ગયા વર્ષે ૧૨ ડીસેમ્બરના રોજ થયેલા ઇશા અંબાણીના લગ્નના સમાચારો વહેતા રહ્યા હતા. ઈશા અને આનંદ પીરામલના લગ્ન ઘણા ધામધૂમથી થયા હતા. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ આ રોયલ વેડિંગમાં ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો અને આ ૨૦૧૮ ના સૌથી મોંઘા લગ્ન હતા. અંબાણી પરિવારમાં એક વખત ફરી આ દિવસોમાં ખુશીઓનું વાતાવરણ ચાલી રહ્યું છે.
ઈશા ના લગ્ન પછી આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ઈશાના લગ્નમાં તેની થનારી ભાભી શ્લોકા મેહતા દરેક ફંક્શન ઉપર અંબાણી પરિવારની સાથે હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન હીરાના વેપારી રસેલ મેહતાની દીકરી શ્લોકા મેહતા સાથે નક્કી થયા છે. સુત્રોના જણાવ્યા મુજબ વહેલી તકે જ આકાશ અને શ્લોકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકે છે. બન્નેની સગાઈ ગયા વર્ષે જુનમાં થઇ હતી.
૩૦ જુનના રોજ થઇ હતી સગાઈ :-
ગયા વર્ષે જુન ૩૦ ના રોજ શ્લોકા મેહતા અને આકાશ અંબાણીની સગાઈ થઇ હતી. આ સગાઈ માં ફિલ્મ, રાજકારણ અને રમત જગત ના મોટા મોટા કલાકરો જોડાયા હતા. આકાશ અને શ્લોકા ની સગાઈ નું ડીઝીટલ નિમંત્રણ કાર્ડ પણ ઘણું વાયરલ થયું હતું. સુત્રો ના જણાવ્યા મુજબ આવનારા માર્ચ મહિના માં બન્ને ના લગ્ન થઇ શકે છે. હાલ માં શ્લોકા મેહતા મુંબઈ માં શોપિંગ કરતા જોવા મળી છે. એટલે અંદાઝ લગાવવામાં આવી રહ્યો છે કે લગ્ન ની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.
શરુ થયુ લગ્નનું શોપિંગ :-
હાલમાં જ અંબાણી પરિવારની થનારી વહુ શ્લોકા મેહતા મુંબઈના એક ડિઝાઈનર સ્ટોર માંથી બહાર નીકળતા સ્પોટ થઇ. સોસીયલ મીડિયા ઉપર શ્લોકાનો એક ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક સ્ટોર માંથી બહાર નીકળતા જોવા મળી રહી છે. ફોટામાં શ્લોકા ફોટોગ્રાફરની સામે સ્માઈલ કરી રહી છે અને તેણે પિંક કલરનો એક ડ્રેસ પહેર્યો છે.
ઈશા અંબાણીના લગ્નમાં શ્લોકાં દરેક વખતે પોતાની થનારી સાસુ નીતા અંબાણી સાથે જોવા મળતી હતી. બન્નેના જોરદાર બાલ્ડીંગ જોઈને લોકો તેની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા હતા. એટલું જ નહિ દીપવીરના રીસેપ્શન અને નીક્યાંકાની સંગીત સેરેમણીમાં પણ શ્લોકા અંબાણી પરિવારની સાથે જોવા મળી હતી.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ