શું તમારે કોણી, ગોઠણ, પગની એડીઓ, ઘૂંટી, આંગળીઓ ઉપરનાં ડાઘા કે કાળાશ કાઢવી છે?

શું તમારી કોણીઓ, ગોઠણ, પગની એડીઓ, ઘૂંટીઓ, આંગળીઓ ઉપર ડાઘા થવાથી એ કાળાશ તમારા સુંદર શરીરની સુંદરતાને બગાડી રહેલ છે. તો અજમાવો લીંબુના ઘણા અસરકારક ઘરેલું નુસખા. જે થોડા જ દિવસોમાં તમારી સુંદરતાના વધારો કરી શકે છે.

આવો જાણીએ આ સરળ ઘરેલું નુસખા.

૧. જો તમારા હાથની કોણીઓ કાળી થઇ ગઈ છે, તો તેની ઉપર લીંબુને બે ભાગમાં કાપીને ત્યાં લીંબુના બે ટુકડા ઘસો. અને ત્રણ ચાર કલાક પછી જ્યારે મેલ જામી જાય, તો ખરબચડા ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નીચોવીને તે કોણીઓમાં ઘસીને સાફ કરો. રોજ થોડા દિવસ સતત સાફ કરો. રોજ થોડા દિવસો સતત આમ કરવાથી કોણીઓની ત્વચાની કાળાશ દુર થઇ જાય છે.

૨. કાળા પડી ગયેલા શરીરના કોઈપણ ભાગ જેવા કે ગોઠણ, પગની એડીઓ, ઘુટીઓ, આંગળીઓ, અંગુઠા અને નખ ઉપર પણ નીચોવીને લીંબુના વધેલા નકામાં અડધા ટુકડાને થોડી વાર ઘસવા અને અડધો કલાક પછી સ્નાન કરવાથી અને સાફ થઈને ચમકવા લાગશે.

૩. શરીરના કોઈપણ ભાગની ત્વચા કડક, ખડબચડી અને જડી જેવી થઇ ગઈ હોય તો રાત્રે સુતા સમયે લીંબુ કાપીને ઘસવાથી અને સવારે ઘોવાથી રોમ છિદ્રો ખુલીને ત્વચા નરમ અને મુલાયમ થઇ જાય છે.

૪. આ લીંબુના છોતરા ઘસવાથી લસણ, ડુંગળી વગેરે કાપવાથી આવતી હાથની દુર્ગંધ પણ દુર થાય છે, અને હાથના ડાઘ દુર થઈને ત્વચા ચોખ્ખી અને મુલાયમ થઇ જાય છે.

૫. હાથ પગ ફાટવા અને મેલ ભરાઈ જવાની તકલીફમાં લીંબુને તે જગ્યા ઉપર ઘસો. બધો મેલ નીકળી જશે.

૬. જો બગલ કાળી કદરૂપી દેખાય છે તો લીંબુનો રસ ઘસવાથી તે નીખરી જાય છે.