શરીરમાં યુરિક એસિડ વધવાના લક્ષણ અને તેના સરળ ઘરેલુ ઉપાય.

શરીરમાં યુરિક એસીડ પ્યુરીનના તુટવાથી બને છે. જયારે આપણા શરીરના કોષો તૂટે છે અને નવા બને છે, તો તેમાં મળી આવતા યુરીન પણ તૂટે છે. પ્યુરીનના તુટવાથી રસાયણિક પ્રકિયા થાય છે. જેથી યુરિક એસીડ બને છે. તે બ્લડના માધ્યમથી વહેતા વહેતા કીડની સુધી પહોચે છે, અને પેશાબના રૂપમાં શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં યુરિક એસીડ વધી જાય તો તે આપણા મુખ્ય માંસપેશીમાં, સાંધામાં, કીડનીમાં અને શરીરના બીજા ભાગોમાં ભેગું થાય છે, જે આગળ જઈને સાંધાના દુ:ખાવા, વાતરોગ, ગઠીયા, સંધીવાતને જન્મ આપે છે.

જો યોગ્ય સમય ઉપર યુરિક એસીડનો ઉપચાર અને ઉપાય ન કરવામાં આવે તો આ રોગથી પ્રભાવિત વ્યક્તિને ઉઠવા બેસવા અને ચાલવા ફરવામાં ઘણી તકલીફ થવા લાગે છે. તેનું સ્તર વધવાથી ગઠીયા થવાનું જોખમ વધી જાય છે. અહિયાં થોડી આયુર્વેદિક દવા અને દેશી નુસખાથી હાઈ યુરિક એસીડના ઘરેલું ઈલાજ કરી શકાય છે અને ગાઉટના દુ:ખાવા માંથી છુટકારો મેળવી શકાય છે.

યુરિક એસીડ કેમ વધે છે :

શરીરમાં પ્યુરીનના તુટવાને કારણે યુરિક એસીડ બને છે, જે કીડની સુધી લોહી દ્વારા પહોચે છે અને મૂત્ર માર્ગેથી શરીરની બહાર નીકળી જાય છે. કોઈ કારણથી જયારે તે બહાર નથી નીકળતું ત્યારે તે શરીરની અંદર જમા થવા લાગે છે અને એક ક્રિસ્ટલની જેમ બની જાય છે અને જયારે યુરિક એસીડ સ્તર વધી જાય છે ત્યારે તે તકલીફ કરવા લાગે છે.

યુરિક એસીડ વધવાના ચિન્હો :

આ રોગ વિષે મોટાભાગે લોકોને વધુ ખબર નથી હોતી. હંમેશા આપણે શરુઆતના લક્ષણો જોઈને બીમારીનો અંદાજો લગાવી લઈએ છીએ, જેમ કે પગના અંગુઠામાં સોજા આવવા, સાંધામાં દુ:ખાવો અને સોજા આવવો, ઉઠતી વખતે ગોઠણમાં દુ:ખાવો, સાંધામાં ગાંઠની તકલીફ થવી.

યુરિક એસીડ ઓછું કરવાના ઉપાય અને ઘરેલું ઉપાય :

શરીર માંથી દરેક પ્રકારના હાનીકારક તત્વને બહાર કાઢવા માટે દુધીનો જ્યુસ પીવો તુલસી, ફુદીનો, આદુ, ધાણા, કુવારપાઠું અને કાળા મરી યુક્ત ૧૫ થી ૬૦ દિવસ ગૌમૂત્રનું નિયમિત સેવનથી પણ હાનીકારક તત્વ બહાર થાય છે હુફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી.

બે થી ત્રણ અખરોટ રોજ ખાલી પેટ ખાવાથી વધેલો યુરિક એસીડ ઓછો થવા લાગે છે.

એક ચમચી અશ્વગંધા પાવડર અને એક ચમચી મધ ભેળવીને એક ગ્લાસ હળવા ગરમ દૂધ સાથે પીવો. ગરમીમાં અશ્વગંધા ઓછા પ્રમાણમાં લો.

એક ચમચી અળસીના બીજ બોજનના અડધા કલાક પછી ચાવીને ખાવાથી પણ આરામ મળે છે. હાઈ યુરિક એસીડ થવાથી તે શરીરમાં ક્રિસ્ટલ જેવું બની જાય છે. અને શરીરમાં બીજા અંગોમાં જમા થવા લાગે છે.

એક ચમચી બેકિંગ સોડા એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવો તેનાથી ક્રિસ્ટલ તૂટીને શરીરમાં ભળી જાય છે અને પેશાબના રસ્તે શરીર માંથી બહાર નીકળી જાય છે.

આંબળાનો રસ કુવારપાઠાના જ્યુસમાં ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે.

યુરિક એસીડ વધવાથી જો ગઠીયા થઇ જાય તો બથુઆના પાંદડાનું જ્યુસ કાઢીને સવારે ખાલી પેટ પીવો અને તેના બે કલાક પછી કાંઈ ન ખાવું અને ન પીવું.

એક ચમચી ધણા રાત્રે પલાળીને સવારે તેની ચટણી બનાવીને પીવાથી લાભ થાય છે.

યુરિક એસીડને મૂળથી ખતમ કરતો ફોર્મ્યુલા :-

યુરિક એસીડને કારણે થતા દુ:ખાવા, શારીરિક નબળાઈ, કીડનીની પથરી, પેશાબની ખામી, પેશાબનું ઓછું થવું, અટકી અટકીને આવવો, આ દવા તમારે જાતે જ બનાવવી પડશે. આ નુસખાની એક બીજી ખાસિયત છે કે તેને એ લોકો પણ લઇ શકે છે. જેને પેશાબમાં બળતરા, ગરમી, દુર્ગંધની સમસ્યા હોય. શરીર માંથી ટોકસીન કાઢવા માટે પણ તે ઘણો જ અસરકારક નુસખો છે.

નુસખો આ પ્રકારે છે : ચંદ્રપ્રભા વટી ૪૦ ગ્રામ, શુદ્ધ શીલાજીત ૪૦ ગ્રામ, ગોક્ષુરાદી ગુગળ ૪૦ ગ્રામ, શ્વેત પર્પટી ૪૦ ગ્રામ, હજરુલયહુદ ૪૦ ગ્રામ, મુક્ત પીષ્ટિ ૧૦ ગ્રામ, પ્રવાલ પેષ્ટિ ૨૦ ગ્રામ, અકીક પેસ્ટી ૫ ગ્રામ. બધાને સારી રીતે ભેળવીને તેને ગોખરુંની રાબમાં ત્રણ દિવસ ઘોળીને સુકવી લો. પછી ૫૦૦-૫૦૦ મિલીગ્રામના કપ્શ્યુલોમાં ભરીને સુક્ષિત મૂકી દો. આ પાવડર તરીકે પણ લઇ શકો છો. ૧/૨, ૧/૨ ગ્રામની ગોળી પણ બનાવી શકો છો. જો ગોળી બનાવવાની ઈચ્છા હોય તો તમે બધી દવા ન સૂકવો. જયારે ચવનપ્રાસ જેવું ઢીલુ હોય ત્યારે ગોળી બનાવી લો.

લેવાની રીત : ૨-૨-૨ કેપ્સ્યુલ કે ૧-૧ ગ્રામ પાવડર કે ૨-૨-૨ ગોળી, ગોખરું રાબ સાથે ૪-૪ ચમચી સારી રીતે ભેળવીને ખાધા પછી લો. હળવું સુપાચ્ય ખાવાનું જ ખાવું.

યુરિક એસીડના ઘરેલું ઉપાય :

1) ૧ ચમચી અશ્વગંધા પાવડરમાં ૧ ચમચી મધ ભેળવીને ૧ ગ્લાસ હુફાળા દૂધ સાથે પીવો.

2) રોજ રાત્રે સુતા પહેલા ૩ અખરોટ ખાવા.

3) કુવારપાઠું જ્યુસમાં આંબળાનો રસ ભેળવીને પીવાથી આરામ થાય છે.

4) નારીયેલ પાણી રોજ પીવો.

5) ખાધા પછી અડધા કલાક પછી ૧ ચમચી અળસીના બીજ ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

6) બથુઆનું જ્યુસ ખાલી પેટ પીવો. બે કલાક સુધી કાંઈ ન ખાવું અને ના પીવું.

7) અજમો પણ શરીરમાં હાઈ યુરિક એસીડને ઓછો કરવાની સારી દવા છે. એટલા માટે ભોજન બનાવવામાં અજમાનો ઉપયોગ કરો.

8) દરરોજ બે ચમચી સફરજનના સિરકા ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને દિવસમાં ૩ વખત પીવો. લાભ જોવા મળશે.

9) સફરજન, ગાજર અને બીટનું જ્યુસ દરરોજ પીવાથી શરીરનું pH લેવલ વધે છે અને યુરિક એસીડ ઓછું થાય છે.

10) એક મધ્યમ આકારનું કાચું પપૈયું લો, તેને કાપીને નાના નાના ટુકડા કરી લો. બીજને દુર કરી લો. કાપેલા પપિયાને ૨ લીટર પાણીમાં પાંચ મિનીટ માટે ઉકાળો. આ ઉકળેલા પાણીને ઠંડુ કરીને ગાળી લો અને તે દિવસમાં ચાની જેમ ૨ થી ૩ વખત પીવો.

11) લીંબુ પાણી પીવો. તે શરીરને ડીટોકસીફાઈ કરે છે અને ક્રિસ્ટલને ઓગળીને દુર કરી દે છે.

12) કુકિંગ માટે તલ, સરસીયું કે ઓલીવ ઓઈલનો જ ઉપયોગ કરો. હાઈ ફાઈબર ડાયટ લો.

13) જો દુધીની સીઝન હોય તો સવારે ખાલી પેટ દુધીનું જ્યુસ કાઢીને એક ગ્લાસ તેમાં ૫-૫ તુલસી અને ફુદીનાના પાંદડા નાખી લો. હવે તેમાં થોડું સિંધાલુ મીઠું ભેળવી લો. અને તેને નિયમિત પીવો ઓછામાં ઓછું ૩૦ થી ૯૦ દિવસ સુધી. (નોંધ : કડવી દુધીનો ભૂલથી પણ ઉપયોગ ના કરવો તે ઘણી ઝેરી હોય છે)

14) રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ સામાન્ય પાણીમાં અર્જુનની છાલનું ચૂર્ણ એક ચમચી અને તજ પાવડર અડધી ચમચી નાખીને ચાની જેમ બનાવો અને થોડું ચડી જાય એટલે ગાળીને નીચોવીને પી લો. તે પણ ૩૦ થી ૯૦ દિવસ સુધી કરો.

15) ચોબચીનીનું ચૂર્ણની અડધી અડધી ચમચી સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં યુરિક એસીડ દુર થઇ જાય છે.

16) દિવસમાં ઓછામાં ઓછું ૩-૫ લીટર પાણીનું સેવન કરો. પાણી પૂરતા પ્રમાણથી શરીરનું યુરિક એસીડ પેશાબના રસ્તેથી બહાર નીકળી જશે. એટલા માટે થોડી થોડી વારે પાણી જરૂર પિતા રહો.

17) હોમિયોપેથી દ્વારા જયારે પેશાબમાં યુરિક એસીડ અને યુરેટસ વધુ પ્રમાણમાં આવે – (આર્ટીકા યુરેન્સ Q, ૧૦ ટીપા દિવસમાં ૩ વખત લેવા)

યુરિક એસીડમાં પરેજી, દહીં, ચોખા, અથાણું, ડ્રાઈફ્રુટ્સ, દાળ અને પાલખ બંધ કરી દો.

ઓમેગા ૩ ફેટી એસીડનું સેવન ન કરો.

પેનકેક, કેક, પ્રેસ્ટ્રી જેવી વસ્તુઓ ન ખાવી. ડબ્બા બંધ ફૂડ ખાવાથી દુર રહો. દારુ અને બીયરથી દુર રહો.

રાત્રે સુતા સમયે દૂધ કે દાળનું સેવન ઘણું નુકશાનકારક છે. જો દાળ ખાવ છો, તો તે ફોતરા વળી ખાવી, ઓગળેલી દાળ યુરિક એસીડની સમસ્યાનું મુખ્ય કારણ છે અને સૌથી મોટી વાત ખાવાનું ખાતી વખતે પાણી ન પીવું, પાણી ખાધા ના દોઢ કલાક પહેલા કે પછી જ પીવું.

ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રીન્કસ, પેકેજ્ડ ફૂડ, ઈંડા, માંસ, મચ્છી, દારુ અને ધુમ્રપાન એકદમ બંધ કરી દો. તેનાથી તમારી યુરિક એસીડની સમસ્યા, હાર્ટની કોઈ પણ સમસ્યા, સાંધાના દુ:ખાવા, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ઘણો આરામ મળશે.

નીરોગી રહેવા માટે મહામંત્ર :

મંત્ર ૧ :

ભોજન અને પાણીનું સેવન કુદરતી નિયમાનુસાર કરો.

રીફાઇન્ડ મીઠું, રીફાઇન્ડ તેલ, રીફાઇન્ડ ખાંડ અને રીફાઇન્ડ લોટ (મેંદો)નું સેવન ક્યારે પણ ન કરો.

વિકારોને ફેલાવા ન દો (કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા)

આવેગોને ન રોકો  જેવા કે મળ, મૂત્ર, તરસ, હસવું, આંસુ, વીર્ય, અપાનવાયુ, ભૂખ, છીંક, ઓડકાર, વમન, ઊંઘ)

એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ ન કરો. (માટીનું સર્વોત્તમ)

જાડુ અનાજ અને ફોતરા વાળી દાળનું વધુ સેવન કરો.

ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો.

મંત્ર ૨ :

સુપાચ્ય ભોજન જ કરો (જંક ફૂડ ન ખાઓ)

ભોજન પચવા દો. (ભોજન કરતી વખતે પાણી ન પીવો, એક કે બે ઘૂંટડા ભોજન પછી જરૂર પીવો અને દોઢ કલાક પછી પાણી જરૂર પીવો.)

સવારે ઉઠતા જ ૨ થી ૩ ગ્લાસ હુફાળા પાણીનું સેવન કરી શૌચક્રિયા કરવા જવી.

ઠંડુ પાણી કે બરફના પાણીનું સેવન ન કરો.

પાણી હંમેશા બેસીને ચાવી ચાવીને પીવો.

વારંવાર ભોજન ન કરો એટલે કે એક ભોજન પૂરે પૂરું પચ્યા પછી જ બીજું ભોજન કરો.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.