શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

મેષ : આજે તમારું ધ્યાન ભાવિ લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે અને પોતાનામાં ચમત્કારિક રૂપથી ઉર્જા અને આત્મવિશ્વાસ અનુભવશો. જનસંપર્ક વધારે પ્રબળ થશે. સાથે જ લાભદાયક પણ સાબિત થશે. પરંતુ દિનચર્યાને વ્યવસ્થિત બનાવી રાખો. કારણ કે વ્યસ્ત હોવા છતાં સામાજિક કામોમાં પણ ધ્યાન આપવાની જરૂર છે. કોઈની વાતોમાં ના આવીને પોતાની કાર્ય ક્ષમતા પર વિશ્વાસ રાખો.

વૃષભ : ઘરમાં કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમ સંબંધી ગતિવિધિઓ થશે. સાથે જ નજીકના સંબંધીના આગમનથી પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. વિદ્યાર્થી વર્ગ કોઈ સિદ્ધિ મળવાથી રાહત અનુભવશે. આ વાતનું ધ્યાન રાખો કે તમારી કોઈ નકારાત્મક વાત કોઈ મિત્ર અથવા સંબંધી સાથે સંબંધમાં કટુતા ઉત્પન્ન કરી શકે છે. સાથે જ ભાઈઓ સાથે સંબંધ મધુર બનાવી રાખવા વધારે જરૂરી છે, જેથી પરિસ્થિતિઓ અનુકૂળ બની રહે.

મિથુન : આજના સમયની ગતિ તમારા પક્ષમાં છે. કોઈ શુભ સમાચાર મળવાથી આત્મબળ અને ઉર્જાની વૃદ્ધિ થશે. કોઈને આપેલું ઉધાર આજે મળવાની સંભાવના છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. રાજકીય સંપર્ક આજે લાભદાયક સાબિત થશે. પરંતુ પોતાના અંહકાર અને ક્રોધ પર નિયંત્રણ રાખવું વધારે જરૂરી છે. કારણ કે સ્વભાવથી તમારા બનતા કામ બગડી શકે છે. તમારામાં ભરપૂર ઉર્જા છે, બસ તેને સકારાત્મક રૂપમાં ઉપયોગ કરવાની જરૂર છે.

કર્ક : આજે કોઈ મનવાંછિત કામ પૂરું થવાથી મનમાં વધારે શાંતિ અને ખુશી રહેશે. દરેક ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ પર અમલ જરૂર કરો, તે તમારા માટે શુભ ફળદાયી હશે. કોઈ નજીકના મિત્રને કારણે આર્થિક નુકશાન થવાની સંભાવના છે. પરંતુ તમારે સ્વભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ. કારણ કે ત્રીજા વ્યક્તિના હસ્તક્ષેપને કારણે જ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

સિંહ : આજે પૈતૃક સંબંધી બાબતોને સમજવા માટે ઉત્તમ દિવસ છે. તેના પર ચર્ચા-વિચારણા જરૂર કરો. અચાનક જ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. અમુક નવીન કામોની યોજનાઓ પણ બનશે. ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. સાથે ક્યાંક જ પૈસા અટકવાની શક્યતા છે. પરંતુ ચિંતા ના કરો, જલ્દી જ સ્થિતિઓ સારી થઈ જશે.

કન્યા : આજનો સમય શાંતિ દાયક છે. ધર્મ કર્મની બાબતોમાં રુચિ રહેશે. કોઈ સમાજ સેવી સંસ્થામાં મદદ કરવાથી તમને માન-સમ્માન પણ પ્રાપ્ત થશે. તથા સમાજમાં પણ સારી છબી બની રહેશે. ભાગ્ય અને કર્મ બંને તમારા પક્ષમાં છે. કોઈ સંતાનને કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ તે મુશ્કેલી તાત્કાલિક છે, એટલે સમયની સાથે બધું સારું થઈ જશે. સાસરી પક્ષમાં સંબંધમાં કોઈ પ્રકારની કટુતા લાવવાથી બચો.

તુલા : વ્યસ્તતા છતાં પણ પોતાના મિત્રો અને સંબંધીઓ માટે સમય જરૂર કાઢો. નવા લોકો સાથે સંપર્ક આગળ જઈએ તમારા માટે લાભદાયક સાબિત થશે. ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ જરૂર લો, તે સલાહ હિત માટે જ હશે. કોઈ અપ્રિય ઘટના મળવાના સંકેત મળી રહ્યા છે. કોઈ કારણે કોઈ ભય અથવા અવસાદ જેવી વસ્તુ તમારા મન મગજ પર હાવી થઈ શકે છે. આ સમયે પોતાને સકારાત્મક બનાવી રાખવા વધારે જરૂરી છે.

વૃશ્ચિક : આજે તમારી મહેનતના સારા પરિણામ મળવાના છે. શારીરિક રૂપથી પોતાને ઉર્જાવાન અનુભવશો. તથા પોતાના કામ અને આર્થિક ગતિવિધિઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખશો, જેથી તમારા ઘણા અટકેલા કામ પુરા થવાની શક્યતા છે. પરંતુ રૂપિયા પૈસાની બાબતમાં કોઈના પર વધારે વિશ્વાસ ના કરો. કોઈની વાતોમાં આવીને તમે પોતાનું નુકશાન કરી શકો છો. સાથે જ કોઈ નકારાત્મક સ્થિતિમાં ઉગ્ર થવાથી બચો.

ધનુ : આજે તમે પોતાનો મોટાભાગનો સમય આધ્યાત્મ અને કોઈ ધાર્મિક સ્થળ પર પસાર કરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો, તો તેના પર અમલ જરૂર કરો. તેનાથી તમે પોતાની આંતરિક ઉર્જાને ફરીથી ભેગી કરીને પોતાના આત્મવિશ્વાસ અને મનોબળને વધારવામાં સક્ષમ રહેશો. અમુક આલોચના સંબંધી સ્થિતિઓ પણ બની રહી છે, પણ તેના પર ધ્યાન ના આપીને પોતાના કાર્ય પર કેન્દ્રિત રહો. આર્થિક સ્થિતિ અત્યારે થોડી નબળી બની રહેશે. વિદ્યાર્થીઓએ પણ ભણવા પર ધ્યાન આપવાની વધારે જરૂર છે.

મકર : આજે કોઈ જૂનું આપેલું ઉધાર પાછું મળવાથી મનમાં શાંતિ અને પ્રસન્નતા બની રહેશે. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવાથી તમારી સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થશે. સંતાન પક્ષ તરફથી પણ કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજે સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી દૂર જ રહો. કોઈપ્રકારની માનહાની જેવી સ્થિતિ બની રહી છે. જનસંપર્ક તથા મિત્રો પાસેથી પણ કોઈ પ્રકારના સહયોગની આશા નથી, એટલા માટે તેના પર સમય વ્યર્થ ના કરો.

કુંભ : કુંભ રાશિના લોકો સ્વાભિમાની હોય છે. આજે તમને અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમાં આગળ વધવાના અવસર મળશે. એટલા માટે સમયનો ભરપૂર સદુપયોગ કરો. સાથે જ અચાનક કોઈ કામ થઈ જવાથી પ્રસન્નતા મળશે. સંતાનને લઈને થોડો તણાવ રહી શકે છે. પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખો, તેનાથી ઘણા કામ બગડી શકે છે. માનસિક સ્થિતિ અસ્થિર હોય તો ધન સંબંધી કોઈ પણ નિર્ણય ના લો.

મીન : વિદ્યાર્થી પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રાખશે. સાથે જ તમારું પારિવારિક અને વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન બનાવીને ચાલવું તમને તણાવ મુક્ત રાખશે. આ સમયે આર્થિક લાભની પણ મહત્વપૂર્ણ સંભાવનાઓ બની રહી છે. પરંતુ કોઈ નવું રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ જરૂર કરો. અજાણ્યા વ્યક્તિ સાથે વ્યવહાર કરતા સમયે સાવધાની રાખો, નહિ તો કોઈ ષડયંત્ર પણ થઈ શકે છે. સાથે જ પ્રોપર્ટી સંબંધી કામો પણ આજે સ્થગિત જ રાખો.