શેરીના કુતરાને રોજ રોટલી ખવરાવતી હતી છોકરી, એક દિવસ કુતરાએ બચાવી છોકરીની આબરૂ.

આજકાલ સ્ત્રીઓ સાથે છેડતી અને બળાત્કારની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે, અને તેને અટકાવવા માટે આપણી પણ સર્વની ફરજ છે, અને આવી ઘટનાઓ ન બને તેવા આપણે પણ પ્રયાસ કરવા જોઈએ, તો જ આપણા સમાજ માંથી આવી ઘટના બનવાનું દુષણ દુર થશે, આજે અમે તમને આવી જ એક ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, અને આ ઘટનાની વિશેષતા એ છે કે તેમાં માણસ તો મદદ માટે નથી આવતો પરંતુ એક જાનવર મદદ માટે આવે છે, આવો જાણીએ આખી ઘટના વિસ્તારથી.

રાજસ્થાનમાં એક કુતરાને લીધે એક છોકરીની આબરૂ બચી ગઈ. અહિયાં એક વ્યક્તિ ખરાબ ઈરાદા સાથે એક છોકરીના ઘરની અંદર ઘુસી ગયો હતો. એ પહેલા કે તે પોતાના ઈરાદામાં સફળ થાય શેરીનો એક કુતરો છેડતી કરી રહેલા વ્યક્તિ ઉપર તૂટી પડ્યો, ત્યાર પછી તેને ત્યાંથી ભાગવા માટે મજબુર થવું પડ્યું.

રવિવાર બપોરના સમયે છોકરી પોતાના રૂમમાં આરામ કરી રહી હતી. ત્યારે એક વ્યક્તિ ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે છેડતી કરવા લાગ્યો. જેવી જ કુતરા શેરુ એ આરોપીને છોકરી સાથે છેડતી કરતો જોયો, તે તેની ઉપર તૂટી પડ્યો. કુતરા એ આરોપી ઉપર છલાંગ લગાવી ને તેને છોકરીથી દુર કરી દીધો. તે દરમિયાન આરોપીએ કુતરા ઉપર ચાકુથી હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ કુતરો પાછો ન પડ્યો અને આરોપીએ ભાગવું પડ્યું.

વ્યક્તિના હુમલામાં કુતરાનો એક પગ લોહી લોહાણ થઇ ગયો, તેમ છતાં તેણે પોતાની વફાદારી દેખાડીને છોકરીની આબરૂ બચાવી લીધી. છોકરી એ પોતાના પાડોશી ઉપર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. છોકરીનો આરોપ છે કે કોઈ પણ વખતે લોકોને હેરાન કરતો રહે છે. તે છોકરી એ જણાવ્યું કે શેરુ તેની શેરીમાં રહે છે. જેને તે રોજ ખાવાનું ખવરાવે છે. પોલીસે તે બાબતમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યા પછી તપાસ શરુ કરી દીધી છે.

કુતરા પણ કેટલા વફાદાર હોય છે કે એક રોટલી ખવડાવીએ તો એનો બદલો જીંદગીભર ચુકવતા રહે છે. અને હંમેશા યાદ રાખીને પોતાની વફાદારી અદા કરતા રહે છે. જયારે માણસ જાતની વાત કરીએ તો એ પોતાની માણસાઈ ભૂલીને અધર્મનું આચરણ કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.