શિલ્પાથી ઓછી સુંદર નથી રાજ કુન્દ્રાની પહેલી પત્ની, છૂટાછેડા પછી થઇ ગઈ આવી હાલત.

બોલીવુડની અતિસુંદર હિરોઈન શિલ્પા શેટ્ટીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમનું ફિલ્મી કેરિયર હીટ રહ્યું છે. ત્યાર પછી તેમણે વર્ષ ૨૦૦૯ માં લંડન બેસ્ડ બિજનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા. રાજ પહેલાથી જ પરણિત હતા અને તેની પહેલી પત્ની પણ સુંદરતામાં કોઈ હિરોઈનથી ઓછી નથી. તો આવો જાણીએ તેના વિષે.

જણાવી આપીએ કે રાજ કુન્દ્રા લંડનમાં ભારતીય મૂળના એક મોટા વેપારી છે. ૨૦૦૪ માં તેમણે બ્રિટેનના ૧૯૮ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. વાત કરીએ છીએ તેમની પહેલી પત્નીની. ખાસ કરીને રાજ કુન્દ્રાના પહેલા લગ્ન કવિતા કુન્દ્રા સાથે કર્યા હતા, પરંતુ તેમણે કવિતા સાથે ૨૦૦૬ માં આંતરિક ખટપટને લીધે છૂટાછેડા લઇ લીધા હતા. કહેવામાં આવે છે કે ત્યાર પછી કવિતા ઉપર ઘણા ગંભીર આરોપ લગાવ્યા.

રાજ અને કવિતા કુન્દ્રાની એક દીકરી પણ છે. મીડિયાના રીપોર્ટસ મુજબ તો કવિતાએ સ્પષ્ટ રીતે શિલ્પા શેટ્ટીને પોતાના છૂટાછેડાની દોશી ગણાવી. રાજ અને શિલ્પા પહેલા બિજનેસ પાર્ટનર બન્યા અને ત્યાંથી તે કહાની પ્રેમ તરફ વળી ગઈ. રાજે સૌથી પહેલા શિલ્પાને એક પરફ્યુમ બ્રાંડના પ્રમોશનમાં મદદ કરી હતી.

તે દરમિયાન બન્ને મીડિયાની નજરોમાં આવી ગયા અને તેમની લવ સ્ટોરી સમાચારોમાં છવાઈ ગઈ. અને શિલ્પાની માં એ પણ શિલ્પા ઉપર લગ્ન માટે દબાણ નાખવાનું શરુ કરી દીધું. ત્યાર પછીથી બન્ને એક બીજા સાથે હળવા મળવા લાગ્યા.

અને આ એક બીજાની નજીક આવતા જોઈ રાજની પહેલી પત્ની ગુસ્સામાં લાલ થઇ રહી હતી અને તેમણે શિલ્પા ઉપર આરોપ લગાવવાનું શરુ કરી દીધું. એવા સમાચારો હતા કે કવિતાએ શિલ્પાના મેરેજ બ્રેકર સુધી કહી દીધું.

કવિતાએ પોતાની આપવીતી ઉપર જણાવ્યું કે રાજે તેને દીકરી ડેલીનાના જન્મના બે મહિના પછી જ છૂટાછેડાની નોટીસ આપી દીધી. અહિયાં રાજ અને શિલ્પાનું હળવું મળવું ઘણું વધતું ગયું. તેવામાં શિલ્પાએ કવિતા દ્વારા લગાવેલા આરોપો ઉપર પણ કોઈ ધ્યાન ન આપ્યું.

છેવટે રાજ અને કવિતામાં છૂટાછેડા થઇ ગયા અને પછી ૨૨ નવેમ્બર ૨૦૦૯ માં બન્નેએ લગ્ન કરી લીધા. બન્નેને આ લગ્નથી એક દીકરો વીયાન કુન્દ્રા છે. જણાવી આપીએ કે શિલ્પા શેટ્ટી બોલીવુડની એક ટોપની હિરોઈન છે અને હંમેશા પોતાની ફિટનેસ અને સુંદરતાને લઇને સમાચારોમાં છવાયેલી રહે છે.

શિલ્પા અને રાજની કેમેસ્ટ્રી ઘણીં સારી ગણાવવામાં આવે છે. જણાવી આપીએ કે એક બિજનેસમેન હોવા છતાં પણ રાજ શિલ્પા સાથે દરેક ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં જવાથી દુર રહેતા ન હતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.