ફેશન ઈવેન્ટમાં કેર વરસાવતી દેખાઈ આવી 44 ની શિલ્પા, હાઈ સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ ની હૉટ લેગ્સ

શિલ્પા શેટ્ટી બોલીવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે, ૯૦ના દશકમાં શિલ્પાએ ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. શિલ્પા શેટ્ટીએ પ્રસિદ્ધ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પા રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. શિલ્પા અને રાજને એક વ્હાલો એવો દીકરો પણ છે, જેનું નામ વિયાન રાજ કુન્દ્રા છે.

હાલમાં જ શિલ્પાએ પોતાનો ૪૪ મો બર્થડે ઉજવ્યો હતો. શિલ્પા આજકાલ ફિલ્મોથી વધુ પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. ૪૪ વર્ષની થયા પછી પણ તે ૩૦ વર્ષની લાગે છે. તે ઉપરાંત તે પોતાનો એક કુકિંગ શો પણ હોસ્ટ કરી રહી છે.

વોગ ઈવેંટ ઉપર છવાઈ શિલ્પા :

ભલે શિલ્પા બોલીવુડ ઈન્ડસ્ટ્રીથી દુર છે પરંતુ તે પોતાની હાજરી કોઈને કોઈ રીતે નોંધવતી રહે છે. હવે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો હાલમાં જ ઓર્ગેનાઈઝ થયેલ વોગ x હિરોઈન ફેશન ઈવેંટ જોઈએ લો. તે દરમિયાન શિલ્પાનો લુક જોવા જેવો લાગી રહ્યી હતો. આ ઈવેંટમાં શિલ્પા એટલી સુંદર દેખાઈ કે તેનો કોઈ જવાબ નથી. ૪૪ વર્ષની શિલ્પા આ ઈવેંટ ઉપર કોઈ નવી અભિનેત્રી જેવી દેખાઈ રહી હતી. તેને જોઇને તેની ઉંમરનો અંદાઝ લગાવવો લગભગ અશક્ય હતો.

મરુન હાઈ સ્લિટ ડ્રેસમાં છવાઈ ગઈ :

તે આ ઉંમરમાં આજની હિરોઈનોને પાછી પાડી દેતી જોવા મળી રહી હતી. ઈવેંટ માટે શિલ્પાએ ડાઈ સ્લિટ ડાર્ક મરુન રંગનો સીક્વીન ડ્રેસ પહેર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. મિનિમમ મેકઅપ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યો હતો. લુકને કમ્પ્લીટ કરવા માટે શિલ્પાએ સિલ્વર રંગની સ્ટ્રેપી હિલ્સ પહેરી હતી. આ ફોટામાં શિલ્પા પોતાની સ્ટાઈલ અને કોન્ફીડન્સ સાથે જોરદાર દેખાઈ રહી હતી. આ ડ્રેસમાં શિલ્પા પોતાના હોટ લેગ્સ ફ્લોન્ટ કરતા જોવા મળી.

ટ્રાવેલિંગનો છે શોખ :

શિલ્પા શેટ્ટીને ટ્રાવેલિંગનો ઘણો શોખ છે. હાલમાં જ તે લંડનમાં પોતાના કુટુંબ સાથે વેકેશન મનાવીને પાછી ફરી છે. વેકેશનના ફોટા અને વિડીયોઝ સતત તે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કરી રહી હતી. શિલ્પા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને તે અવાર નવાર પોતાના ફેંસ માટે કોઈને કોઈ અપડેટ આપતી રહે છે. ફિલ્મોથી દુર રહેવા છતાં પણ લાઈમલાઈટમાં કેમ રહેવું એ શિલ્પાથી વધુ કોઈ નથી જાણતું.

‘નીક્કમા’ માં જોવા મળશે :

વાત કરીએ વર્ક ફ્રંટની તો ટૂંક સમયમાં શિલ્પા ‘નીક્કમા’ માં જોવા મળશે. આ દિવસોમાં તે ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત રહે છે, તેમાં તે એક રાઈટરના પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મ દ્વારા શિલ્પા ૧૩ વર્ષ પછી મોટા પડદા ઉપર પાછી ફરશે.

તેવામાં ફેંસ તેની ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં શિલ્પા ઉપરાંત અભિમન્યુ દાસાની અને શિરલે સેતીયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મના નિર્દેશક શબ્બીર ખાન છે. આવતા વર્ષે ઉનાળામાં ફિલ્મ રીલીઝ થવાની શક્યતા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.