શીખ દંપતીએ ઓસ્ટ્રેલિયામાં કર્યું ભારતનું નામ રોશન, આગ દુર્ઘટનાથી પીડિત લોકોને ખવડાવ્યા કઢી ભાત.

દક્ષીણ-પૂર્વી ઓસ્ટ્રેલીયાના જંગલ છેલ્લા ચાર મહિનાથી આગની ઝપટમાં આવી ગયું છે. તેવામાં ઘણા લોકો આ આગની હોનારતને લીધે બેઘર પણ બની ગયા છે. તેવામાં આ બેઘર અને જરૂરિયાત વાળાની મદદ માટે ભારતના નિવાસી એક દંપત્તિ આગળ આવ્યું છે. આ દંપત્તિ પૂર્વી વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રીલ’ નામનું એક રેસ્ટોરેન્ટ ચલાવે છે. તેવામાં આ લોકો પોતાની રેસ્ટોરેન્ટ માંથી ખાવાનું આ આગથી બેઘર બનેલા સેંકડો લોકોમાં વહેચી રહ્યા છે.

સીખ વોલેંટીયર્સ ઓસ્ટ્રેલીયા નામની મેલબોર્ન આવેલી ચેરીટીમાં હાલના દિવસોમાં ઘણા શરણાર્થી આશરો લઇ રહ્યા છે. આ કામચલાઉ શિબિરમાં તે લોકો છે. જે ઓસ્ટ્રેલીયામાં લાગેલી આગથી પ્રભાવિત થયા છે. આ આગને કારણે જ તેમના ઘર બળીને રાખ થઇ ગયા. તેવામાં તેની પાસે ન તો રહેવા માટે જગ્યા છે અને ન તો ખાવાના પૈસા છે. તેની આ દયાજનક સ્થિતિમાં ભારતીય આ શીખ તારણહાર બનીને આવ્યા છે અને આપણા દેશનું નામ ઉજવળ કરી રહ્યા છે.

આ દંપત્તિ પોતાના રેસ્ટોરેન્ટમાં ખાવાનું બનાવીને તે એનજીઓને આપે છે. પછી તે એનજીઓ સાથે જોડાયેલા લોકો તે બેઘર થયેલા લોકોને ભરપેટ ભોજન કરાવે છે. જાણકારી મુજબ આ શીખ દંપત્તિ ઓસ્ટ્રેલીયામાં છેલ્લા છ મહિનાથી રહે છે. રેસ્ટોરેન્ટ ચલાવવાવાળા કંવલજીત જણાવે છે કે આ અમારું સદભાગ્ય છે કે અમે અમે અમારા સાથી ઓસ્ટ્રેલીયાના લોકોની મદદ માટે આગળ આવ્યા. આ આગને કારણે જ ઘણા લોકો પ્રભાવિત થયા છે. તેવામાં તેને ભરપેટ ભોજન અને રહેવા માટે આશરાની જરૂર છે.

આ મદદને લઈને વિચાર રજુ કરતા જણાવે છે કે અમે એક શીખ છીએ અને તે રીતે જ જીવન જીવીએ છીએ. અમે અહિયાં જે કરી રહ્યા છીએ તેવું જ બીજા નાગરિક પણ કરી રહ્યા છે. તેવામાં હાલમાં અમે આજથી પ્રભાવિત થયેલા લોકોની સેવા અને પ્રાર્થના કરવી જોઈએ. દંપત્તિની ટીમમાં જોડાયેલા વોલેંટીયર્સએ એક દિવસમાં જ લગભગ ૫૦૦ લોકોનું ભોજન રીયર કરાવી વહેચ્યું હતું. આ ટીમ એક દિવસમાં ૧૦૦૦ લોકોને ભરપેટ ખાવાનું ખવરાવવામાં સક્ષમ છે.

હજુ સુધી દક્ષીણ પૂર્વી ઓસ્ટ્રેલીયાના જંગલના ૧.૨૩ કરોડ એકર ક્ષેત્ર આગની ઝપટમાં આવીને બળીને રાખ થઇ ચુક્યા છે. તેવામાં ઓસ્ટ્રેલીયાની સરકાર આ સીઝનમાં ત્રણ વખત કટોકટી જાહેર કરી ચુકી છે. આ આગના કારણે જ હજારોની સંખ્યામાં લોકો પોત પોતાના ઘર છોડી ભાગી રહ્યા છે.

આ આગને કારણે અત્યાર સુધી ૨૧ લોકોના જીવ પણ જઈ ચુક્યા છે. તેમાં ત્રણ લોકો તો સંપૂર્ણ બળી ગયા હતા, તેની સાથે જ ઘણા લોકો ગુમ થવાના સમાચાર પણ છે. આ કટોકટીને કારણે ટ્રાફિક જામ પણ ઘણા વધી ગયા છે. ઘણા વાહન ઇંધણ નાખવા માટે લાંબી લાઈનોમાં ઉભા છે. એવી ભયાનક સ્થિતિમાં ભારતીય મૂળના શીખ દંપત્તિએ આગળ આવીને લોકોની મદદ કરી ઘણા સારા કામ કર્યા છે. તેના એ સારા કામની પ્રસંશા ભારત અને ઓસ્ટ્રેલીયા સાથે આખા વિશ્વમાં થઇ રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.