શિખંડીને એક રાત માટે ઉધાર મળ્યું હતું પુરુષત્વ જાણો શિખંડીની અજાણી વાતો

મહાભારત ગ્રંથ એટલો મોટો છે કે માત્ર થોડા લોકો જ એની અંદર રહેલી બધી વાતો જાણે છે. મહાભારતમાં ઘણા બધા પાત્રો છે. જેમાંથી અમુક પાત્રોના તો લોકો ફક્ત નામ જ જાણે છે. પણ એ બધા પાત્ર સાથે જોડાયેલી વાતો લોકોને ખબર નથી હોતી. એ બધા પાત્રો માંથી એક પાત્ર છે શિખંડી. શિખંડી માત્ર મહાભારતનું એક પાત્ર નથી. તેનું અલગ જ મહત્વ છે. તે શિખંડી, જેને એક વર્ગને અલગ રીતે જ જોવામાં આવે છે જાણો તેના વિષે દસ જાણી અજાણી વાતો.

૧. શિખંડીનો જન્મ પંચાલના રાજા દ્રુપદને ત્યાં એક છોકરી તરીકે થયો હતો. પરંતુ તેના જન્મ સમયે એક આકાશવાણી થઇ. ત્યાર પછી તેને એક છોકરાની જેમ ઉછેરી અને છોકરાની જેમ તૈયાર કરી.

૨. શિખંડીના લગ્નની રાત્રે શિખંડીની પત્નીને ખબર પડી ગઈ, કે તેનો પતિ તો પુરુષ છે જ નહિ. શિખંડીના સસરાએ તે વાતથી ગુસ્સે થઇને શિખંડીના પિતાના રાજ્ય ઉપરહુ મલો કરી દીધો.

૩. શિખંડી ડરીને જંગલમાં ભાગી ગઈ. જ્યાં શિખંડીની સ્થૂણા નામના યક્ષ સાથે મુલાકાત થઈ અને એ યક્ષએ પોતાનું પુરૂષત્વ એક રાત માટે તેને ઉધાર આપી દીધું હતું.

૪. શિખંડી જયારે સ્થૂળાને પુરૂષત્વ પાછું આપવા ગયા. ત્યારે યક્ષોના રાજા કુબેરએ તેની ઈમાનદારીથી ખુશ થઇને તેને જીવનભર માટે સ્થૂણાનું પુરૂષત્વ આપી દીધું.

૫. શિખંડી ગયા જન્મમાં અંબા નામની રાજકુમારી તરીકે હતી.

૬. ભીષ્મએ અંબાના સ્વયંવરના દિવસે તેનું હરણ કરી લીધું. જેને લઇને તેના લગ્ન ન થઇ શક્યા. એટલા માટે અંબા ભીષ્મનેમા રવા માગતી હતી.

૭. અંબાએ પરશુરામ સાથે યુદ્ધમાં ભીષ્મનેમા રવા માંગ્યા. પણ સફળ ન થઇ શકી.

૮. અંબાએ ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવએ તેને કહ્યું કે તે આવતા જન્મમાં ભીષ્મના અંતનું કારણ બની શકે છે. તે સાંભળીને અંબા આગમાં કુદીનેમ રીગઈ.

૯. કાર્તિકેયએ અંબાને એક માળા આપી હતી. જે પહેરવા વાળા ભીષ્મનેમા રીશકતા હતા. અંબા તે માળા પંચાલના રાજા દ્રુપદના મહેલમાં ફેંકી આવી હતી. બીજા જન્મમાં દ્રુપદના દીકરા શિખંડી એ તે માળા પહેરી લીધી અને તે નક્કી થઇ ગયું કે શિખંડીને કારણે ભીષ્મનો અંત થશે.

૧૦. વિજયની રાત્રે પાંડવોની શિબિરમાં આવીને અસ્વત્થામાં એ શિખંડીને તે સમયેમા રીનાખ્યો, જયારે તે સુઈ રહ્યા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.