હિટ ફિલ્મો આપવા છતાં ફ્લોપ રહ્યું શિલ્પા શેટ્ટીની બહેનનું કરિયર, 41 ની ઉંમરમાં પણ છે કુંવારી.

બોલીવુડમાં સૌથી ખરાબ સમય ત્યારે હોય છે, જયારે તમને તમારા નામથી નહિ પરંતુ તમને કોઈ સગાના નામથી ઓળખવામાં આવવા લાગે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા લોકોની ઘણી લાંબી યાદી છે. આ યાદીમાં એક નામ શિલ્પા શેટ્ટીની બહેન શમીતાનું પણ છે.

શમીતા શેટ્ટીને બોલીવુડમાં પ્રવેશ કર્યાનો ઘણો સમય થઇ ગયો છે, પણ બોલીવુડમાં તેને એક હિરોઈન તરીકે નહિ પરંતુ શિલ્પાની બહેન તરીકે ઓળખવામાં આવે છે. શમીતા શેટ્ટીએ પોતાની ફિલ્મો કારકિર્દીની શરુઆત બ્લોકબસ્ટર ફિલ્મ મોહબ્બતેથી કરી હતી. શમીતા શેટ્ટી આજે પોતાનો ૪૧મો જન્મ દિવસ મનાવી રહી છે. શમીતા શેટ્ટીએ હજુ સુધી લગ્ન નથી કર્યા.

શમીતા શેટ્ટીનો જન્મ મેંગલુરુમાં થયો હતો. તેમણે સેંટ એંથોની ગર્લ્સ હાઈસ્કુલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે મુંબઈની સીડેનહમ કોલેજ માંથી ગ્રેજયુએશનની ડીગ્રી પ્રાપ્ત કરી. ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી શમીતાએ મુંબઈમાં આવેલી એક કોલેજ માંથી ફેશન ડિઝાઈનરનો કોર્ષ કર્યો.

જયારે શમીતા દેશના ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને ત્યાં પોતાની ઈંર્ટનશીપ કરી રહી હતી, ત્યારે એક દિવસ મનીષે તેને કહ્યું કે તારી અંદર અભિનયના ગુણ છે. તું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રાઈ કર. મોહબ્બતે ફિલ્મમાં અભિનય કરવા માટે ૨૦૦૧માં શમીતાએ આઈફા બેસ્ટ ડેબ્યુ કલાકાર (ફીમેલ) નો એવોર્ડ જીત્યો હતો.

વર્ષ ૨૦૦૧માં જ શમીતાનું ગીત ‘શરારા શરારા’ આવ્યું. લોકોએ તે ગીતને ઘણું પસંદ કર્યું અને જોત જોતામાં શમીતા સ્ટાર બની ગઈ. વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘ઝહર’માં પણ શમીતા શેટ્ટીનો અભિનય લોકોએ ઘણો પસંદ કર્યો. ફિલ્મોમાં અભિનય કરવા સાથે સાથે શમીતા ઈંટીરીયર ડીઝાઈનીંગમાં પોતાની પ્રસિદ્ધી મેળવી રહી હતી.

શમીતાએ મુંબઈમાં રોયલ્ટી નામની ક્લબ બનાવી છે. તે ઉપરાંત તેણે ચંડીગઢમાં લોસીસ સ્પા બનાવી, જેના માટે તેને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સન્માનિત કરવામાં આવી. જયારે શમીતાને ફિલ્મોમાં સફળતા ન મળી ત્યારે તેણે ટીવી તરફ ધ્યાન આપ્યું. શમીતા શેટ્ટીએ બીગ બોસ, ઝલક દિખલા જા અને ખતરો કે ખેલાડી જેવા રીયાલીટી શો માં પણ કામ કર્યું. પણ તેમાં પણ સફળ ન થવાથી તે ધીમે ધીમે બોલીવુડથી દુર થતી ગઈ.

જયારે શમીતાને હિન્દી ફિલ્મોમાં સફળતા ન મળી ત્યારે તેણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું. પોતાની ફ્લોપ ફિલ્મી કારકિર્દી વિષે એક વખત શમીતાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પોતાની પહેલી ફિલ્મના સફળ થયા પછી તેણે ફિલ્મો પસંદ કરવામાં ભૂલ કરી દીધી, જેના માટે તેને આજ સુધી પછતાવો છે.

શમીતા જણાવે છે કે તેને પોતાની બોલીવુડ કારકિર્દી વિષે થોડું વધુ ગભીરતા પૂર્વક વિચારવું જોઈતું હતું. ઈન્ટરવ્યુંમાં શમીતાએ જણાવ્યું હતું કે હું પણ એક સારી હિરોઈન બની શકતી હોત, પણ અમુક ફિલ્મોમાં કામ કર્યા પછી હું ઘણી સલેક્ટીવ થઇ ગઈ હતી મને એ વાત તે સમયે ન સમજાઈ કે લોકો તમને ભૂલી જાય છે, જો તમે જોવા નથી મળતા તો તે વાતનો અહેસાસ મને ઘણે મોડેથી થયો કે મારે કામ ચાલુ રાખવું જોઈતું હતું તે ઇન્ડસ્ટ્રીનો નિયમ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.