શિલ્પા શેટ્ટીની આ પોસ્ટે મચાવી દીધો ખળભળાટ, જાણો કેટલી છે તેમની આ સાડીની કિંમતી.

શિલ્પા શેટ્ટીનો નવો લૂક જોઈએ ફેન્સ થયા દિવાના, સાડીની કિંમત જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે.

એક તરફ શિલ્પા શેટ્ટીના પતિ પોતાની પહેલી પત્નીના નિવેદનને લઈને ચર્ચામાં છે, તો બીજી તરફ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની અદાઓ અને ગોર્જિયસ સ્ટાઈલ અને લૂકના લીધે ચર્ચાનો વિષય બની છે. શિલ્પા શરૂઆતથી જ પોતાની ફિટનેસ અને એક્ટિંગને લીધે ફેમસ છે.

હાલમાં તે ડાન્સિંગ રિયાલીટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ માં એક જજના રૂપમાં દેખાઈ રહી છે. શો માં એક તરફ બધા કન્ટેસ્ટન્ટ પોતાના કૌશલ્યનો જલવો દેખાડી રહ્યા છે, ત્યાં શિલ્પા પોતાના લૂક અને સ્ટાઇલને લીધે હંમેશા ચર્ચામાં જળવાયેલી રહે છે. આ વખતે શિલ્પાના ચર્ચામાં રહેવાનું કારણ તેમની શાનદાર સાડી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હમણાં થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટીએ પોતાનો એક ફોટો અને એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે બ્લેક સાડી પહેરેલી દેખાઈ રહી છે. શિલ્પાની આ પોસ્ટે જ તેમને ચર્ચામાં લાવી દીધી છે.

શિલ્પાએ જે સાડી પહેરેલી છે તે સિલ્વર વર્ક વાળી કાળી સાડી છે. આ મિરર વર્ક વાળી સાડી અને હેવી બ્લાઉઝમાં શિલ્પા ખૂબ જ ગોર્જિયસ દેખાઈ રહી છે. પ્રખ્યાત ડિઝાઇનર રીતિ અર્નેજાના કલેક્શનની સાડી પહેરીને શિલ્પાએ જેવો જ પોતાનો ફોટો પોસ્ટ કર્યો કે, તેના થોડાક જ કલાકમાં તેમના એ ફોટાને લગભગ 3 લાખ લાઇક્સ મળી ગઈ હતી.

કેટલી છે આ સાડીની કિમત?

શિલ્પાએ જેવો જ આ સાડીમાં પોતાનો નવો ફોટો અપલોડ કર્યો કે દરેક તરફ આ સાડીના ચર્ચા થવા લાગી. મીડિયા રિપોર્ટ અનુસાર હમણાં થોડા સમય પહેલા શિલ્પાનો જન્મદિવસ ગયો છે. અને આ કારણો સર ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના આવનારા એપિસોડમાં શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ ઉજવવામાં આવશે. જેમાં શિલ્પા આ સાડીમાં દેખાવાની છે.

હવે તેની કિંમતની વાત કરવામાં આવે, તો સ્વાભાવિક વાત છે કે આટલી મોટી એક્ટ્રેસ કોઈ સામાન્ય સાડી તો પહેરશે નહિ? શિલ્પાની આ બ્લેક વેલવેટ સ્કર્ટ સાડી પર ક્રોપ ટોપ છે અને સાથે જ પલ્લું પણ છે. આખા બ્લાઉસ અને પલ્લું પર જરદોશીનું આકર્ષક ભરતકામ કરવામાં આવ્યું છે, જેની કિંમત 46 હજાર જણાવવામાં આવી રહી છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.