છેવટે પ્રેગનેન્ટ થયા વગર કેવી રીતે માં બની ગઈ શિલ્પા શેટ્ટી, જાણો અનોખી રીત

આજના આધુનિક સમયમમાં કાંઈ પણ શક્ય બની શકે છે, અને તેવામાં જો કોઈ સંબંધ બાંધ્યા વગર માતા પિતા બની જાય તો તે કોઈ નવાઈની વાત નથી. સેરોગેસી એક એવો રસ્તો છે પરંતુ કાંઈક એવી પણ વસ્તુ છે જેના દ્વારા કોઈ દંપત્તિ માતા પિતા બની જાય છે. કાંઈક એવું જ બોલીવુડ હિરોઈન શિલ્પા શેટ્ટીએ પણ કર્યું છે. પ્રેગનેન્ટ થયા વગર માં બની ગઈ શિલ્પા અને લોકો થઇ ગયા આશ્ચર્યચકિત. પરંતુ આ ગર્ભધારણ કેવી રીતે થાય તેના વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

પ્રેગનેન્ટ થયા વગર શિલ્પા કેવી રીતે થઇ પ્રેગનેન્ટ?

બોલીવુડ હિરોઈન શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘરે એક દીકરીએ જન્મ લીધો છે. સમાચાર મુજબ શિલ્પાએ સેરોગેસી દ્વારા આ બાળકીને અપનાવી છે, અને તેનો જન્મ ૧૫ ફેબ્રુઆરીના રોજ થયો હતો. શિલ્પાએ તેને જુનીયર એસએસકેનો ટેગ આપ્યો છે, જયારે તેનું આખું નામ સમીશા શેટ્ટી કુન્દ્રા છે. શિલ્પા અને રાજને પહેલા એક દીકરો છે જે તેને નેચરલ રીતે જ થયો હતો.

તે પહેલા આમીર ખાન, એકતા કપૂર, શાહરૂખ ખાન, તુષાર કપૂર, કરણ જોહર, સાહેલ ખાન, સિમાન ખાન જેવા સેલીબ્રેટીઝે પણ સેરોગેસી દ્વારા બાળકોને અપનાવ્યા હતા. તેનાથી હંમેશા લોકોમાં જીજ્ઞાસા ઉભી થઇ છે કે ખરેખર સેરોગેસી શું હોય છે? સામાન્ય રીતે આ એ જોડા માટે છે જે નીઃસંતાન હોય છે. તે એક ચિકિત્સક દ્વારા થાય છે જેના દ્વારા સંતાનનું સુખ મેળવી શકાય છે. સામાન્ય રીતે સેરોગેસી ત્યારે કરવામાં આવે છે, જયારે મહિલાને ગર્ભધારણ કરવામાં તકલીફ થઇ રહી હોય છે, ગર્ભાશય સંક્રમણ હોય કે પછી તેમાં કોઈ તકલીફ હોય.

સેરોગેસી બે રીતે થાય છે પહેલા ટ્રેડીશનલ એટલે પારંપરિક સેરોગેસી અને બીજી જેસ્ટેશનલ સેરોગેસી. ટ્રેડીશનલમાં પુરુષના શુક્રાણુઓને કોઈ બીજી મહિલાના અંડાણુઓ સાથે નીશેચિત(ફળદ્રુપ) કરવામાં આવે છે. પછી જો મહિલા સેરોગેસી માટે તૈયાર હોય તો તેના ગર્ભાશયમાં નીશેચિત કરવામાં આવેલા શુક્રાણુઓને દાખલ કરી દેવામાં આવે છે.

જેસ્ટેશનલ સેરોગેસીમાં પણ ગર્ભ કોઈ બીજી મહિલાનું જ હોય છે, પરંતુ જેમ કે પહેલી રીતમાં પુરુષના શુક્રાણુનો ઉપયોગ થાય છે તેવું આમાં નથી થતું. આ પ્રકારમાં પતિ પત્નીના અંડાણુ અને શુક્રાણુઓનો મેળ ટેસ્ટ ટ્યુબમાં કરાવીને તેણે બીજી મહિલાના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે. તો આ રીતે વિધિ કોઈ પણ હોય પરંતુ પતિ-પત્ની શારીરિક કષ્ટ વગર પણ માતા-પિતા બની શકે છે.

કેટલો ખર્ચ થાય છે સેરોગેસીમાં?

સેરોગેસી એક મોંઘી પ્રક્રિયા હોય છે અને ઉત્તર પ્રદેશમાં દર વર્ષે ૭૦ થી વધુ મહિલાઓ તેના માટે પોતાનો ગર્ભ આપે છે. દર મહીને ૬ થી ૮ સેરોગેટ મધર બાળકોને આપે છે. તેમાં સૌથી ખાસ વાત એ છે કે ૯૦ ટકા કેસમાં સેરોગેટ મધરને કોખનું ભાડું પણ આપવામાં આવે છે. સેરોગેસી પ્રક્રિયામાં ૧૫ થી ૨૦ લાખ રૂપિયા ખર્ચ કરવાનો હોય છે, આમ તો આ સંપૂર્ણ રીતે નિશ્ચિંત નથી કે કુલ કેટલો ખર્ચ થાય છે. તે લગભગ એક આંકડો છે કેમ કે જે દંપત્તિને બાળકો જોઈએ છે તે પૈસાની વ્યવસ્થા પણ કરી રાખે છે.

છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં સેરોગેસીનો ધંધો ઘણો ઝડપથી વધી ગયો છે. ન માત્ર ભારતીય પરંતુ વિદેશી પણ ભારત આવીને સેરોગેસી દ્વારા અહિયાં ૨,૦૦૦ બાળકોને જન્મ આપે છે. સેરોગેસીનો રસ્તો તે દંપત્તિ અપનાવે છે જેને ગર્ભધારણમાં તકલીફ થાય છે. ભારતની સરખામણીમાં વિદેશોમાં તેનો ખર્ચ વધુ છે. અમેરિકા જેવા દેશમાં તેનો ખર્ચ લગભગ ૬૦ લાખ રૂપિયા થઇ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.