શિલાજીતથી એટલા બધા રોગોમાં રાહત મળે છે કે તમે વિચાર્યું પણ નહિ હોય, જાણો તેના પ્રકાર અને લાભ

વૈદ્ય અનુસાર એવો કોઈ રોગ નથી કે જે શિલાજીતથી ના મટતો હોય. મહર્ષિ ચરકના મતે તમામ રોગોને શિલાજીત મારી ઝૂડીને હાંકી કાઢે છે એ પણ જડમૂળથી. શિલાજીતનો સમાવેશ રસવિદ્યામાં આઠ મહારસમાં કરેલો છે. આ શબ્દો કેટલાકને વધારે પડતા લાગશે ને લાગવા જોઈએ. અને એ સાચા પણ છે. કેમકે વર્તમાનમાં એવું પરિણામ નથી મળતું. કદાચ એ કાળ જેવા જ્ઞાની પુરુષો નથી. એવું વાતાવરણ નથી અને એવું શિલાજીત નથી. આયુર્વેદમાં અને એમાંય રસવૈદ્ય માટે માથાનો દુ:ખાવો જો કોઈ હોય તો બેઝીકલી જે રો મટેરિયલ મળે તે અસલ હોવાનો.

આજ કાલ મારે કુદરતી હિંગલોક જોઈએ છે. આખા ભારતમાં ક્યાં નથી. જે કુદરતી ના નામે મળે એ 99% પ્રાય કુત્રિમ છે. એવું કાંત લોહ, મંડુર નું છે. ને ખાપરિયાની તો વાત જ જાવા દો. જેટલા હાથ એટલી બનાવટ. આ સંજોગોમાં શિલાજીત જેવું કિંમતી દ્રવ્ય અસલ (મારા મતે પ્રાચીન રીતે મળતું.) લગભગ શક્ય નથી.

જે કાંઈ મળે તે એટલું ઓછું મળે છે, જે આપણા સુધી પહોંચતું જ નથી. (આ મારો જાત અનુભવ છે. મારી એ ડુંગરો પર રાખડવા માંજ જુવાની ગઈ છે.) લોકોને શિલાજીતની એટલી ઘેલાસા સે કે શિલાજીત શબ્દ સોભળે કે તરત ત મનમાં લડડું ફૂટે. પરિણામે બે બાબતો બની.

(1) શિલાજીત જેવી ઉત્તમ મહા ઔષધિને એટલી હદે વિકૃત કરી નાખી કે, એ ફક્ત સેક્સની દવાનો પર્યાય બની રહી ગઈ. માથા ઉપર ફૂમતા વાળી ટોપીને ખભે લાકડી ઉપર થેલો યાની ઝોળી ભરાવી, સાબ સાબ કરતા નેપાળી ભોટિયા ને તંબૂ વાળાએ સલાજીત સલાજીત કરીને લોકોને શું નું શું પધરાવી દીધું. અને આ સેક્સ એવી બાબત છે કે માણસ ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર થાય. પુરુષને બધી હાર મંજુર પણ ચારપાઈ પર હારેલો પુરુષ પછી પુરુષ રહેતો નથી, તન અને મન બંનેથી. એટલે એ હારનો કાલ્પનિક ભય એને આવું શોધતો રાખે છે.

ચારપાઈની જીત એ મોટાભાગના પુરુષો માટે ઇડરિયો ગઢ જીત્યો હોય એવો વહેમ અને સ્રી ઉપર માલિક ભાવ ને એથીય વધુ મિત્રોમાં પોતે પોતાની મર્દાનગી માટે મૂછો ઊંચી રાખવાનું એક માનસિક વલણ માને છે. આ બધાને લીધે ઊંચી કિંમત મળતાજ શિલાજીતમાં ભેળસેળ ચાલુ. અજ્ઞાનીને આંધળો સરખા. જે વસ્તુમાં આપણે ના જાણીએ ત્યાં તબિયતથી ઠગાઈએ. એમાંય આ વિષયમાં તો તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ.

(2) શિલાજીતથી તમામ રોગ મટે છે એ હોશીયામાં ધકેલાઈ ગયું. ઉત્તરો ઉત્તર એવું બન્યું કે સારો વૈધ શિલાજીત લખે કે દવામાં નાખવાની વાત કરે એટલે દર્દી તરત બોલે કે સાહેબ હું સેક્સની દવા લેવા આવ્યો જ નથી. પરિણામે ધીમે ધીમે અસલ વસ્તુ જે વૈધ વાપરતા અથવા ઓળખતા એ શિલાજીતથી દુર થયાં. વૈધ સિવાય આમ જનતામાં અસલી નકલીને ઓળખે કોણ? એટલે ડુપ્લીકેટનો ફાલ ચાલુ.

મૂળવાત : ડો. વામનરાવ દેસાઈ (રસ વિદ્યાર્થીઓને રસવૈદ્યો સિવાય આ નામ અજાણ્યું લાગે પણ અંગ્રેજો વખતના ભારતીય રસાયણ વિદ્યામાં એમણે ખૂબ ઊંડાણ પૂર્વક કામ કરેલું. આયુર્વેદ વિરોધીઓને ને એમને ખાંસ વાંચવા.) ના શબ્દો, ભિન્ન ભિન્ન અનુપાન સાથે શિલાજીત ઘણા ખરા રોગોમાં વાપરી શકાય. એની જેટલી સ્તુતિ કરીએ એટલી ઓછી. સર્વ રોગ નાશક છે.

આ શિલાજીતના મારણો, ભસ્મ બનાવવી, સત્વ કાઢવું વગેરે ઘણી બાબતોની ચર્ચા રસાયણ વિધાના પુસ્તકોમાં છે. ડો. ચોપરા અને પી.જે.બોઝના જણાવ્યા અનુસાર શિલાજીત આ ગુણો તેમાં રહેલા Benzoic acid ane Benjoates ના લીધે છે. શિલાજીતનું સૌથી એક્ટિવને પ્રિન્સિપલ તત્વ આ છે. ગંધક, અભરક, પારદ અને તમામ રત્નો ને લોહ જેવી ધાતુ આ બધામાં જેજે ગુણો છે, તે બધા ગુણો શિલાજીતમાં મોજુદ છે.

ચરક સંહિતામાં શિલાજીત માટે મલ શબ્દ પ્રયોજયો છે. અર્થાત તે તમામ ધાતુઓના મળ રૂપે છે. માટે તમામ ધાતુઓ ઓછા અથવા વધારે રૂપમાં શિલાજીતથી મળી આવે છે. ચરક સહીતામાં ચાર જાતના શિલાજીતનો ઉલ્લેખ છે.

સ્વર્ણ શિલાજીત : જે હિમાલયના પહાડોમાં મળે છે. જેમાં સુવર્ણ ધાતુનો અંશ હોય.

રોપ્ય એટલે ચાંદી : જે વિંધ્યના પહાડોમાં મળે છે. જેમાં ચાંદીનો અંશ હોય.

તામ્ર શિલાજીત : જે અંબાજી અને માઉન્ટ જેવા પહાડી પ્રદેશમાં મળે જેમાં તાંબું ધાતુ હોય.

લોહ શીલાજીત : જે સામાન્ય પહાડીમાં મળે ને તેમાં લોહ ધાતુ હોય.

આમ સ્વર્ણ શિલાજીત ઉત્તમ સુવર્ણ યુક્ત વજનદાર લાલાશ યુક્ત સહેજ કડવો, મધુર ને ઉત્તમ રસાયણ છે.

ત્યારબાદ રોપયુક્ત જે પીળાશ લેતો રાતો રંગ પિત્તના રોગો માટે મગજ માટે ઉત્તમ.

તાંબાવાળો સહેજ નિલવર્ણ નક્કર હોય. પાંડુરોગ માટે ઉત્તમ. ચરકે તેને હૃદય રોગને વાત રોગ પર ઉત્તમ માન્યો છે.

સુશ્રુતએ 6 પ્રકાર ના શિલાજીતનું વર્ણન કરેલ છે. રસ ક્રિયા મુજબ શિલાજીતનો અંતઃ ને બહિર મળ એટલે કચરો દૂર કરી વાપરવાનું કહેલ છે. હવે આ શિલાજીત હાલ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાંથી મેળવાય છે. હાલ સૌથી સારું શિલાજીત ગીલગીટ ને બાલ્ટીસ્થાનના પહાડોનું ગણાય છે. ત્યાં પાકિસ્તાનમાં આ પ્રકારે શિલાજીત મેળવાય છે ને તેનું મોટું માર્કેટ છે. હુંઝા ઘાટી પાકિસ્તાનનું શિલાજીત આજે નંબર વન ગણાય છે. પણ આ ઉપરાંત હમણાં સોમાલિયાથી પણ આવે છે, રશિયાથી પણ આવે છે. પણ તેને આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો ઉત્તમ માનતા નથી.

શિલાજીતનું શોધન કર્યા વગર વાપરવું નહીં. કેમકે તેમાં માટી, કાંકરા અને બીજી ઘણી વસ્તુઓ ભળેલી હોય છે, જે ફાયદાને બદલે નુકશાન કરે. શિલાજીત જુના સમયમાં મેળવવા માટે કાળા મોઢાના વાંદરા ખૂબ ઉપયોગી રહેતા. એ ઊંચા પહાડી વિસ્તારમાંથી શિલાજીતની ભાળ મેળવી આપતા. અને એમને એ પ્રિય પણ હતું ખાવા માટે.

આજે જે પ્રમાણે માંગ છે તેટલા જથ્થામાં તે સીધુ નથી મળતું. એટલે એ પહાડો ને જ્યાંથી શિલાજીત મળે તેવું લાગતું હોય તેને ડાઇનેમાઈટથી ઉડાડી તેના ટુકડા કરી, જેતે ઉત્પાદકોને મોકલી આપવામાં આવે છે. ઉત્પાદકો પાસે કયા પથ્થરમાંથી શિલાજીત મળશે તેવા અનુભવી માણસો તેને અલગ અલગ કરે. પછી તે પથ્થરોને પીસી ને તેને મિનરલ પાણીમાં પલાળવામાં આવે છે. એને તેમાંથી શિલાજીત છૂટું પાડવામાં આવે છે.

વૈધ જીતુભાઇની પોસ્ટનું સંપાદન.