આ છે શેરડીનું ઓટોમેટીક મશીન, આનાથી શેરડી ને વારંવાર નાખવી નહિ પડે અને ગંદકી પણ નહિ દેખાય

આપણી આસપાસ શહેરોમાં ઘણા જ શેરડી નો રસ કાઢવાના મશીન જોયા હશે. ખાસ શેરડીનો રસ કાઢવા માટેના મશીનને ચલાવવા માટે ડીઝલ એન્જીન લગાવેલ હોય છે કે પાવર સપ્લાય આપેલો હોય છે જે ખુબ જ અવાજ અને પદુષણ ફેલાવે છે. અને આ મશીનનો આકાર અને વજન પણ ઘણો હોય છે સાથે સાથે તમે તેને કોઈ બંધ દુકાનમાં નથી લગાવી શકતા કેમ કે તેનાથી દુકાનમાં ધુમાડો ભરાઈ જશે. તે સિવાય હાથથી ચલાવી શકાય તેવા મશીનો પણ આવે છે જેમાં ખુબ મહેનત અને તાકાત પડે છે.

તેવામાં ખેડૂત એગ્રો માર્ટ કંપની એક ખુબ જ સારું વીજળીથી ચાલતું મશીન લઈને આવ્યા છે. આ મશીન ની ખાસ વાત એ છે કે નાનું હોવાની સાથે સાથે આ મશીન બિલકુલ પદુષણ નથી ફેલાવતું. કેમ કે આ મશીન સંપૂર્ણ ઓટોમેટીક છે. આ મશીન ગોદરેજ કંપનીનું 1 HP નું સિંગલ ફેસ મોટર ઉપર વીજળીથી ચાલે છે.

આ મશીન સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલ છે અને બીજા મશીનોની જેમ શેરડીને વારંવાર નાખવી પડતી નથી આ મશીનમાં 3 રોલ હોય છે જેનાથી ફક્ત એક વારમાં જ આ મશીન એકદમ ચોખ્ખો શેરડીનો રસ તૈયાર કરી આપે છે.
આ મશીન એક મીનીટમાં એક લીટર થી વધુ રસ કાઢે છે, તેનું આ મોડલ કચરાપેટી સાથે પણ આવે છે. જેની અંદર શેરડીનો કચરો પોતાની જાતે જ જતો રહે છે અને બિલકુલ ગંદકી ફેલાતી નથી. આ મશીનને તમે તમારી દુકાન, ઘર કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. આ મશીનની કિંમત લગભગ 90 હજાર રૂપિયા છે.વધુ જાણકારી માટે તમે ખેડૂત એગ્રો માર્ટ કંપની ના આ નંબર ૦૯૦૩૩૩૨૯૬૬ ઉપર સંપર્ક કરી શકો છો.

આ મશીન કેવી રીતે કામ કરે છે તે માટે આ વિડીયો જુઓ

નોંધ : બીજી પણ ઘણી કંપનીઓ છે જે આવું મશીન બનાવે છે મહેરબાની કરને કોઈ મશીન ખરીદતા પહેલા તમે ચકાસી લેશો અમારો કેવાનો અર્થ માત્ર તમને નવા મશીન થી માહિતગાર કરવા નો છે. કે પછી તમે થોડો જુગાડ અને જાણકારી લઇ ને જાતે પણ બનાવી શકશો

વિડીયો : (વિડીઓ લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.