વાયરલ થયો શિલ્પા શેટ્ટીની દીકરીનો પહેલો ફોટો, એકટ્રેસે તેને ખોળામાં લઈને કુટુંબ સાથે આપ્યો પોઝ

પહેલી વખત સામે આવ્યો શિલ્પા શેટ્ટીની દીકરીનો ફોટો, સંપૂર્ણ પરિવાર સાથે આવી દેખાઈ શિલ્પાની પરી

બોલીવુડમાં સેરોગેસીનો એવો ક્રેઝ થઇ ગયો છે કે, દરેક બીજા સ્ટાર તેના દ્વારા માતા કે પિતા બનીને બાળકનું સુખ મેળવી રહ્યા છે. હવે તેમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ પણ જોડવામાં આવ્યું છે. તાજેતરમાં તેમને સેરોગેસી દ્વારા એક પુત્રીની માતા બનવાનો આનંદ મળ્યો છે. શિલ્પા શેટ્ટી તેમના પતિ રાજ કુંદ્રા અને પુત્ર સાથે તેમના ઘરના નવા સભ્યનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે, અને તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ ફોટામાં શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે, અને તે ખૂબ ખુશ દેખાઈ રહી છે.

શિલ્પા શેટ્ટી પુત્રી સાથે દેખાઇ :

44 વર્ષીય અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2007 માં એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ વિઆન છે. હવે તે સેરોગેસી દ્વારા એક પુત્રીની માતા બની જેનું નામ શમીશા શેટ્ટી કુંદ્રા રાખવામાં આવ્યું છે. વર્ષ 2009 માં શિલ્પા શેટ્ટીએ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા અને તેમનું લગ્ન જીવન ઘણું સારી રીતે પસાર થઈ રહ્યું છે. ફોટોશૂટ દરમિયાન શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા, પુત્ર વિઆન અને ખોળામાં પુત્રી સાથે જોવા મળી હતી.

પુત્રીને ખોળામાં લેતી વખતે શિલ્પા શેટ્ટી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, અને તે સાથે જ તેના પિંક કલરના ડ્રેસ અને સનગ્લાસીસને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. રાજ કુન્દ્રા અને વિઆને મેચિંગ ડ્રેસ પહેર્યા હતા. બંનેએ સફેદ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા.

શિલ્પાની પુત્રીનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020 ના રોજ થયો હતો અને તેની જાણકારી શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી હતી. 21 ફેબ્રુઆરીએ તેમણે એક પોસ્ટમાં લખ્યું, ‘ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો. તે જણાવતા આનંદ થાય છે કે, મારા ઘરે એક નાની એવી પરીએ જન્મ લીધો છે. જેનું નામ સમિષા શેટ્ટી કુંદ્રા છે. 15 ફેબ્રુઆરીના રોજ સમીશાનો જન્મ થયો છે અને જુનિયર એસએસકે ઘરે આવી ગઈ છે.’

પુત્રીના જન્મ પછી, શિલ્પાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “અમે લોકો પાંચ વર્ષથી બીજા બાળક માટે વિચારી રહ્યા હતા. મેં ‘નિકમ્મા’ અને ‘હંગામા -2’ ફિલ્મો સાઇન કરી છે. મને સમાચાર મળ્યા કે અમે ફેબ્રુઆરીમાં માતાપિતા બનવાના છીએ, પછી આખા મહિના દરમિયાન અમે અમારું કામ ખૂબ જ ઝડપથી પૂરું કર્યું. હવે મારો મોટાભાગનો સમય દીકરી સાથે રહેશે.”

શિલ્પા શેટ્ટીએ બોલીવુડમાં વર્ષ 1993 માં આવેલી ફિલ્મ બાઝીગરથી પોતાની કારકિર્દી શરુ કરી હતી. ત્યાર પછી, તેમણે ધડકન, મેં ખિલાડી તુ અનાડી, અપને, લાઈફ ઇન અ મેટ્રો, જાનવર, રિશ્તે, આગ, ગર્વ, ચોર મચાએ શોર, ઇન્સાફ, પરદેશી બાબુ, આક્રોશ, કરજ, છોટે સરકાર, દ ગૈમલર, લાલ બાદશાહ, ફરેબ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો.

આ સિવાય શિલ્પા શેટ્ટી ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કરી ચૂકી છે, અને તે અમેરિકાના બેસ્ટ શો બિગ બ્રધરની વિજેતા પણ રહી ચૂકી છે. શિલ્પા શેટ્ટી આઈપીએલમાં રાજસ્થાન રોયલ નામની ટીમની માલિક પણ છે, અને મેચ દરમિયાન તેણી તેની ટીમને ચીયર કરવા પતિ સાથે મેદાનમાં ઉતરી જાય છે. શિલ્પા શેટ્ટીની યુટ્યુબ પર એક ચેનલ પણ છે જેમાં તે યોગના ઘણા આસન અને ફીટ રહેવાની તરકીબ દર્શાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.