આ વસ્તુ અપવિત્ર હોવા છતાં પણ શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે પવિત્ર.

હિંદુ ધર્મની વિશેષતા એ છે કે તે તમામ ધર્મોમાં પ્રાચીન અને સમૃદ્ધ ધર્મ માનવામાં આવે છે. તેમાં જ્ઞાનનો ભંડાર આપણા ધર્મ અને ગ્રંથ છે. વૈદ પુરાણ, ઉપનિષદ વગેરે શાસ્ત્ર મહાન જ્ઞાનથી ભરેલા પડ્યા છે. વૈદો પુરાણોમાં ન માત્ર ધાર્મિક જ્ઞાન ભરેલું પડ્યું છે પરંતુ તે આખી દુનિયા માટે તત્વ જ્ઞાનનો સૌથી પ્રથમ સ્ત્રોત છે. વેદો પહેલા આ ધરતી ઉપર કોઈ પણ જ્ઞાન નહોતું લખવામાં આવ્યું. આજે અમે તે જ્ઞાન શાસ્ત્રોના આધાર ઉપર થોડી તત્વ જ્ઞાનની વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

હિંદુ ધર્મમાં પવિત્રતાનું એક વિશેષ મહત્વ છે, થોડી એવી વસ્તુ જે જોવામાં ઘણી ગંદી લાગે છે, પરંતુ હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ હિંદુ ધર્મની ગીતા, મહાભારતમાં પણ કરવામાં આવે છે. એવી અપવિત્ર વસ્તુ જેના સ્પર્શ કરી મૃત્યુ પામતા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું આપણે નથી કરી રહ્યા પરંતુ વેદો પુરાણોના મહાન યોદ્ધાઓએ વાતને ઊંડાણ પૂર્વક અધ્યયન કર્યું અને જણાવ્યું છે જાણો તે કઈ વસ્તુઓ છે. જેનું જો ઊંડાણ પૂર્વક અધ્યયન કરવામાં આવે તો અપવિત્ર માનવામાં આવતા હોવા છતાં પણ પવિત્ર માનવામાં આવે છે.

પાંચ વસ્તુ એવી છે, જે અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર છે.

સંસ્કૃત શ્લોક –

उच्छिष्टं शिवनिर्माल्यं

वमनं शवकर्पटम् |

काकविष्टा ते पञ्चैते

पवित्राति मनोहर||

૧. ઉચ્છીષ્ટ – ગાયનુ દૂધ

ગાયનું દૂધ પહેલા તેનું બછ્ડું પીઈને ઇચ્છીષ્ટ કરે છે એટલે ગૌમાતાના થાનોને મોઢું લગાવીને તેને એઠું કરે છે. પછી માણસ દૂધ કાઢીને પીવે છે. આ દૂધને ભગવાન શિવ ઉપર ચડાવવામાં આવે છે.

૨. શિવ નિર્માલ્ય

ગંગાનું જળ ગંગાજીનું અવતરણ સ્વર્ગ સાથે સીધું શિવજીના મસ્તક ઉપર થયું. નિયમાનુસાર શિવજી ઉપર ચડાવવામાં આવેલી દરેક વસ્તુ નિર્માલ્ય છે પણ ગંગાજળ પવિત્ર છે.

૩. વનનમ વમન એટલે ઉલટી – મધ

મધમાખી જયારે ફૂલનો રસ લઇને પોતાના મધપુડા ઉપર આવે છે. ત્યારે તે પોતાના મોઢા માંથી તે રસને મધના રૂપમાં ઉલટી કરે છે, પરંતુ છતાં પણ તેને પવિત્ર કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે.

૪. શબ કર્પટમ – રેશમી વસ્ત્ર

ધાર્મિક કર્યોમાં સંપાદિત કરવા માટે પવિત્રતાની જરૂર રહે છે. રેશમી વસ્ત્રને પવિત્ર માનવામાં આવે છે. પણ રેશમને બનાવવા માટે રેશમી કીડાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે અને તેનું મૃત્યુ થઇ જાય છે, ત્યાર પછી રેશમ મળે છે. તો થયું શબ કર્પટ છતાં પણ પવિત્ર છે.

૫. કાક વિષ્ટા – કાગડાનું મળ

કાગડા પીપળાના ઝાડના ફળ એટલે કે ટેટા ખાય છે અને તે ઝાડના બીજ પોતાની વિષ્ટામાં આમ તેમ છોડી દે છે. જે માંથી બીજા ઝાડની ઉત્પત્તિ થાય છે, તમે જોયું હશે કે ગમે ત્યાં પીપળાના ઝાડ ઉગે છે, પીપળો કાગડાના વિષ્ટાના બીજ માંથી જ ઉગે છે, જો તમે પીપળાના બીજ વાવશો તો નહિ ઉગે પણ કાગડાની વિષ્ટાના બીજ જ્યાં પડશે ત્યાં ઉગશે. છતાં પણ પવિત્ર છે.

આ માહિતી જીના શીખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.