શું તમે ઓળખો છો શશિ કપૂરની આ પૌત્રીને, સુંદરતાની બાબતમાં આપે છે જાન્હવી-અનન્યાને ટક્કર.

ફિલ્મોથી દૂર રહેતી શશિ કપૂરની આ પૌત્રીને નહિ ઓળખતા હોય તમે, તેનો વિદેશી લુક સુંદરતામાં કપૂર બહેનોને આપે છે ટક્કર.

બોલીવુડ સેલિબ્રિટીઓ તો હંમેશા ચર્ચામાં રહે છે, પણ તેમના સ્ટાર કિડ્સ પણ ઓછા નથી હોતા. સારા અલી, જાન્હવી કપૂર, અનન્યા પાંડે, શનાયા કપૂર અને સુહાના ખાન પણ હંમેશા મીડિયામાં છવાયેલી રહે છે, અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે.

અમુક સ્ટાર કિડ્સે બોલીવુડમાં ડેબ્યું કરી લીધું છે, તો અમુક ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. પણ અહીં અમે એક એવી સ્ટાર કીડની વાત કરી રહ્યા છીએ, જે બોલીવુડ અને ગ્લેમરની દુનિયાથી દુર છે. પોતાના જમાનાના સુપરસ્ટાર શશિ કપૂરની પૌત્રી આલિયા કપૂર ફિલ્મોમાં નથી, પણ તેની સુંદરતાની ખુબ ચર્ચા થઈ રહી છે.

આલિયા કપૂર અભિનેતા શશિ કપૂરના દીકરા અને પ્રખ્યાત ફોટોગ્રાફર કરણ કપૂરની દીકરી છે. જણાવી દઈએ કે, કરણે કનાડિયન લોર્ના સાથે લગ્ન કર્યા હતા, જેને પાછળથી ભારતમાં લૌર્ના કપૂરના નામથી ઓળખવામાં આવી. આ કપલના બે બાળકો છે આલિયા કપૂર અને જચ કપૂર. આલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાના ફોટા શેયર કરતી રહે છે. તે ફિલ્મી દુનિયાથી ઘણી દુર છે અને જીવનની પોતાની રીતે મજા લઇ રહી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આલિયાના ફોટા ઘણા પસંદ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે, તે સુંદરતામાં કરીના અને કરિશ્માને ટક્કર આપે છે. તેના ફોટા પર યુઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેના ફોટામાં તેનો બોલ્ડ લુક દેખાઈ રહ્યો છે. તે ઘણી હદ સુધી પોતાની માં જેવી જ દેખાય છે.

આલિયાના પિતા કરણ કપૂર પણ ફિલ્મી દુનિયાથી અલગ જ રહે છે. ગ્લેમર વર્લ્ડને છોડીને તે લંડનમાં સેટલ થઈ ગયા હતા. આલિયા પણ પોતાના માતા-પિતા સાથે જ રહે છે. તેનું બાળપણ લંડનમાં જ પસાર થયું છે. જોકે, વિદેશમાં રહેવા છતાં તે ભારતમાં આવેલા પોતાના પરિવાર સાથે ઘણી જોડાયેલી છે. તૈમુરના જન્મ પર આલિયા પટૌડી હાઉસમાં આવી હતી. ત્યાં તે પોતાના પિતા સાથે ફેમિલી ગેટ ટુગેધરમાં શામેલ થઈ હતી. આલિયાનો પોતાની બહેનો સાથે ઊંડો સંબંધ છે.

જણાવી દઈએ કે, શરૂઆતી સમયમાં કરણ કપૂરે ફિલ્મોમાં નસીબ અજમાવ્યું હતું, પણ તે પોતાના પિતાની જેમ સફળ નહિ થઈ શક્યા. શશિ કપૂરે તેમને એક ફિલ્મમાં લોંચ કર્યા હતા. તે ઉત્તમ મોડલ પણ રહી ચુક્યા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.