કે ગરીબ હોવું સૌથી મોટું દુ:ખ હોય છે. તેમનું કહેવું એકદમ સાચું છે, મોટા ભાગના લોકો પોતાના જીવનમાં ધન સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા છે.

આ તકલીફથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. તે પોતાના સંપૂર્ણ પ્રયત્નમાં લાગી રહે છે, જેથી તે ધન કમાઈ શકે. પરંતુ અથાગ પ્રયત્ન કરવા છતાંપણ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થતી નથી. તે ઉપરાંત ઘણા બધા લોકો એવા પણ છે, જે પોતાના જીવનમાંથી ધનની સમસ્યા દુર કરવા માટે જાત જાતના ઉપાય અપનાવે છે. પોતાના જીવનમાં ખુશીઓ લાવવા માટે ઘણા ટોના ટોટકાનો ઉપયોગ કરે છે. એ બધાનો એક જ હેતુ હોય છે કે પોતાના જીવનમાં ધનની કમી ન રહે અને ઘર પરિવારમાં આનંદ જળવાયેલો રહે.

એ બધાને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ, જે અપનાવીને તમે તમારા જીવનના તમામ દુ:ખો માંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને તુલસીના પાંદડાના વિશેષ ઉપાય જણાવવાના છીએ. આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવાના છે. જો તમે આ ઉપાય કરો છો, તો તમને તમારા દુઃખો માંથી મુક્તિ મળશે. આવો જાણીએ તુલસીના પાંદડાના ઉપાય વિષે.

ધનની સમસ્યા થશે દુર :

વિદ્વાન પંડિતોના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવી રહી છે, તો તેના માટે તમે શનિવારના દિવસે તુલસીના પાંદડાનો યોગ્ય ઉપાય કરો. એ તમને તમારા તમામ દુ:ખો માંથી છુટકારો અપાવી શકે છે. આ ઉપાયથી પૈસા સંબંધિત તકલીફો દુર થશે તે ઉપરાંત ઘરની વ્યક્તિઓ વચ્ચે થઇ રહેલા વાદ-વિવાદ કે ઝગડા,મતભેદ અને કલેશ પણ દુર થઇ જશે.

તમારી સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ રામબાણ ઉપાય માનવામાં આવે છે. અને આ ઉપાય કરવો ઘણો જ સરળ છે. જો તમે આ ઉપાય કરો છો તો તેની અસર ઘણી જ જલ્દી થાય છે. આ ઉપાય દ્વારા તમે તમારા જીવનમાંથી ધન સંબંધિત તમામ તકલીફો માંથી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમે સૌથી પહેલા શનિવારના દિવસે ઘઉં દળાવી લો પરંતુ ઘઉં દળાવતા પહેલા તે ઘઉં માં ૧૦૦ ગ્રામ કાળા ચણા, ૧૧ તુલસીના પાંદડા અને તેમાં બે દાણા કેસરના જરૂર ભેળવો. આ બધાને ભેળવીને તમે ઘઉં દળાવી લો. જો તમે આ ઉપાય કરો છો તો તેની અસર તમને તરત જોવા મળશે.

બીજા લાભદાયક ઉપાય :

તે ઉપરાંત આ ઉપાય પણ ઘણો જ લાભદાયક માનવામાં આવે છે. તમે શનિવારે કાળા કુતરાને સરસીયાનું તેલ લગાવેલી રોટલી ખવરાવો. જો તમે આમ કરો છો તો તમારા ધનમાં વધારો થવા લાગશે. તેની સાથે જ શનિવારે પીપળાના ઝાડમાં દેશી ઘી નો દીવો પ્રગટાવો. આમ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ ઉપર દરરોજ સવાર અને સાંજ દીવડો પ્રગટાવવાથી મનોકામના પૂરી થાય છે. એટલા માટે તમે તુલસીના છોડ ઉપર રોજ નિયમિત રીતે સવાર અને સાંજે દીવડો પ્રગટાવો.