68 વર્ષની ઉંમરે શિલ્પા શેટ્ટીને ટક્કર આપે છે તેમની સાસુ, વાયરલ થયો વિડીયો

શિલ્પા શેટ્ટીની સાસુ માં તેમની વહુથી વધારે ચઢિયાતી છે, 68 વર્ષની ઉંમરે કરે છે જબરજસ્ત વર્કઆઉટ, જુઓ વિડીયો.

શિલ્પા શેટ્ટી બોલીવુડની સૌથી હૉટ અને ફિટ એક્ટ્રેસમાંથી એક છે. શિલ્પાની બોલ્ડનેસ અને ફિટનેસનો જવાબ આજે પણ બીજી કોઈ અભિનેત્રી પાસે નથી. તે પોતાની ફિટનેસને લઈને ઘણી ગંભીર અને સભાન છે. શિલ્પાને હંમેશા વર્કઆઉટ અને યોગા કરતા જોઈ શકાય છે. તે હંમેશા પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. શિલ્પા પોતાને ફિટ રાખવા માટે ઘણા ઉપાય કરે છે. અને તે યોગાને પોતાના જીવનનો મહત્વનો ભાગ જણાવે છે. તેના સિવાય ફિટનેસનું રહસ્ય તે સંતુલિત આહારને પણ જણાવે છે.

Just to experience this SILENCE is a luxury in our city that’s bustling with noise, 24/7 (no honking sounds), isn’t it? Making the most of this peace and quiet, sitting in my favourite spot in the garden under the Starfruit tree seems surreal.The clear skies, melodious chirping of the birds, the unhindered sound of the waves, the calming breeze, the clean and empty beach and roads… feels like a whole new world ? Today, I’m grateful for this “SILENCE” that helps me connect with my inner self and the universe… The kind of Silence we all should enjoy……#20DaysOfGratefulness #Day3 #stayhome #staysafe #SwasthRahoMastRaho #gratitude #bliss #silence #peace #quiet #birds #SoundsOfNature

Posted by Shilpa Shetty Kundra on Saturday, March 28, 2020

તે પોતાના દિવસની શરૂઆત થોડા યોગા અને કસરત કરીને કરે છે. તેના વર્કઆઉટના વિડીયો હંમેશા વાયરલ થતા રહે છે. શિલ્પા પોતાની સમાન ઉંમરની મહિલાઓ માટે એક પ્રેરણા છે કે, વધતી ઉંમર ફિટનેસ પર કોઈ અસર નથી કરતી. પણ ફિટનેસની બાબતમાં, તેમની સાસુ પણ તેમનાથી ઓછી નથી. આવો જાણીએ, છેવટે અમે આવું શા માટે કહી રહ્યાં છીએ.

શિલ્પા પોતાને ફિટ રાખે જ છે, સાથે સાથે બીજાને પણ ફિટ રહેવાની સલાહ આપે છે, અને તેમને પ્રેરણા પણ આપે છે. તેના સિવાય તે લોકોને ફિટ રહેવા માટે પોતાના વર્કઆઉટના વિડીયો પણ શેયર કરે છે, અને બીજાને ફિટ રહેવાના ઉપાય જણાવે છે. પણ હાલમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેયર કર્યો હતો. પણ આ વિડીયો શિલ્પાનો નહી, તેમની સાસુનો હતો જેમાં તેમની સાસુ વર્કઆઉટ કરતા દેખાઈ રહી છે. અને લોકોને ફિટ રહેવાની યુક્તિ આપી રહી છે.

My 68-year-old Mom-in-law working out and I sneaked up on her… this is sooo inspiring.She’s highly diabetic but just the fact that she takes the time out to walk (even if it’s around the house) or do yoga/stretch or breathe… she makes that effort. I respect the discipline she maintains, only shows that she ‘values’ her health. This video is so inspiring, it is proof that it’s never too late to start.She’s gonna kill me for posting this, but I had to… Love you mom… So grateful for all your blessings and for the fact that you inspire us all❤️???…..#20DaysOfGratefulness #Day11 #gratitude #family #fitness #homeworkout #stayhome #staysafe

Posted by Shilpa Shetty Kundra on Sunday, April 5, 2020

શિલ્પાએ એક વિડીયો શેયર કર્યો છે, જેમાં તેમની સાસુને વર્કઆઉટ કરતા જોઈ શકાય છે. આ વિડીયોને શેયર કરતા શિલ્પા કેપ્શનમાં લખે છે, મારી 68 વર્ષની સાસુ વર્કઆઉટ કરતા. તે આગળ લખે છે, આ ઘણું પ્રેરણાદાયક છે. તે હાઈલી ડાયાબિટીક છે, છતાં પણ તે ફરવા, વર્કઆઉટ કરવા, કસરત કરવા અને યોગા માટે સમય જરૂર કાઢે છે.

તેની આગળ શિલ્પા લખે છે, તે પોતાના જીવનમાં ઘણું વધારે શિસ્ત રાખે છે. હું તેમની ઘણી ઈજ્જત કરું છું. શિલ્પા લખે છે – તેમનો આ વિડીયો દરેકને એજ શીખવાડે છે કે, કોઈ પણ ઉંમરમાં નવી શરૂઆત કરવામાં આવી શકે છે. આ વિડીયોને અપલોડ કર્યા પછી શિલ્પાના ફેંસ વિડીયોને ઘણો પસંદ કરી રહ્યા છે. તેની સાથે જ, આટલી ઉંમરે તેમની સાસુને વર્કઆઉટ કરતા જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્ય ચકિત પણ છે.

શિલ્પાના આવું કરતા પહેલા મિલિંદ સોમનની માં નો પણ એક વિડીયો ઘણો વાયરલ થઈ ચુક્યો છે. જણાવી દઈએ કે, મિલિંદ સોનમ એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. તેમના આવા જ એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ઘણી લાઈક ભેગી કરી હતી.

જણાવી દઈએ કે, આ વિડીયોમાં મિલિંદ સોમનની માં, પોતાની વહુ અંકિતા કંવર સાથે ઘરની છત પર લંગડી રમતા જોવા મળી હતી. મિલિંદનો આ વિડીયો જોયા પછી યુઝર્સે ઘણી પ્રેરણા મેળવી. અને ફેન્સે સોશિયલ મીડિયા પર આ વિડીયોની ઘણી પ્રશંસા પણ કરી હતી. જણાવી દઈએ કે, મિલિંદની માં ની ઉંમર 81 વર્ષ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.