શરત લગાવી લો તમારા શરીરના આ 7 અંગો વિશે તમને કાઈજ ખબર નઇ હોય બોલો

માણસનું શરીર ખરેખર અદ્દભુત અને રહસ્યોથી ભરેલું છે. તે પોતાની રીતે જ એક બ્રહ્માંડથી ઓછું નથી, કેમ કે તેની રચના અને કામ કરવાની રીત ઘણી જટિલ છે. આપણે આપણા શરીરના ઘણા અંગો વિષે તો જાણીએ છીએ અને તેના મહત્વ વિષે ખબર છે. પણ થોડા મહત્વના અંગ એવા પણ છે જેના વિષે આપણે ક્યારેય જાણવાનો પ્રયાસ નહિ કર્યો હોય, કે આપણને તેના વિષે કાંઈ જ ખબર નથી.

આજે આપણે એવા જ થોડા મહત્વના અંગો વિષે વાત કરીશું જેના વિષે આપણે કશુ જાણતા નથી.

૧. એનાટોમિકલ સ્નફબોક્સ (Anatomical SnuffBox) :

જો તમે તમારા હાથના અંગુઠાને ખેંચીને સીધો કરશો તો તમને તેની નીચે એક કેવીટી કે ખાડા જેવું જોવા મળશે, જે તમને ત્રિકોણ આકારનો જોવા મળશે. ઘણા સમય પહેલા આ પાર્ટ તમાકુ જેવી વસ્તુ રાખવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, જેના કારણે તેને એનાટોમિકલ સ્નફબોક્સ નું નામ આપવામાં આવ્યું.

આ પાર્ટનો મુખ્ય ભાગ રેડીયલ આર્તરી અને સેફાલિક વેઇન સાથે મળીને બનેલો હોય છે. તે ધમની કાંડામાં થતા બ્લડ સર્ક્યુલેશન અને ધબકારા અનુભવવા માટે ઉપયોગ કરવામાં આવે છે જે ઘણું જરૂરી હોય છે. તેની સાથે જ આ સ્નફ્બોક્સમાં થતા દુઃખાવાથી કાંડાના હાડકા સ્કાફોઇડ બોનનું ફેકચર થવાની ખબર પડે છે.

૨. બિગ ટો (The Big Toe) :

આ બોડી પાર્ટને આપણે બધા જાણીએ જ છીએ જે આપણા પગનો અંગુઠો હોય છે. પણ કદાચ તમે તેના ઈમ્પોર્ટન્ટ ફંક્શન ઉપર ક્યારેક જ ધ્યાન આપ્યું હશે. તે એ પાર્ટ છે જે આપણે માણસને બીજા મેમલ્સથી અલગ બનાવે છે. કેમ કે તે અંગુઠાને કારણે જ આપણને સરળતાથી ઊંચા ઉઠવામાં સંતુલન જાળવી રાખવા અને દોડવામાં ફાયદો થાય છે.

કેમ કે જો આ પાર્ટને તમે દુર કરી દેશો તો આપણને પગમાં રહેલા ઘણા મસલ્સ અને એડીને ફરીથી ટ્રેન કરવી પડશે જે ઘણું મુશ્કેલ હોય છે. આ અંગને કારણે જ આપણેને વધુ મહેનત વગર ઘણા પ્રકારની એકટીવીતી કરવામાં ફાયદો મળે છે.

3. ગ્લેબેલા (Glabella) :

જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હશે તો તમને આઉબ્રોની વચ્ચે અને નાકની ઉપર એક સ્કીનનું લેયર જરૂર જોયુ હશે જેને ગ્લેબેલા કહેવામાં આવે છે. ખાસ કરીને આ એક હાડકામાંથી બનેલું હોય છે, જેની ઉપર સ્કીનની લેયર રહેલી હોય છે જે આપણી આઇબ્રોને કનેક્ટ કરે છે. વાત કરીએ તેના ફંક્શનની તો તેની મદદથી માણસમાં થતી લીક્વીડની ખામીને માપી શકાય છે, અને રીફ્લેક્સીસ એટલે અનેચ્છીક ક્રિયાઓને પણ ચેક કરી શકાય છે.

૪. જીભનું ફ્રેન્યુલમ (Frenulum of tongue) :

જો તમે ક્યારેય અરીસામાં તમારી જીભ જોઈ હશે તો તમે તેની નીચે એક કોલ્ડ જરૂર જોયુ હશે, જે આપણા મોઢાથી લઈને જીભ વચ્ચે એક કનેક્શન જાળવે છે. આ પાર્ટને lingual frenulum પણ કહેવામાં આવે છે, જે આપણી જીભને ફ્લેક્સીબલ બનાવવાથી રોકે છે, જેને કારણે જ જીભમાં સોજાની સમસ્યા અટકે છે જે હંમેશા નાના બાળકો માટે ઘણું જરૂરી હોય છે.

૫. ટ્રેગસ અને એન્ટિત્રાગસ (Tragus and Antitragus) :

આ બંને પાર્ટ્સ આપણા કાનના એક્સ્ટરનલ સ્ટ્રક્ચરમાં રહેલા હોય છે, જે હંમેશા ઉપસેલા હોય છે. આ બંને પાર્ટ્સની ખાસ વાત એ છે કે, તેને કારણે જ આપણે આજુબાજુથી આવી રહેલા અવાજોને એક જગ્યાએ એકઠો કરીને પછી તેને એમ્પ્લીફાય કરીને સાંભળવામાં મદદ મળે છે. અને તેના અવાજથી આપણને આ અવાજના સોર્સની પણ ખબર પડી શકે છે. આ પાર્ટ્સનો ખાસ ઉપયોગ હંમેશા ચામાચીડિયા જેવા જીવ પોતાના શિકારને શોધવામાં કરે છે.

૬. ટોન્સિલ (Tonsils) :

આ ટોન્સિલસ એક સોફ્ટ ટીશ્યુનું જોડાણ હોય છે, જે આપણા ગળાની પાછળના ભાગમાં રહેલું હોય છે. આમતો હંમેશા બાળપણમાં આ tonsils લોકોના મોઢામાંથી નીકળી જાય છે, કેમ કે તેને તેનું મહત્વ નથી સમજાવવામાં આવતું. કેમ કે તે ટોન્સિલ આપણી ઈમ્યુન સીસ્ટમનો જ એક ભાગ હોય છે, જે આપણને ઘણા ઇન્ફેકશનથી બચાવે છે, અને ઘણા બેક્ટેરિયા સામે લડવામાં પણ સક્ષમ હોય છે.

આમ તો તેને દુર કરવાથી ઇન્ફેકશન સામે લડી તો શકાય છે, પણ તેની હાજરીમાં મોઢામાં પ્રવેશ કરવા વાળા કીટાણુંઓ સામે સૌથી પહેલા લડવામાં મદદ કરે છે, અને તે દરમિયાન તે થોડા હળવા થઇ જાય છે અને લાલ પણ થઇ જાય છે.

૭. ફિલ્ટ્રમ (The Philtrum) :

તમે તમારા નાકની નીચે અને ઉપર વાળા હોઠની ઉપર એક ગઠ્ઠાના આકાર જેવો પોર્ટ જરૂર જોયો હશે, જેને હંમેશા ફિલ્ટ્રમ કહેવામાં આવે છે. આમ તો તેની ઉત્પતી એક રહસ્ય જ છે. પણ નિષ્ણાંતોના કહેવા મુજબ આ અંગના પણ ફાયદા છે. જેમ કે આ પાર્ટ્સને કારણે જ આપણને એક સ્પેસિફિક ફેસ શેપ મળે છે, અને હંમેશા ડોક્ટર તેના આકારના આધારે બાળકોને જન્મથી પહેલાના હેલ્થ વિષે જાણે છે, અને ઓટીસમ જેવી કંડીશન વિષે પણ જાણી શકે છે.

આ માહિતી વિજ્ઞાનમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.