શિરડીથી ક્યાં ગાયબ થઈ રહ્યા છે લોકો, ગુમ થયેલા લોકોની યાદી જોઈને બોમ્બે હાઈકોર્ટ પણ ચકિત

સાઈબાબાના દર્શન માટે રોજ 60 હજાર લોકો આવે છે, ઉત્સવ અને રજાના દિવસે આ સંખ્યા 1 લાખની ઉપર પહોંચી જાય છે. એવામાં ભીડમાં લોકોના ગુમ થઈ જવાની ઘટના પણ બને છે. એવી જ એક મહિલાના ગુમ થવાની ઘટના વર્ષ 2017 ના ઓગસ્ટ મહિનામાં બની હતી. ઈંદૌરથી આવેલ સાઈભક્ત મનોજ સોની પોતાની પત્ની અને બાળકો સાથે દર્શન કરવા શિરડી આવ્યા હતા.

સાઈ દર્શન પછી સાઈ પ્રસાદાલયમાં પરિવાર સાથે ભોજન કર્યું. ભોજન પછી પત્નીએ કહ્યું, તે થોડી વસ્તુ ખરીદવા માટે માર્કેટ જઈ રહી છે. તે શિરડી બજારમાં ગઈ પણ 3 વર્ષ પછી પણ પાછી નહિ આવી. તેમજ શિરડીમાં એને શોધવાના પ્રયત્ન નિષ્ફળ રહ્યા, તો એમને શિરડી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસ હજી સુધી મનોજ સોનીની પત્નીને નથી શોધી શકી. જયારે મનોજ સોનીએ આરટીઆઈ દાખલ કરીને જાણકારી માંગી તો ખબર પડી કે 2017 માં 10 મહિનામાં 65 લોકો શિરડીથી ગાયબ થયા હતા. તેમજ પોલીસ રેકોર્ડ અનુસાર 2017 માં 71 લોકો શિરડીથી ગાયબ થયા હતા.

આ સંદર્ભમાં મનોજ સોનીએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચમાં યાચિકા દાખલ કરી હતી. એની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ધાર્મિક સ્થળો પર, ભીડ-ભાડ વાળા વિસ્તારોમાં યુવા અને મહિલાઓ હોય છે. એવામાં મહિલાઓને ખોટા કામમાં લગાવવાનું રેકેટતો નથી ને. કે પછી માનવ અંગોની તસ્કરીનો મામલો તો નથી ને. શિરડી પોલીસને એવા મામલાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

તેમજ યાચિકાકર્તા મનોજ સોનીનું કહેવું છે કે, મારી ગુમ થયેલી પત્નીને શિરડી પોલીસ શોધી નથી શકી. એવામાં તે એને જલ્દી શોધી કાઢે એવી આશા રાખું છું. આ મામલામાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટને સર્ચ ઓપરેશન ચલાવવાનો આદેશ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે આપ્યો છે.

આરટીઆઈ અંતર્ગત મળેલી જાણકારી અનુસાર 71 લોકો ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એમાંથી 45 લોકોને પોલીસે શોધી કાઢ્યા છે. 26 લોકો હજી પણ ગુમ છે. તેમજ 2018 માં 82 લોકો શિરડીથી ગુમ થયા હતા. એમાંથી 58 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. 24 લોકો હજી પણ ગુમ છે.

2019 માં અત્યાર સુધીમાં 82 લોકોના ગુમ થયા હોવાના રિપોર્ટ લખવામાં આવ્યા છે. એમાંથી 68 લોકોને શોધી લેવામાં આવ્યા છે, તેમજ 14 હજી પણ ગુમ છે. ત્રણ વર્ષમાં 64 લોકોની હજી પણ ખબર મળી નથી. તેમજ શિરડી પોલીસ ઉપ અધીક્ષક સોમનાથ વાકચૌરેનું કહેવું છે કે, જે લોકો ગુમ થયા છે તેમાંથી ભક્તોની સંખ્યા ઓછી છે. શિરડી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી સીમાના લોકો આ ગુમ થયેલા લોકોમાં છે. તેમજ શિરડીના ગ્રામીણોએ પણ 20 ડિસેમ્બરે શિરડીની કાનૂન વ્યવસ્થાને લઈને ગામસભાનું આયોજન કર્યું છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.