શનિદેવનું નામ લઈને શનિવારે કરી લો આ 3 કામ, મોટામાં મોટી મુશ્કેલી પણ ઘૂંટણિયે પડી જશે.

મુશ્કેલી એક એવી વસ્તુ છે, જે ક્યારેકને ક્યારેક તો દરેકના ઘરે આવીને બેસી જાય છે, કહેવાનો અર્થ એ છે કે દુઃખ અને તકલીફ બધાના જીવનમાં આવે છે. તેવામાં બધાનો પ્રયાસ તો એવો હોય છે કે તે મુશ્કેલીને બની શકે એટલી વહેલી દુર કરી દે. આમ તો તે એટલું સરળ પણ નથી હોતું. તેના માટે ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ઉપરથી જો તમારું ખરાબ ભાગ્ય ચાલી રહ્યું હોય તો ગરીબીમાં વધુ મુશ્કેલી પડે છે.

તે સ્થિતિનો સામનો કરવાપછી એક જ રસ્તો બાકી રહે છે, અને તે છે શનિદેવની કૃપા. શનિદેવ એક એવા ભગવાન છે જે લોકોના જીવન માંથી મુશ્કેલી દુર કરવા માટે આવી જાય છે. બસ એક વખત જેને તેમના આશીર્વાદ મળી જાય છે. તેની તમામ સમસ્યાઓ આપોઆપ દુર થવા લાગે છે. શનિદેવને પ્રસન્ન કરવાની એક રીત એ પણ છે કે તમે શનિવારના દિવસે તેમનું નામ લેતા લેતા આ ત્રણ કામ કરો.

શનિદેવની પૂજામાં સરસીયાનું તેલ ચડાવવામાં આવે છે. આ તેલ તેમનુ પ્રિય છે. જો તમે શનિવારના દિવસે સરસીયાના તેલનું દાન કરો છો, તો તે તમારા માટે ઘણું લાભદાયક સાબિત થઇ શકે છે. આ દાન કોઈને પણ કરી શકાય છે એટલે કે કોઈ ગરીબને, બ્રાહ્મણ કે પછી કોઈ મંદિરમાં પણ એને આપી શકાય છે. એક વાત ધ્યાન રાખો કે જયારે પણ તમે સરસીયાના તેલનું દાન કરો તો હંમેશા કાળા રંગના વસ્ત્ર જ પહેરો. તેનાથી તમારા જીવનની તમામ મુશ્કેલી અને નેગેટીવીટી દુર થઇ જશે.

કાગડાને ખાવાનું:

શનિવારના દિવસે કાગડાને ભોજન કરાવવું ઘણું લાભદાયક માનવામાં આવે છે. કાગડો શનિદેવનું વાહન પણ હોય છે. જો તમે કોઈ કાગડાને ખુશ કરી દીધો તો તમારા દુશ્મન તમારું કશું પણ બગાડી નહી શકે. તેની સાથે જ તમારા જીવનની મુશ્કેલી ધીમે ધીમે ઓછી થવા લાગશે. તેના માટે તમે કાગડાને ચોખા ખવરાવો. આમ તો બીજું કોઈ ભોજન પણ ખવરાવી શકો છો. આ કામ કર્યા પછી એક વખત શનિદેવના દર્શન જરૂર કરો. ધારો તો દરમિયાન તેને તમારી સમસ્યા પણ બતાવી શકો છો.

લોખંડ ખરીદવું કે વેચવું :-

શનિવારના દિવસે બનેલી વસ્તુ ખરીદવા કે તેને વેચી દેવું ખરાબ સમય દુર કરી દે છે. એવું કહેવામાં આવે છે કે તમારે શનિવારના દિવસે ઘરમાં નવું લોખંડ લાવવું જોઈએ. અને તે ઘરનું જુનું લોખંડ વેચી દેવું જોઈએ. તેનાથી તમારા ઘરમાંથી પનોતી જતી રહે છે. તમને નવી તક મળે છે.

આ ત્રણ કામ જેને તમારે શનિવારના દિવસે જરૂર કરવા જોઈએ. તમે તેને એક જ શનિવારે કરી શકો છો કે પછી અલગ અલગ શનિવારે કરો. એક વાત ધ્યાનમાં રાખો કે તે બધું સ્વચ્છ મનથી જ કરો. જો તે કરતી વખતે હિચકી થઇ રહી છે કે પછી તમારા મનમાં કંજુસીનો ભાવ ઉત્પન્ન થઇ રહ્યો છે તો તેને ન કરો. આમ પણ શનિવારના દિવસે આ કામ કરવા ઉપરાંત તમે શનિદેવના નામનો ઉપવાસ પણ કરી શકો છો. તેનાથી તમારો ફાયદો ડબલ થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.