બહાર જતા જ શેફાલી બગ્ગાએ ખોલ્યા બિગ બોસના ઘરના રહસ્ય, પાર્લર-કપડાં અને ફોનની જણાવી દીધી હકીકત

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 13 માંથી ઘણા કંટેસ્ટન્ટ આઉટ થઈ ચુક્યા છે. આમાંથી એક શેફાલી બગ્ગા પણ છે. ટ્રિપલ એલિમિનેશનમાં શેફાલીની સાથે ઘરમાંથી રશ્મિ દેસાઈ અને દેબોલિના બહાર થઇ હતી. પછી દેબો અને રશ્મિને બિગ બોસના ઘરમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. હવે ઘરની બહાર આવ્યા પછી શેફાલીએ ઘણા ખુલાસા કર્યા છે.

શેફાલીએ જણાવ્યું કે, ઘરની અંદર લોકો કેવી રીતે તૈયાર થાય છે? અને તેમના ડિઝાઈનર કપડાં ક્યાંથી આવે છે? શેફાલી બગ્ગાની એક યુટ્યુબ ચેનલ છે, જેમાં તે હંમેશા પોતાની લાઇફસ્ટાઇલ અને વિચારને લઈને વિડીયો શેયર કરતી રહે છે. બિગ બોસના ઘરથી બહાર થયા પછી પહેલી વખત શેફાલીએ પોતાની ચેનલ પર વિડીયો શેયર કર્યો છે.

જેમાં તેમણે બિગ બોસના ઘરની ઇનસાઇડ સ્ટોરી સંભળાવી છે. શેફાલીને પૂછવામાં આવ્યું હતું કે, ઘરમાં પાર્લર છે? આના પર તેમણે જણાવ્યું કે, નહિ બોસ, ઘરમાં પાર્લર નથી, પોતે જ તૈયાર થવું પડે છે. મેં જોયું છે કે જેટલા પણ કન્ટેસ્ટન્ટ છે બધા તૈયાર થવામાં માસ્ટર છે, અને અમે એકબીજાની મદદ પણ કરીએ છીએ.

આઈબ્રોઝ, વેક્સિંગ અને અપર લિપ માટે અમે પોતાની વસ્તુઓ લઈને અંદર જઈએ છીએ. ડિઝાઈનર કપડાંની વાત કરતા શેફાલીએ જણાવ્યું કે, અમારા કપડાં દર અઠવાડિયે ઘરમાં આવે છે. અમારા ડિઝાઈનર દર અઠવાડિયે કપડાં મોકલી દે છે, વિકેન્ડના પણ. શેફાલીએ જણાવ્યું કે, બિગ બોસના ઘરમાં ફોનનો ઉપયોગ કરી શકતો નથી.

ઘરમાં એક બે વખત સ્પોન્સર્ડ ફોન મોકલવામાં આવે છે, પરંતુ તેનામાં નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્શન હોતું નથી. અમને ફક્ત ટાસ્ક માટે જ ફોન આપવામાં આવતા હતા. આ ફોન કોઈ બીજા સભ્યને આપવા અને તેમાં છેડછાડ કરવાની પણ અનુમતિ નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડીયો ભાગ 1 :

વિડીયો ભાગ 2 :