44 વર્ષની ઉંમરમાં બીજી વખત માં બની શિલ્પા શેટ્ટી, ઘરે આવી નાનકડી પરી

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઘરમાં ખુશીઓએ પ્રવેશ કર્યો છે. તે ફરી માં બની ગઈ છે. તેમના ધરે એક દીકરીનો જન્મ થયો છે. સોશિયલ મીડિયા પર શિલ્પાએ આની જાણકારી આપી. જણાવી દઈએ કે, તેમની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરી 2020 ના રોજ થયો છે.

સેરોગેસી એટલે કે ભાડાની કોખ દ્વારા શિલ્પા શેટ્ટીના ઘરે દીકરીએ જન્મ લીધો છે. સોશિયલ મીડિયા પર શિલ્પાએ દીકરીના હાથનો ફોટો શેયર કર્યો છે.

ફોટો શેયર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું – ઓમ ગણેશાય નમઃ, અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે. અમને એ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે, લિટલ એન્જલે અમારા ઘરમાં પ્રવેશ કર્યો છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાએ 15 ફેબ્રુઆરી 2020 ના રોજ જન્મ લીધો છે. ઘરમાં જુનિયર SSK આવી ગઈ છે.

જણાવી દઈએ કે, શિલ્પા પહેલાથી એક દીકરાની માં છે. તેમના દીકરાનું નામ વિયાન રાજ કુંદ્રા છે. તેનો જન્મ 2012 માં થયો હતો.

જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા 22 નવેમ્બર 2009 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના 11 વર્ષ પછી તે એકવાર ફરી માં બની ગઈ છે.

હાલના દિવસોમાં શિલ્પા પતિ રાજ કુંદ્રા અને દીકરા વિયાન સાથે પોતાનું જીવન ખુશીથી એન્જોય કરી રહી છે. હવે દીકરાના આવી જવાથી તે વધારે ઉત્સાહિત છે.

વર્કફ્રંટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી બોલીવુડમાં ફરી પ્રવેશ કરી રહી છે. તે સબ્બીર ખાનની ફિલ્મમાં જોવા મળવાની છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.