કોરોના વાયરસના ભય વચ્ચે શિવલિંગને પહેરાવ્યું માસ્ક, ભક્તોને મૂર્તિનો સ્પર્શ ના કરવા પણ કહ્યું.

જે બધાનું રક્ષણ કરે છે, તેમને જ હવે પહેરવામાં આવ્યું માસ્ક, જાણો કઈ જગ્યાએ શિવલિંગને પહેરાવ્યું માસ્ક

કોરોના વાયરસના આતંકથી આખી દુનિયા દુઃખી છે અને આ રોગના વિનાશથી બચવા માટે લોકો ખુબ જ સાવચેતી રાખી રહ્યા છે. જો કે, સાવચેતી રાખ્યા પછી પણ વાયરસને ફેલાતો અટકાવવો અશક્ય બની રહ્યો છે અને હવે આ વાયરસ ભારતમાં પણ આવી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના 47 કેસ સામે આવી ગયા છે.

ભારત સરકાર આ વાયરસને ફેલાતો અટકાવવા માટે કડક પગલા લઈ રહી છે અને ભારત સરકારની જેમ એક પુજારીએ પણ આ વાયરસને રોકવાની પહેલ શરૂ કરી છે. આ પુજારીએ ભગવાનના રક્ષણ અને આ વાયરસથી બચાવવાની જવાબદારી લીધી છે અને શિવલિંગ ઉપર માસ્ક પહેરાવી દીધો છે. જેથી શિવલિંગને આ વાયરસ ન લાગી શકે. આ પુજારી વારાણસીના એક મંદિરના છે અને આ પુજારીના જણાવ્યા અનુસાર તેમના આ હેતુને પૂર્ણ કરવા માટે આવું કર્યું છે.

પહલાદેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કૃષ્ણ આનંદ પાંડેએ કોરોના વાયરસના વધતા ભય વચ્ચે આ મંદિરમાં સ્થાપિત શિવલિંગને માસ્ક પહેરાવ્યો છે. વળી, આ મંદિરમાં આવતા ભક્તોને શિવલિંગને સ્પર્શ ન કરવા જણાવ્યું છે. ખરેખર, પુજારી કૃષ્ણ આનંદ પાંડેના જણાવ્યા મુજબ, તે શિવલિંગને એક હેતુ માટે માસ્ક પહેરારાવી રહ્યા છે.

કૃષ્ણા આનંદ પાંડેના જણાવ્યા મુજબ, સમગ્ર દેશમાં કોરોના વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે અને લોકોમાં એટલી જાગૃતિ નથી. તેથી જ તેઓ શિવલિંગને માસ્ક પહેરાવી રહ્યા છે. જેથી લોકો કોરોના વાયરસથી જાગૃત થઈ શકે અને લોકો શિવલિંગને માસ્ક પહેરેલા જોઈ અને તે પહેરવાનું શરુ કરી દે.

પૂજારી કૃષ્ણા આનંદ પાંડેએ જણાવ્યું હતું કે જેવી રીતે અમે ગરમીમાં મંદિરમાં એ.સી. મૂકીએ છીએ અને શિયાળામાં ભગવાનને કપડાં પહેરાવીએ છીએ. તે જ રીતે, કોરોના વાયરસના કારણે શિવલિંગને માસ્ક પહેરાવવામાં આવ્યા ગયા છે.

લોકોને મૂર્તિને સ્પર્શ ન કરવાની કરી અપીલ

પહેલાદેશ્વર મહાદેવ મંદિરમાં જે લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે. તે લોકોને શિવલિંગને સ્પર્શ ન કરવા અપીલ કરવામાં આવી છે. પુજારી કૃષ્ણા આનંદ પાંડેના જણાવ્યા મુજબ આ અપીલ એટલા માટે કરવામાં આવી રહી છે. જેથી આ વાયરસન ફેલાય.

જો કોઈ ભક્તો આ મૂર્તિને સ્પર્શે છે, તો વાયરસ ફેલાવાની સંભાવના વધી જશે. તેથી જ એવું કરવામાં આવ્યું છે. તે આ પહેલને કારણે આ મંદિરમાં પૂજા કરવા આવતા ઘણા ભક્તોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું છે અને તેઓ માસ્ક પહેરીને જ ભગવાનની પૂજા કરી રહ્યા છે.

આ વાયરસ દેશમાં ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે

દેશમાં સોમવાર સુધીમાં કોરોના વાયરસના કુલ 47 કેસ નોંધાયા છે. તાજેતરમાં દુબઈથી પરત આવેલા બે લોકોમાં આ ચેપ લાગ્યો છે. આ બંને લોકો પુણે આવ્યા હતા અને આ બંનેમાં ચેપ લાગ્યાં બાદ તેઓને પુણેની નાયડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર વાયરસને રોકવા માટે દેશમાં જુદા જુદા સ્થળોએ તપાસ માટે લેબ બનાવવામાં આવી છે. 6 માર્ચ સુધીમાં, 4,058 નમૂનાઓની તપાસ કરવામાં આવી ચુકી છે અને આ નમૂનાઓમાં ચીનના વુહાન શહેરથી લાવવામાં આવેલા 654 લોકોનાં 1,308 નમૂના પણ શામેલ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.