શનિ જયંતિ પર વક્રી રહેશે શનિદેવ, જે રાશિઓ પર સાડાસાતીનો પ્રકોપ છે, તે સાચવીને રહેજો.

આ શનિ જયંતિ પર શનિદેવ વક્રી રહેશે, જાણો જે રાશિઓ પર સાડાસાતી કે શનિનો પ્રકોપ છે તેમણે શું કરવું અને શું નહિ

22 મે એ જેઠ મહિનાની અમાસ છે. પુરાણો અનુસાર આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. આથી આ દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દરમિયાન, શનિદેવનું વક્રી થવું, તે લોકો માટે મહત્વપૂર્ણ છે. જેની ઉપર સાડાસાતી ચાલી રહી છે.

વક્રી એટલે પૃથ્વી અને શનિ વચ્ચેના અંતરને કારણે શનિ ગ્રહ ખૂબ જ ધીરે ધીરે અથવા ઉલટી ગતિ કરતા જોવા મળે છે. કેટલાક જ્યોતિષીઓ તેને શનિને ઉલટી ચાલ પણ કહે છે. શનિની આ સ્થિતિની અસર 29 સપ્ટેમ્બર સુધી રહેશે. તેથી શનિ જયંતિ ઉપર મિથુન, તુલા, ધન, મકર અને કુંભ રાશિવાળા લોકોએ વિશેષ પૂજા-અર્ચના કરવી જોઈએ.

સાડાસાતી વાળી રાશિના વ્યક્તિઓએ સાવચેતી રાખવી પડશે

મિથુન અને તુલા રાશિવાળા લોકો શનિથી મુક્તિ મેળવવી છે. તેથી આ રાશિવાળા લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે. વિવાદ, માનસિક તાણ અને દોડધામ વાળો સમયગાળો રહેશે. ધનહાની પણ થઇ શકે છે. ધન, મકર અને કુંભ રાશિના લોકોને સાડાસાતી ચાલે છે. આને કારણે આ રાશિના વ્યક્તિઓને ઈજા અને અકસ્માત થવાની સંભાવના છે. ગુપ્ત વસ્તુઓ જાહેર થઈ શકે છે. ધનહાની અને કામકાજમાં અડચણ પણ આવી શકે છે. દેવું વધવાની સંભાવના પણ છે.

મિથુન – શનિને કારણે તમારી ગુપ્ત બાબતો જાહેર થઇ શકે છે. ખોટા કાર્યોમાં ફસાઈ જવાની સંભાવના છે. ગેરકાયદેસર કામ કરવાનું ટાળો. આ સમય દરમિયાન કાનૂની બાબતોમાં મૂંઝવણ વધી શકે છે. સંપત્તિ સંબંધિત બાબતોમાં અડચણ આવી શકે છે. નસીબ તમારો સાથ આપી શકશે નહીં. શનિના કારણે તમે નોકરી, ધંધા, બચત અને સંતાનની બાબતમાં તમે પરેશાન થઈ શકો છો. યોજનાઓ પણ અધૂરી રહી શકે છે.

શું કરવું, શું ન કરવું- શનિદેવને તેલ ચડાવો અને શનિવારે અડદ માંથી બનાવેલી વસ્તુઓ ન ખાશો.

તુલા – શનિ વક્રી હોવાને લીધે તમારી ખુશીઓ ઓછી થઈ શકે છે. હાલમાં તમે શનિની પડછાયામાં ચાલી રહ્યા છો, તેથી સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે. તમારો સ્વભાવ પણ બગડી શકે છે. પારિવારિક બાબતો અંગે ચિંતા રહેશે. જરૂરી કામમાં વિક્ષેપો અને વિલંબ થવાની સંભાવના છે. ખોટા ખર્ચ વધી શકે છે. બીમારીથી ચિંતા વધી શકે છે, દેવું વધી શકે છે. માનસિક તાણનો સમય રહેશે.

શું કરવું, શું ન કરવું – શનિદેવની ઉપાસનામાં વાદળી ફૂલોનો ઉપયોગ કરો, શનિવારે લાલ કપડાં ન પહેરો.

સાડાસાતી વાળી રાશીઓના ફળ

ધનુ – શનિના પ્રભાવને કારણે મહેનત વધુ થશે અને તેના ફાયદા ઓછા મળી શકે છે. સાડાસાતીને કારણે જરૂરી કામગીરીમાં વિલંબનું કારણ બની શકે છે. કામગીરીમાં વિક્ષેપ થવાની પણ સંભાવના છે. સંપત્તિની બાબતમાં વિવાદ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવું જોઈએ. ગુપ્ત કેસોનો પર્દાફાશ થઈ શકે છે. વાતચીતમાં સાવચેત રહેવું. સમજી વિચારીને બોલો. કોઈપણ પ્રકારનો વિવાદ તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે.

શું કરવું, શું નહીં – અડદ માંથી બનેલી ખાદ્ય ચીજોનું દાન કરો અને શનિવારે નશો ન કરો.

મકર – નોકરી અને ધંધામાં તમારી મુશ્કેલીઓ ઘણી વધી શકે છે. સાડાસાતી ચાલવાને કારણે વિચારેલા કામ બગડી શકે છે. મહત્વપૂર્ણ કામમાં અડચણો આવી શકે છે. વિવાહિત જીવન માટે સમય સારો રહેશે નહીં. રોજિંદા કાર્યોમાં વધુ વિલંબ થઈ શકે છે. ભાઈઓ અને મિત્રોની મદદ મળી શકશે નહીં. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો, ઈજા કે અકસ્માત થવાની સંભાવના છે.

શું કરવું, શું ન કરવું – શનિદેવને તલના તેલનો દીવો પ્રગટાવો, શનિવારે લસણ અને ડુંગળી ન ખાશો.

કુંભ – શનિની સાડાસાતીને કારણે આરોગ્ય બગડી શકે છે. યાત્રાઓના યોગ ઉભા થઇ રહ્યા છે. અકસ્માત પણ થઈ શકે છે. નકારાત્મક વિચારોને કારણે મુશ્કેલી વધી શકે છે. શત્રુઓ હેરાન કરી શકે છે. લાંબા અંતરની મુસાફરીના યોગ ઉભા થઇ રહ્યા છે. ક્યાંક ફરવા પણ જઈ શકો છો. નસીબનો સાથ નહીં મળી શકે. ખર્ચ વધી શકે છે. બચત પૂરી થઇ શકે છે.

શું કરવું, શું નહીં – શનિદેવને અપરાજિતાના ફૂલો ચડાવો, શનિવારે ખોરાકમાં તેલનો ઉપયોગ ન કરો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.