લાખોનું હેન્ડબેગ લઈને નીકળી શિલ્પા શેટ્ટી, ફોટામાં દેખાયો લકઝરી અંદાજનો તડકો

બોલીવુડની હસીનાઓ પોતાના સુંદર લુક્સને લઈને હંમેશા હેડલાઈનમાં છવાયેલી રહે છે. પોતાને સુંદર બનાવવા માટે તે અલગ અલગ રીતે અજમાવે છે, જેના માટે તેઓ પૈસાને પાણીની જેમ વેડફે છે. જી હા, બોલીવુડ અભિનેત્રીઓ પોતાને ફિટ અને સુંદર રાખવા માટે પૈસાને પાણીની જેમ વેડફે છે, જેના કારણે તેમના ચહેરા પર એક અલગ જ ચમક દેખાય છે. અને તેમની આ ચમક લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે. આ કડીમાં શિલ્પા શેટ્ટીના થોડા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેમના બેગની કિંમત લાખો રૂપિયા જણાવવામાં આવી રહી છે.

બોલિવુડની સ્ટાઈલિશ અભિનેત્રીમાંથી એક શિલ્પા શેટ્ટી હંમેશા પોતાની ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, પણ આ વખતે તે પોતાના બેગને કારણે હેડલાઈનમાં છે. હકીકતમાં શિલ્પા શેટ્ટીના હાથમાં એક બેગ દેખાઈ રહ્યું છે, જેની કિંમત લાખો રૂપિયા જણાવવામાં આવી રહી છે, અને તેની કિંમત સાંભળતા જ તેમના ફેન્સ સ્તબ્ધ રહી ગયા.

જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી હંમેશા બ્રાન્ડેડ વસ્તુઓ જ પસંદ કરે છે, જેના કારણે તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુ ઘણી મોંઘી હોય છે, પણ તેમના ફેન્સને ખુબ પસંદ આવે છે. એવામાં હવે તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

લક્ઝરી બેગ લઈને નીકળી શિલ્પા શેટ્ટી :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા મુંબઈ એયરપોર્ટના છે, જેમાં શિલ્પા શેટ્ટી ખુબ વધારે સુંદર દેખાઈ રહી છે. તેમના આ ફોટા લોકોને પોતાના દીવાના બનાવી રહ્યા છે. પણ આ બધા વચ્ચે તેમનું બેગ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે.

હકીકતમાં, શિલ્પા શેટ્ટીને હર્મેન્સ બર્કિનનું બેગ પકડ્યું હતું, જે એક મોટી બ્રાન્ડ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બ્રાન્ડના બેગની કિંમત દસ લાખ રૂપિયાથી શરૂ થાય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, શિલ્પા શેટ્ટીનું આ બેગ દસ લાખ રૂપિયાનું છે, જેના કારણે તેમના ફેન્સનું ધ્યાન તેમની તરફ ખેંચાઈ રહ્યું છે.

બ્રાઉન આઉટફિટમાં કમાલની દેખાય છે શિલ્પા શેટ્ટી :

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એકવાર ફરી પોતાના ફેન્સનું દિલ જીતી લીધું. આ વખતે તે બ્રાઉન આઉટફિટમાં જોવા મળી, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી ઉપરથી નીચે બ્રાઉન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. એટલું જ નહિ તેમનું હેન્ડબેગ પણ બ્રાઉન કલરનું છે, જેના કારણે દરેકની નજર તેમની પર જ ટકી ગઈ હતી.

તે પોતાના કિલર લુકથી લોકોનું દિલ પણ ધડકાવી રહી છે, અને તેમના ફેન્સ ઘણા ખુશ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, લાંબા સમય પછી શિલ્પા શેટ્ટીના અમુક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના લીધે તેમના ફેન્સ ઘણા ઉત્સુક છે.

લાંબા સમય પછી કરી રહી છે કમબેક :

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, પણ નાના પડદા પર તે જોવા મળતી રહે છે. હકીકતમાં શિલ્પા શેટ્ટી રિયાલિટી શો માં જોવા મળે છે, જેમાં ડાન્સ વગેરે શામેલ છે.

એવામાં હવે તેમણે બોલીવુડમાં કમબેક કરવાનું મૂડ બનાવ્યું છે. જેમાં તેમની બે ફિલ્મો આ વર્ષે પડદા પર રિલીઝ થશે. એ ફિલ્મોમાં નિકમ્મા અને હંગામા 2 શામેલ છે, જેના કારણે તેમના ફેન્સ ઘણા વધારે ઉત્સાહિત છે. યાદ કરાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીની ફેન ફોલોઇંગ હજી પણ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.