શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના બર્થડે પર શેયર કર્યો જૂની યાદોથી જોડાયેલ આ ખાસ વિડીયો

રાજ કુંદ્રાના જન્મદિવસ પર શિલ્પાએ શેયર કર્યો જૂની યાદો તાજી કરનારો આ વિડીયો, જુઓ આ ખાસ વિડીયો. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2020ના રોજ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ વિશેષ પ્રસંગે શિલ્પાએ એક વિશેષ વિડીયો શેર કર્યો અને સાથે જ એક લાંબી નોંધ પણ લખી છે. તો આવો જાણીએ તેના વિષે.

આમ તો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના જન્મ દિવસની શુભકામનાઓ આપતા પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો છે, જેમાં બ્લેક એંડ વ્હાઈટ ફોટાથી લઈને શિલ્પા અને રાજે સાથે પસાર કરેલી પળોને દર્શાવવામાં આવી છે. આ વિડીયોને પ્રસંશક ખુબ પસંદ કરી રહ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં આ વિડીયો 3 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

તેના કેપ્શનમાં શિલ્પાએ લખ્યું છે, ‘હેપ્પી બર્થડે મેરે કુકી. હેપ્પી હેપ્પી બર્થડે મેરે કુકી @rajkundra9 તમે વાસ્તવમાં એક પૂર્ણ પેકેજ છો. સૌથી અદ્દભુત દીકરા, ભાઈ, પતિ, પિતા કે તમને મિત્ર કાંઈ પણ માની શકીએ છીએ. બ્રહ્માંડે વાસ્તવમાં મને સૌથી સારુ આપવા માટે કંઈક કર્યું, મને પ્રેરણા આપવા, શીખવવા, હંમેશા પ્રોત્સાહિત કરવા અને મને હસાવવા માટે આભાર.

આજે અને દરરોજ મારી હાર્દિક પ્રાર્થના છે કે તમારા બધાની ઈચ્છા પૂરી કરે અને તમને હંમેશા સારું આરોગ્ય અને સુખની શુભકામનાઓ. હું તમને અનંત સુધી પ્રેમ કરુ છું. તે ન માત્ર મારી લગ્નની વીંટી ઉપર પરંતુ મારા દિલમાં પણ હંમેશા માટે કંડારાઈ ગયા છો. તે ધ ગ્રેટેસ્ટ શોમેનનું ‘હમારા’ ગીત છે. તે એટલા માટે ઉપર્યુક્ત છે, કેમ કે હું તમારી સાથે જે સમય પસાર કરુ છું અને તે ક્યારેય પૂરો નથી થતો.

શિલ્પાના આ વિડીયો ઉપર રાજ કુંદ્રાએ કમેંટ કરતા પત્નીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કમેંટમાં લખ્યું છે, ‘ઓહ થેંક્યુ જાન. કેટલો સુદંર વિડીયો અને મારું પસંદગીનું ગીત. તમે ધન્ય છો, મારા જીવનમાં તમારા 10 વર્ષ થઇ ગયા છે, હું તમને અનંત સુધી પ્રેમ કરુ છું.

અભીનંદન આપવા વાળાની લાગી લાઈન

રાજ કુંદ્રાના જન્મ દિવસ ઉપર તેને દરેક અભીનંદન આપી રહ્યા છે. શિલ્પાના આ વિડીયો ઉપર લોકો કમેંટ કરી રાજને જન્મ દિવસની શુભ કામના આપી રહ્યા છે. પ્રસિદ્ધ કોરિયોગ્રાફર અહમદ ખાનની પત્ની શાયરા અહમદ ખાને લખ્યું, ‘હેપ્પી હેપ્પી બર્થડે @rajkundra9 @theshilpashetty”

તે સ્વ. અભિનેતા ઋષિ કપૂરની દીકરી રીદ્ધીમા કપૂર સાહનીએ પણ રાજને બર્થડે વિશ કર્યો છે. તેમણે લખ્યું છે, ‘જન્મ દિવસની શુભકામનાઓ @rajkundra9″ તે ઉપરાંત ફેમસ કલાકાર જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફે પણ રાજના બર્થડે વિશ કરતા લખ્યું છે, ‘જન્મ દિવસ અભીનંદન @rajkundra9 સર. તે ઘણા અદ્દભુત છે.’

ધામધૂમ પૂર્વક મનાવ્યો હતો ગણપતિ ઉત્સવ

હાલમાં જ ‘ગણેશ ચતુર્થી ના પ્રસંગ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાએ પોતાના ઘરે ગણેશ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. આ ખાસ પ્રસંગ ઉપર તેમણે એક વિડીયો શેર કરી ફેમસ ડિઝાઈનર પુનીત બલાના દ્વારા મોકલવામાં આવેલો ડ્રેસ દેખાડ્યો હતો અને તેને તેના માટે થેંક્યુ પણ કહ્યું હતું. પુનિતે શિલ્પા અને રાજ કુંદ્રા સહીત તેના બાળકો માટે આ સુદંર આઉટફીટ તૈયાર કર્યો હતો. બધાનો ડ્રેસ સફેદ અને લાલ રંગમાં હતો.

આમ તો બધાનો ડ્રેસ ઘણો સુંદર લાગી રહ્યો હતો, પરંતુ સમિશાના કપડા ઉપર દરેકનું ધ્યાન આકર્ષિત થતું હતું. વિડીયોમાં તમે શિલ્પાને એવું કહેતા સાંભળશો કે ગણેશ પૂજા માટે સમીશાએ ‘ચણીયા-ચોળી’ પહેરશે અને તે તેની પહેલી ‘ચણીયા-ચોળી’ છે.

હાલમાં તે દંપત્તિ પોતાના બાળકો સાથે આનંદમય જીવન પસાર કરી રહ્યા છે અને પોતાની વિશેષ પળોની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે. અમે પણ રાજ કુંદ્રાને તેમના જન્મ દિવસ ઉપર ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ. તો તમને શિલ્પા શેટ્ટી દ્વારા શેર કરવામાં આવેલો વિડીયો કેવો લાગ્યો? અમને કમેંટ કરીને જણાવવાનું ન ભૂલશો, સાથે જ જો અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.