શર્લિન ચોપડાએ ઉજાગર કર્યું રહસ્ય, બોલીવુડમાં ‘ડિનર’ નો આવો થાય છે અર્થ, “મારી…”

‘ડિનર’ નો બોલીવુડની કોડ વર્ડ ભાષામાં આવો ગંદો અર્થ થાય છે, હમણાં જ શર્લિન ચોપડાએ કર્યો ઘડાકો.

શાર્લિન ચોપરાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેની કારકિર્દીની શરૂઆતમાં તેને કામ માટે શું શું સહન કરવું પડ્યું હતું.

મુંબઇ- શાર્લિન ચોપરા તેની બોલ્ડ શૈલી માટે જાણીતી છે. હંમેશાં તે કંઈક એવું કરી જાય છે, અથવા કહી જાય છે, જે તેને હેડલાઇન્સમાં લાવે છે. બોલિવૂડમાં પ્રવેશ સાથે જ તેણે પોતાની બોલ્ડ એક્ટિંગથી લોકોને તેના દિવાના બનાવ્યા. હાલના દિવસોમાં ફિલ્મી દુનિયામાં કાસ્ટિંગ કાઉચને લઈને ઘણી વાતો સામે આવી, અભિનેત્રીઓએ ગ્લેમરથી ભરેલી આ દુનિયાનું સત્ય અને તેમના અનુભવ વિશ્વની સામે શેર કર્યા.

હવે આ બાબત ઉપર અભિનેત્રી શર્લિન ચોપડાએ ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેણે કામ માટે શું શું સહન કરવું પડ્યું હતું? તે જણાવ્યું હતું કે કાસ્ટિંગ કાઉચના ફિલ્મ જગતમાં કયો કોડવર્ડનો ઉપયોગ થાય છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગ્લેમરની એકદમ અલગ દુનિયા છે. ગ્લેમરની આ દુનિયામાં કાસ્ટિંગ કાઉચની ચર્ચાની વાતો પણ સામે આવે છે. હવે આ અંગે હિરોઈન શર્લિન ચોપરાએ ખુલીને વાત કરી છે. શર્લિન ચોપરાએ જણાવ્યું હતું કે જ્યારે તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી રહી હતી, ત્યારે તેને ફિલ્મ નિર્માતાએ તેમને મધ્યરાત્રિએ ‘ડિનર’ માટે બોલાવી હતી.

શર્લિન ચોપરાએ તાજેતરમાં જ કાસ્ટિંગ કાઉચ વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતા. કોઈમોઇને આપેલ ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં જ્યારે મેં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને કોઈ મને ઓળખતું ન હતું ત્યારે હું ફિલ્મ નિર્માતાઓને કહેતી હતી કે મારી ક્ષમતાઓ જુવે, જે હું મારી જાતે જોઉં છું.

હું મારા પોર્ટફોલિયો સાથે તેમની પાસે ગઈ અને તેમણે મને કહ્યું હતું, ‘સારું, ઠીક છે, આપણે મળીએ છીએ ડિનર ઉપર મને લાગતું હતું કે કદાચ તે એ ડીનર હશે. જે આપણે બધા બાળપણથી જ જાણીએ છીએ. તેથી હું પૂછતી હતી કે મારે ક્યારે ડિનર માટે આવવું જોઈએ, પછી તે મને રાત્રે 11 કે 12 વાગ્યે આવવા માટે કહેતા હતા.

‘ડિનર’ ને તે લોકો વાસ્તવિક અર્થ કમ્પ્રોમાઈઝ કરતા હતા. જ્યારે આવું ચારથી પાંચ વખત બની ગયું ત્યારે મને સમજાયું કે ‘ડિનર’ નો સાચો અર્થ શું હોય છે. ‘ડિનર’નો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્થ થાય છે ‘મારી પાસે આવ બેબી’.

શાર્લીને આ વાતચીતમાં આગળ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓના અપેક્ષા જાણ્યા પછી હું તેમને ના પાડવા લાગી ગઈ કે તેમને તેમાં કોઈ રસ નથી. ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે ‘ડીનર’ જ નથી કરવું. પછી જ્યારે પણ હું કામ માટે જતી અને કોઈ પણ મારી સાથે તે કોડવર્લ્ડ સાથે વાત કરતા ત્યારે હું કહેતી હતી કે ‘હું ડિનર નથી કરતી, મારે ડાયટ ચાલે છે. તમે સવારના નાસ્તામાં બોલાવો. લંચ માટે બોલાવો અને તે પછી તેનો ક્યારેય જવાબ આવ્યો ન હતો.

તમને જણાવી દઇએ કે, ભૂતકાળમાં તેમણે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. એક ઈન્ટરવ્યુંમાં અભિનેત્રીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિશે પણ ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે રામ ગોપાલ વર્માએ તેને એક પુખ્ત ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી અને અભદ્ર સંદેશા પણ મોકલ્યા હતા. શાર્લીન ચોપડાએ રામ ગોપાલ વર્મા ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં બહારથી આવતા કલાકારો સામે ભેદભાવ કરી શોષણ કરવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.