શિમલા મરચાના અદ્દભુત ફાયદા !!
શિમલા મરચામાં આરોગ્યના ઘણા ગુણ સમાયેલા હોય છે. તે જાણ્યા પછી તમે શિમલા મરચાને ખાવાની ના નહી કરી શકો. રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે-સાથે કેન્સર સામે લડવામાં પણ ઉપયોગી છે. આવો જાણીએ તેના ફાયદા.
આધુનિક શોધો મુજબ શિમલા મરચામાં બીટા કેરોટીન, લ્યુટીન અને જીએકસેન્થીસ અને વિટામીન સી જેવા મહત્વના રસાયણ મળી આવે છે. શિમલા મરચાનું સતત સેવનથી શરીર બીટા કેરોટીનમાં પરિવર્તિત કરી દે છે, રેટીનોલ હકીકતમાં વિટામીન એ નું જ એક રૂપ છે. આ બધા રસાયણોના સંયુક્ત અસરથી હ્રદયની તકલીફો, ઓસ્ટીયોઆર્થરાયટીસ, બ્રોકાયટીસ, અસ્થમા જેવી તકલીફોમાં સારો ફાયદો થાય છે.
શરીરનું મેટાબોલીઝ્મ વધારે :
તે શરીરમાં સમાયેલ ટ્રાઈગ્લીસરાઈડના લેવલને ઓછું કરે છે, જેથી કેલેરીને ઓગાળવામાં મદદ મળે છે.
એન્ટીઓક્સીડેંટ :
શરીરમાં ફ્રી રેડીકલ્સ હોવાને લીધે આપણા લોહીની નસો નુકશાનગ્રસ્ત થતી રહે છે. શિમલા મરચામાં વિટામીન એ અને સી હોય છે, જે પણ ઘણું શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ છે. આ એન્ટીઓક્સીડેંટ શરીરના હાર્ટ એટેક, ઓસ્ટીપૂરોસીસ, અસ્થમા અને મોતિયાબિંદ સામે લડવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવે :
તે ડીએનએને કાર્સીનોજેન સાથે બંધાવાથી છોડાવે છે. તે કેન્સર કોશિકાઓને નાશ કરવામાં મદદ કરે છે.
દર્દ નિવારક :
તેમાં એક તત્વ મળી આવે છે જો કે માનવામાં આવે છે કે તે દુખાવાને ત્વચાથી સ્પાઈનલ કોર્ડ સુધી જવાથી અટકાવી દે છે. તેનો પ્રભાવશાળી રીતે ધાધર, નસોના રોગના ઈલાજ વગેરેમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. જે લોકો હમેશા શિમલા મરચાનું સેવન કરે છે તેને કમરનો દુ:ખાવો, સાયટીકા અને સાંધાના દુ:ખાવા જેવી તકલીફ ઓછી થાય છે. શિમલા મરચામાં મળી આવતા મુખ્ય રસાયણો કેપ્સાયસીન દર્દ નિવારક ગણવામાં આવે છે.
શક્તિ વધારે :
તેમાં વિટામીન સી હોય છે તેથી તે સફેદ સેલના ઇન્ફેકશન સામે લડવામાં ઉત્તેજીત કરે છે. તેનાથી ઈમ્યુયન સીસ્ટમ મજબુત બને છે. સાથે જ શિમલા મરચું શ્વાસ સબંધી તકલીફો જેવી કે ફેફસાનું ઇન્ફેકશન, અસ્થમા વગેરેથી બચાવે છે.
પાચન તંત્ર મજબુત બનાવે :
તેમાં પાચન સબંધી તકલીફોને દુર કરવાના ઘણા ગુણ હોય છે. તે ખાવાથી પાચન ક્રિયા દુરસ્ત થાય છે અને પેટમાં દુ:ખાવો, ગેસ, કબજીયાત વગેરેની તકલીફો દુર થઇ જાય છે. તેના સેવનથી મોમાં થતા છાલાની તકલીફ પણ દુર થઇ શકે છે.
ડાયાબીટીસમાં રાહત :
શિમલા મરચાનાં સેવનથી ડાયાબીટીસમાં રાહત મળે છે, અને શરીરમાં બ્લડ શુગરનું સ્તર યોગ્ય રહે છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે, જેથી શરીરમાં વધુ કેલેરીનો સંચય થતો નથી. તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોતું નથી.
ગઠીયામાં રાહત :
શિમલા મરચાનું મુખ્ય તત્વ કેયેન્ને હોય છે જે શરીરના દુ:ખાવાને ઓછો કરવાનું કામ કરે છે. તેના સેવનથી ગઠીયાની તકલીફ માંથી પણ રાહત મળે છે. પેનકિલર ટ્યુબ કે જેલમાં પણ આ તત્વ રહેલું હોય છે, જે લગાવવાથી જ દુ:ખાવો ગાયબ થાય છે.
હ્રદયના આરોગ્ય માટે સારું :
તેમાં હ્રદયને સારું રાખવાના ઘણા ગુણ હોય છે. તેના સેવનથી હ્રદયની ધમનીઓ પણ બંધ થતી નથી, કેમ કે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
ઊંચું લોહીનું દબાણ :
ડાંગ ગુજરાતના દેશી જાણકાર શિમલા મરચાને ઊંચા લોહીના દબાણને ઓછું કરવા માટે મહત્વનું ગણે છે. તે મુજબ શાકભાજી તરીકે શિમલા મરચાનો વધુ સેવન ઘણી અસરકારક હોય છે.
કોલેસ્ટ્રોલ :
શિમલા મરચાને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ખુબ ઉત્તમ ગણવામાં આવે છે. આધુનિક શોધોથી જાણી શકાય છે કે શિમલા મરચું શરીરની મેટાબોલિક ક્રિયાઓને વ્યવસ્થિત કરીને ટ્રાયગ્લીસેરાઈડને ઓછી કરવામાં મદદ કરે છે.
ત્વચામાં ખેંચાણ જાળવી રાખે છે :
વિટામીન સી થી ભરપુર હોવાને લીધે તેમાં એન્ટીઓક્સીડેંટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેના સેવનથી ત્વચામાં ખેંચાણ જળવાઈ રહે છે. બધા અંગો સારી રીતે કામ કરે છે અને હાડકા મજબુત રહે છે.
ચરબી ઘટાડે :
શિમલા મરચામાં કેલેરી ઘણી ઓછી હોય છે. તેમાં ચરબી ઘટાડવાની શક્તિ હોય છે, અને તેના સેવનથી ઉપાપચન સારું રહે છે, અને શરીરમાંથી ટોકસીન કાઢવાની પ્રક્રિયા થાય છે. તમે તેને શાકભાજી, સૂપ કે સલાડ તરીકે સરળતાથી ખાઈ શકો છો.
શારીરિક તનાવ અને ડીપ્રેશન :
શિમલા મરચામાં એક મુખ્ય રસાયણ તરીકે લાયકોપિન પણ મળી આવે છે, જેના વિષે એવું માનવામાં આવે છે કે તે શારીરિક તણાવ અને ડીપ્રેશન જેવી તકલીફો દુર કરવા માટે ખુબ અસરકારક હોય છે.