જાણો શિપ્રા નદીના ઉદ્દગમની સ્ટોરી અને તેની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્ય.

આવો જાણીએ ભારતની સૌથી પવિત્ર નદીઓમાંથી એક અને મહાકાલની નગરીમાં વહેતી શિપ્રા નદીના ઉદ્દગમની સ્ટોરી.

આપણા દેશમાં નદીઓનો ઈતિહાસ ઘણો જુનો છે. સમય જેમ જેમ બદલાતો ગયો ન જાણે કેટલીય વસ્તુ બદલાઈ ગઈ, પણ નદીઓએ ન તો તેની દિશા બદલી અને ન તો ક્યારેય બદલશે. હંમેશાથી એક જ દિશામાં વહેતી નદીઓ આપણને બધાને સદીઓથી જળનો લાભ પહોંચાડી રહી છે. ભારતની સૌથી મુખ્ય નદીઓમાંથી એક છે શિપ્રા નદી. આ નદીનો ઈતિહાસ ઘણો જુનો છે. ભગવાન શિવની ઉજજૈન નગરીમાં વહેતી આ નદીએ પોતાની પવિત્રતા જળવી રાખી છે. આવો જાણીએ આ નદીના ઈતિહાસની સ્ટોરી અને તેની સાથે જોડાયેલા રોચક તથ્યો વિષે.

ક્યાંથી વહે છે શિપ્રા નદી? શિપ્રા, જેને ક્ષિપ્રાના નામથી પણ ઓળખવામાં આવે છે તે મધ્ય ભારતના મધ્ય પ્રદેશ રાજ્યની એક નદી છે. નદી ધાર જીલ્લાના ઉત્તરમાંથી નીકળે છે અને મંદસૌર જીલ્લામાં મધ્યપ્રદેશની રાજસ્થાન સાથેની સરહદ ઉપર ચંબલ નદીમાં સામેલ થવા માટે માળવા પઠારની ઉત્તરમાં વહે છે.

તે હિંદુ ધર્મની સૌથી પવિત્ર નદીઓ માંથી એક છે. પવિત્ર શહેર ઉજજૈન તેના પૂર્વ કાંઠા ઉપર આવેલુ છે. તે સ્થાન ઉપર દર 12 વર્ષમાં સિંહસ્થ મેળો પણ ભરાય છે જેને કુંભ મેળો પણ કહેવામાં આવે છે. આ નદી 195 કી.મી. લાંબી છે. શિપ્રાની મુખ્ય સહાયક નદીઓ ખાન અને ગંભીર છે.

શિપ્રા નદીના કાંઠે આવેલા છે ઘણા હિંદુ મંદિર : શિપ્રા નદીના કાંઠે સેંકડો હિંદુ મંદિર છે. તે એક બારમાસી નદી છે અને હિંદુઓ દ્વારા તેને ગંગા નદી સમાન પવિત્ર માનવામાં આવે છે. શિપ્રા શબ્દનો ઉપયોગ પવિત્રતા, આત્મા, ભાવનાઓ, શરીર વગેરે કે પવિત્રતા કે સ્પષ્ટતાના પ્રતિક તરીકે કરવામાં આવે છે.

શિપ્રા નદી ભારતની તે પવિત્ર નદીઓ માંથી એક છે જેને લોકો પૂજે છે અને તેની સાથે જોડાયેલી ઘણી રોચક કથાઓ પણ પ્રચલિત છે. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે શિપ્રાની ઉત્પત્તિ વરાહના હ્રદય માંથી થઇ છે. તે ઉપરાંત શિપ્રાના કાંઠા ઉપર ઋષિ સંદીપનીનો આશ્રમ છે જ્યાં ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર ભગવાન કૃષ્ણએ અભ્યાસ કર્યો હતો.

સુકાવા લાગ્યું જળ : જો શિપ્રાના જળની વાત કરવામાં આવે તો તેનું જળ તેના ઉદ્દગમ સ્થાનથી સુકાવા લાગ્યું છે જેને પુનઃ જીવિત કરવા માટે સરકારે ઘણા પગલા ભરવાના શરુ કર્યા. પોતાના ઉદ્દગમ સ્થાનથી સુકાવા વાળી શિપ્રા નદીને લગભગ 432 કરોડ રૂપિયાના ખર્ચ વાળી યોજના દ્વારા નર્મદાના સહયોગથી જીવિત કરવામાં આવી છે.

પ્રદેશ સરકારના નર્મદા ઘાટી વિકાસ પ્રાધિનીકરણ દ્વારા બંને નદીઓ એટલે શિપ્રા અને નર્મદાને નર્મદા-શિપ્રા સિંહસ્થ લીંક યોજના દ્વારા જોડવામાં આવી છે. ખાસ કરીને નદી ઉનાળામાં સુકાઈને નહેર પરિવર્તિત થઇ જાય છે અને તેનું પાણી ઓછું થવા લાગે છે કે તેના જળની પ્રાપ્તિ સંભવ નથી થઇ શકતી.

શું છે નર્મદા શિપ્રા સિંહસ્થ લીંક યોજના? નર્મદા શિપ્રા સિંહસ્થ લીંક યોજના, મુંડલા દોસદાર – શિપ્રા નદીને નર્મદા નદી સાથે જોડવા વાળી યોજના છે જે 2012 માં શરુ થઇ હતી અને 2015 માં સફળતા પૂર્વક પૂરી થઇ હતી. આ યોજનામાં વીજળીનો ઉપયોગ કરીને નર્મદા માંથી પાઈપની મદદથી પાણી શિપ્રા નદીના સ્ત્રોત સુધી પહોંચાડવામાં આવે છે. લીંક યોજના 8000 કરોડ રૂપિયાની નર્મદા માલવા લીંક યોજનાનો પહેલો તબક્કો છે.

શિપ્રા નદીનું પૌરાણીક મહત્વ : મોક્ષદાયની નદી શિપ્રા નદીનું ઘણું પૌરાણીક મહત્વ પણ છે અને તે મધ્ય પ્રદેશની ધાર્મિક અને ઐતિહાસિક નગરી ઉજજૈનથી થઇને પસાર થાય છે. દંતકથાઓ મુજબ શિપ્રા નદી વિષ્ણુજીના લો હીમાંથી ઉત્પન થઇ હતી. બ્રહ્મપુરાણમાં પણ શિપ્રા નદીનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃતના મહાકવી કાલિદાસે તેમના કાવ્ય ગ્રંથ મેઘદૂતમાં શિપ્રાનો ઉપયોગ કર્યો છે, જેમાં તેને અવંતી રાજ્યની મુખ્ય નદી કહેવામાં આવી છે.

મહાકાલની નગરી ઉજજૈન, શિપ્રાના કાઠા ઉપર વસેલી છે. સ્કંદ પુરાણમાં શિપ્રા નદીનો મહિમા લખાયેલો છે. પુરાણ મુજબ આ નદી તેના ઉદ્દગમ સ્થાનથી નીકળી ચંબલ નદીને મળી જાય છે. પ્રાચીન માન્યતા છે કે પ્રાચીન સમયમાં તેના ઝડપી પ્રવાહને કારણે જ તેનું નામ શિપ્રા પ્રચલિત થયું છે. સદીઓથી ભારતમાં પ્રવાહિત થતી શિપ્રા નદીની સ્ટોરી બીજી નદીઓથી થોડી અલગ છે અને તેનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.