વર્ષો પછી છલક્યું શિલ્પા શેટ્ટીનું દુઃખ, બોલી – ‘ખરાબ લાગે છે કે ફિલ્મ ધડકન માટે મને…’

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડીયાતી ફિલ્મો કરી છે, જેમાંથી ફિલ્મ ધડકન બ્લોકબસ્ટર છે. ફિલ્મ ‘ધડકન’ દરેકે એકવખત તો જરૂર જોઈ હશે. ફિલ્મ ધડકનની સ્ટોરીને લઇને અભિનય સુધી બધું જ ઘણું પરફેક્ટ હતું, પરંતુ આજે શિલ્પા શેટ્ટીને એ ફિલ્મને લઈને એક બબાલ થઇ રહી છે, જેનું વર્ણન તેમણે જાહેર સભામાં કર્યું. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

શિલ્પા શેટ્ટીએ બોલીવુડમાં ઘણી ખ્યાતી અને નામના કમાઈ છે. પોતાની કારકિર્દીના શરુઆતના સમયમાં તેમણે ન માત્ર પોતાના અભિનયનો જાદુ પાથર્યો, પરંતુ લોકોના દિલોમાં પણ સ્થાન મેળવી લીધું. આજે ભલે શિલ્પા શેટ્ટી ફિલ્મો નથી કરતી, પરંતુ તે નાના પડદા ઉપર દેખાતી રહે છે અને એ કારણે તે આજે પણ તે લોકોના દિલમાં રાજ કરે છે. શિલ્પા શેટ્ટીના ડાંસનું વર્ણન આજે પણ લોકો કરે છે અને તેની ફીટનેશનો તો કોઈ જવાબ જ નથી, પરંતુ હવે તેમણે ફિલ્મ ધડકનને લઈને એક બળાપો ઠાલવ્યો છે, જો કે હવે સુધારી પણ શકાતું નથી.

મેં ઘણા રીજેક્શન સહન કર્યા છે – શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ કારકિર્દીને લઈને કહ્યું કે શરુઆતમાં સમયમાં મારે ઘણા રીજેક્શન સહન કરવા પડ્યા, પરંતુ હું તેની સામે હારી નહિ,એના બદલે પોતાને સુધારતી ગઈ. શિલ્પા શેટ્ટીએ શાહરૂખની ફિલ્મ બાજીગરથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. શિલ્પા માટે આ ફિલ્મ ઘણી જ મહત્વ ધરાવતી હતી, કેમ કે તેની પહેલી જ ફિલ્મ હીટ થઇ ગઈ હતી, પરંતુ છતા પણ એક બબાલ છે, જો કે તેના દિલમાં આજ સુધી છે અને હવે છેક તેમણે જગજાહેર કર્યું છે.

ફિલ્મ ‘ધડકન’ અને પછી મળનારા એવોર્ડ ન મળ્યા – શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ આગળ જણાવ્યું કે મેં ફિલ્મ ‘ધડકન’ અને ‘ફિર મિલેગે’, જેવી હીટ ફિલ્મો કરી, પરંતુ ક્યારે પણ મને તેના માટે એકપણ એવોર્ડ ન મળ્યા. તેવામાં શિલ્પાનું કહેવું છે કે મને તો પહેલા ખબર ન પડી કે મને આટલી સારી સારી ફિલ્મો મળી કેવી રીતે ગઈ? સાથે જ શિલ્પાએ જણાવ્યું કે તે દિવસોમાં મારા બ્લોન્ડ વાળ હતા અને હું બ્લુ લેન્સ અને લાલ લીપસ્ટીક લગાવતી હતી, જો કે તે મારી ઉપર સારી લગતી હતી, પરંતુ ક્યારેય પણ મને કોઈ એવોર્ડ નથી મળ્યા. ખાસ કરીને ફિલ્મ ‘ધડકન’ અને ‘ફિર મિલેંગે’ માટે.

મારો લોકોએ અભિનેત્રી તરીકે સ્વીકાર જ નથી કર્યો – શિલ્પા શેટ્ટી

ફિલ્મ ‘ધડકન; ને લઈને શિલ્પાને એવોર્ડ નથી મળ્યો તો હવે તેમણે કહ્યું કે કદાચ લોકોએ મને ક્યારેય પણ અભિનેત્રી તરીકે સ્વીકારી જ નથી. અને હીટ ફિલ્મો કર્યા પછી પણ મારી કારકિર્દી વધુ ન ચાલી, પણ હવે મને દુઃખ નથી થતું, કેમ કે મને લાગે છે કે હું એકદમ સાચી દિશામાં છું અને હંમેશા સાચા રસ્તા ઉપર જ ચાલી રહી છું. સાથે જ શિલ્પાએ કહ્યું કે રીજેક્શનથી તે ક્યારેય પણ ગાભરાઈ નથી, કેમ કે રિજેક્શન આપણને છીએ એથી પણ વધુ સારા બનાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.