કંઈક આવી રીતે શિલ્પા અને રાજે ઉજવી પોતાની 10 મી વર્ષગાંઠ, જાપાનથી શેયર કર્યો ક્યૂટ વિડીયો, જુઓ

શિલ્પા શેટ્ટી બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી છે. શિલ્પા બોલીવુડની ઘણી હીટ ફિલ્મો કરી ચૂકી છે. તે સુંદર હોવાની  સાથે સાથે ફીટનેશ ક્રિડ પણ છે. ૪૪ વર્ષની ઉંમરમાં શિલ્પાએ એક એવું ફિગર મેન્ટેન કર્યું છે જેની ઈચ્છા દરેક છોકરીઓ રાખે છે. હાલમાં આ દિવસોમાં શિલ્પા ફિલ્મોથી દુર છે પરંતુ સમાચાર જાણવા મળ્યા છે કે તે વહેલી તકે મોટા પડદા ઉપર કમબેક કરવા જઈ રહી છે. શિલ્પાએ હમણાં  ૧૦મી એનીવર્સરી ઉજવી છે.૨૨ નવેમ્બર ૨૦૦૯ના રોજ તેણે રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્નની ૧૦મી એનીવર્સરી શિલ્પા-રાજે  જાપાનમાં સેલીબ્રેટ કરી.

આ વેકેશનથી શિલ્પાએ એક ઘણો જ ક્યુટ વિડીયો શેર કર્યો છે. જેમાં બંને એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો શેર કરતા શિલ્પાએ લખ્યું, હું પ્રેમ અને તાજી હવામાં રહું છું. તેમાં કોઈ શંકા નથી કે આ સ્થળ ઘણું સુંદર છે, એકદમ એક પોસ્ટકાર્ડની જેમ, જોઈ શકીએ છીએ કે પ્રકૃતિ કેટલી સુંદર છે. ક્યોટોમાં ઘણા સુંદર રંગ જોવા મળી રહ્યા છે. સાથે જ એક કિસ પણ મળી રહી છે. હેપ્પી એનીવર્સરી મારી કુકી, રાજ કુન્દ્રા અને હું આગળની ગણતરી નથી કરવાના.

અને આ વિશેષ સમયે રાજે શિલ્પા માટે એક સ્પેશ્યલ વિડીયો બનાવ્યો છે જે શિલ્પાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરતા લખ્યું, હું એક વિડીયો પોસ્ટ કરવાની હતી જે મેં બનાવ્યો હતો પરંતુ જયારે મારા પતિનો વિડીયો આવ્યો તો તેની સામે તે નકામો થઇ ગયો. આ ઘણો જ સારો વિડીયો છે. એટલા માટે હું તેને પોસ્ટ કરી રહી છું. રાજ કુન્દ્રા મારા વિડીયો, સરપ્રાઈઝ અને બીજી વસ્તુ કદાચ સારી ન હોય પરંતુ મારો પ્રેમ તમારી સાથે એકમદ મેળ ખાય છે.

આગળ શિલ્પાએ લખ્યું, તમે હંમેશા એક બેંચ માર્ક સેટ કર્યો છે (બધા પુરુષો માટે), કેવું જીવન રહ્યું બંને સાથે!, પરંતુ સૌથી સારું તેમાં એ હતું કે અમે બન્નેએ સાથે મળીને દરેક પળ એન્જોય કરી. કેમ કે અમે બંનેએ એક બીજા સાથે ઉભા રહેલા જોયા. મારી કુકી, મારા સોલમેટ. તમારો ખુબ ખુબ આભાર મને પ્રેમ, સન્માન અને જીવનમાં દરેક તે વસ્તુ આપવા માટે જે મારા માટે વિશેષ રહી. તમે મારા માટે એક સપના જેવા છો જે સાચામાં સાચું થયું છે.

બિઝનેસ પાર્ટનર તરીકે શિલ્પા અને રાજની મુલાકાત થઇ હતી અને ત્યારથી બંને વચ્ચે પ્રેમ શરૂ થયો. બંનેની પહેલી મુલાકાત બિજનેસ મીટીંગ દરમિયાન થઇ હતી. એક પરફ્યુમ બ્રાંડના (એસ-ર) પ્રમોશનમાં રાજે શિલ્પાની મદદ કરી હતી. ધીમે ધીમે બંને ઘણા ઈવેંટસ ઉપર સાથે જોવા મળવા લાગ્યા ત્યાર પછી મીડિયામાં તેમના સંબંધ વિષે સમાચાર આવવા લાગ્યા.

પરિણિત હોવા છતાં પણ રાજ શિલ્પાની નજીક આવવા લાગ્યા અને ૨૨ નવેમ્બર ૨૦૦૯ના રોજ રાજ અને શિલ્પાએ લગ્ન કરી લીધા. લગ્ન પછી બંનેને એક વ્હાલો એવો દીકરો પણ થયો જેનું નામ વિયાન કુન્દ્રા છે. બંનેએ ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા. રાજે પોતાની પહેલી એનીવર્સરી ઉપર શિલ્પાને ૫૦ કરોડનો એપાર્ટમેન્ટ ગીફ્ટ આપ્યો હતો. જાણકારી મુજબ શિલ્પા રાજની બીજી પત્ની છે. તેની પહેલી પત્નીનું નામ કવિતા હતું, જેની સાથે છૂટાછેડા લઈને રાજે શિલ્પા સાથે લગ્ન કર્યા હતા.

વિડીયો :