ખેતરમાં ૧૯ ફૂટની શેરડી ઉગાડે છે આ ખેડૂત, લે છે ૧૦૦૦ ક્વિન્ટલ શેરડી નો પાક જાણો કેવીરીતે

ભારતમાં ખેડૂત કાયમથી પોતાની ઉપજને લઈને ચિંતિત રહે છે અને ચિંતિત કેમ ન હોય? ક્યારેક તેમનો પાક નિષ્ફળ થઇ જાય છે તો ક્યારેક તમની ઉપજના ભાવ ઓછા મળે છે.

ખાસ કરીને શેરડીના ખેડૂતો પોતાના પાકનું યોગ્ય વળતર ન મળવાના કારણે વધુ મુશ્કેલી માં રહે છે. તે હમેશા તેનો જ વિચાર કરે છે કે કદાચ આ વર્ષનાં પાકથી તે એટલું કમાઈ શકે કે ગયા વર્ષનું દેવું ચૂકવી શકે.

પરંતુ મુંબઈ થી લગભગ ૪૦૦ કિલો મીટર દુર સાંગલી જીલ્લા ના તહસીલ વાલવા માં કારનબાડી ના સુરેશની કહાની કઈક જુદી છે.

શેરડીની ઉપજ કરી બધાને કરી દીધા ચકિત

આ ખેડૂત બીજા ખેડૂતોની તુલનામાં વધુ પૈસા કમાઈ રહ્યો છે તે પણ સામાન્ય પોતાના ખેતરમાં થોડો ફેરફાર કરીને. તેમણે પોતાના ખેતરમાં ફેરફાર કર્યો પહેલા કરતા વધુ ખેતીમાંથી નફો થવા લાગ્યો.આજે પરિસ્થિતિ એવી છે કે આ ખેડૂત આજે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે.

સુરેશ પોતાના ખેતરમાં એવી કરામત કરી રહ્યો છે કે મહારાષ્ટ્ર,કર્નાટક,યુપી સુધી ના ખેડૂતો તેનું અનુકરણ કરે છે. તેની આ ટેકનીક નો ઉપયોગ કરવા વાળા માં પાકિસ્તાનના પણ ખેડૂતો સામેલ છે.

કરોડોમાં કરી રહ્યો છે કમાણી

સુરેશ શેરડીનું વર્ષમાં ૫૦-૭૦ લાખની કમાણી કરે છે,જયારે હળદર અને કેળા સાથે મળીને તે વર્ષમાં એક કરોડથી વધુ નું કામ કરે છે. ગયા વર્ષે તેને એક એકર શેરડી બીજ માટે ૨ લાખ ૮૦ હજાર માં વેચ્યું હતું. ૨૦૧૬ માં એક એકર શેરડી ના બીજ તે ૩ લાખ ૨૦ હજારમાં પણ વેચી ચુક્યો છે. પરતું થોડા વર્ષો પહેલા સુધીં તે પણ તે પરેશાન ખેડૂતોમાં સામેલ હતો જે પુષ્કળ પૈસા લગાડવા છતાં પણ સારું ઉત્પાદન મેળવી શકતા ન હતા.

ખેતરમાં કર્યો થોડો ફેરફાર

સુરેશ નવમું પાસ છે પરતું ખેતી કોઈ વેજ્ઞાનિક ની જેમ કરે છે. સારી વેરાયટી (કિસ્મ) ની શેરડીને રોપવા માટે તે એપ્રિલ-મેં થી લઈને જુલાઈ સુધી ખેતર તૈયાર કરે છે. ૧૫ ઓગસ્ટ થી ટ્રે માં બડ (અંકુર) ઉગડવાનું શરુ કરી દે છે. તેના પછી ૧૫ સપ્ટેમ્બર થી ખેતરમાં નક્કી કરેલ જગ્યા રાખી પ્લાન્ટેશન કરી દે છે. “હવે હું ટીશું કલ્ચર થી પણ શેરડી ઉગાડવા લાગ્યો છું. મારા વિસ્તારમાં કેળાનું ટીશું કલ્ચર બનાવવાનું ફાર્મ છે હું તેમા મારા ખેતર માં સૌથી સારો એક શેરડી થી ટીશું બનાવરાવું છું, જેનો ત્રણ વર્ષ સુધી પાક લઉં છું.”

તે જણાવે છે કે કોઈ પણ પાક માટે જમીન અને સારા બીજ હોવા ખુબ જ જરૂરી હોય છે, “હું આ બન્ને ને ખુબ જ મહત્વ આપું છું. હું મારા બીજ જાતે તૈયાર કરું છું,સારી પદ્ધતિ થી ખેતરને ખેડી, ખાતર પાણીની વ્યવસ્થા કરું છું.”

સુરેશ બીજ માટે ખેતરમાં ૯-૧૧ મહિના પાક રાખે છે તો મિલ માટે ૧૮ મહિના સુધી શેરડી ખેતરમાં રાખે છે. તે કહે છે કે ખેડૂતે પેડી ની શેરડી ન રોપવી જોઈએ.મહારાષ્ટ્રમાં તમામ ખેડૂતો તેની ટેકનીક અપનાવી રહ્યા છે.

આખા ખેતરમાંથી પસંદ કરેલા ૧૦૦ શેરડીમાં થી એક થી બને છે ટીશું કલ્ચર

ટીશું કલ્ચર એટલે કે એક કોઈ છોડને ઉતક કે કોશીકાઓ પ્રયોગશાળા ની વિશેષ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે, જેમાં પોતે જ રોગ રહિત વધવા અને પોતાની જેમ બીજા છોડ ઉત્પન કરવાની ક્ષમતા હોય છે. સુરેશ પોતાના આખા ખતરમાંથી ૧૦૦ સારા (મોટા,લાંબા અને રોગ રહિત)શેરડી પસંદ કરે છે. તેમાં ૧૦ તે સ્થાનિક લેબમાં લઇ જાય છે,જ્યાં વેજ્ઞાનિક એક શેરડી પસંદ કરે છે અને તેમાંથી એક વર્ષમાં ટીશું બનાવીને આપે છે.

સુરેશ જણાવે છે,તેના માટે લગભગ ૮ હજાર રૂપિયા લેબમાં આપું છું, તે જે છોડ બનાવીને આપે છે, જેને એફ-૧ કહેવામાં આવે છે પહેલા વર્ષ મા ઓછું ઉત્પાદન થાય છે પરંતુ બીજા વર્ષથી એફ-૨ પીરીયડ અને ત્રીજા એફ-૩ માં ખુબ જ્સરું ઉત્પાદન થાય છે. ત્યાર પછી હું આ શેરડી નું બીજી વખત બીજ નથી બનાવતો. ટીશું કલ્ચર થી ઉગાડવામાં આવેલ શેરડીની પેડી માં ઉપયોગ નથી થતો.