શિશુ ઓ નાં પ્લાસ્ટીકના સિપ્પી કપ થી વધી રહ્યું છે બાળકોમાં કેન્સર ! માં બાપે આ જાણવું જોઈએ

ક્યારેક જ્યુસ તો ક્યારેક સોફ્ટ ડ્રીંક ને સિપ્પી કપ દ્વારા ગટ ગટાવવાની ટેવ બાળકોને વહેલા જુવાન બનાવી રહી છે. પર્યાવરણ શોધ અને સલાહકાર સંગઠન ટોક્સિકસ લીંક ના અભ્યાસમાં તે વાત સામે આવી છે કે બાળકો માટે બજારમાં જોવા મળતા સિપ્પી કપ સુરક્ષિત નથી. આ કપને ખતરનાક બનાવી રહ્યા છે.

તેની બનાવટમાં ઉપયોગમાં લેવાતી બેસ્ફીનોલ-એ (બીપીએ) રસાયણ આ રસાયણ હાર્મોન સીસ્ટમ ઉપર અસર કરીને બાળકોના વિકાસને અસર કરે છે તેની અસરથી જ્યાં છોકરીઓમાં માસિકધર્મ શરુ થવાની ઉમર ધટી રહી છે, તે છોકરાઓમાં યુવાનીનો વિકાસ જલ્દી થઇ રહ્યો છે.

ટોકસીકસ લીંક ના વરિષ્ઠ પ્રોગ્રામ કોઓર્ડીનેટર પીયુષ મહાપાત્રા એ જણાવ્યું કે આ અભ્યાસમાં દિલ્હી ના વિભિન્ન બજારોમાંથી સિપ્પી કપ ના ૧૩ નમુના ભેગા કરવામાં આવ્યા. તેની તપાસ દિલ્હીના શ્રી ઔદ્યોગિક શોધ સંસ્થાન (એસઆઈઆઈઆર) પાસે કરાવવામાં આવી. રીપોર્ટમાં સામે આવ્યું કે ૧૩ માંથી ૧૦ નમુના માં બીપીએ છે. એટલે કે ૭૭ % નમુના માં બીસ્ફીનોલ-એ છે. સિપ્પી કપમાં બીપીએનું પ્રમાણ ૧૪.૯ પીપીએમ (પાર્ટ પ્રતિ મીલીયન) થી ઉચા સ્તર સુધી છે, જો કે ખુબ જ નુકશાનકારક છે.

નવાઈની વાત તો એ છે કે આ ઉત્પાદનોને બજારમાં બીપીએ મુક્તના લેબલો લગાવીને વેચવામાં આવી રહ્યા છે. વાપરનારાઓ માટે એવી કોઈ વ્યવસ્થા નથી, જેનાથી તે નિર્ણય કરી શકે કે કયો સિપ્પી કપ તમના બાળકો માટે સુરક્ષિત છે.

ટોકસીકસ લીંક ના નિર્દેશક સતીશ સિન્હા કહે છે કે ધણા દેશ સિપ્પી કપ ના નુકશાનકારક પ્રભાવ ને જોતા તેમણે વ્યવસ્થિત રીતે નાશ કરી ચુક્યા છે. પરંતુ ભારતમાં આ નવ જાત બાળકો ને દુધની બોટલ માં ઉપયોગમાં લેવાતી નીપલ ઉપર તો પ્રતિબંધ છે, પરંતુ સિપ્પી કપો ના ઉત્પાદનમાં કેટલાય પ્રયોગો ઉપર સરકાર ચુપ છે. સિપ્પી કપ ના ઉત્પાદન,આપૂર્તિ અને વિતરણ વિનિમયન અધિનિયમ ૧૯૯૨ મુજબ લાવવો જરૂરી છે. ટોકસીકસ લીંકના નિર્દેશક રવિ અગ્રવાલ કહે છે કે ઉત્પાદનોમાં આવી રીતે રસાયણો ના ઉપયોગને લઈને વ્યાપક નીતિ કે માનક નિર્ધારિત કરવાની જરૂર છે.

શું છે બીસ્ફીનોલ-એ

બીસ્ફીનોલ-એ (બીપીએ) એવું રસાયણ છે જે અંતઃ સ્ત્રાવ માં ગરબડ કરે છે. શિશુઓના હર્મોનમાં ગરબડ કરવા ઉપરાંત બીપીએ ત્રણ વર્ષ સુધી ની છોકરીઓના વ્યવહાર અને ભાવનાત્મક પાસાઓ ઉપર નકારાત્મક પ્રભાવ પાડે છે. છોકરાઓની વાત કરીએ તો તેમના દુષ્પ્રભાવ થી તેમાં અવસાદ કે ચિંતા નો ભાવ વધે છે. બીપીએ સામાન્ય રીતે શરીરમાં હ્રદય રોગ,યકૃતમાં વિષાત્કતા અને મધુમેહ નું કારણ બને છે. પ્લાસ્ટિક ઉત્પાદન સિપ્પી કપ ના નિર્માણમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જો કે બાળકો માટે નુકશાનકારક છે.

ગર્ભપાતની શક્યતા વધુ

અમેરિકન સોસાયટી ફોર રીપ્રોડકટીવ મેડીસીન (એએસઆરએમ) એ જાણ્યું છે કે જે મહિલાઓ નું લોહી માં બીપીએ નું પ્રમાણ વધુ હોય છે, તેમાં ગર્ભપાત ની શક્યતા તે મહિલાઓ ની સરખામણીએ વધુ હોય છે જેના લોહીમાં બીપીએ નું સ્તર ઓછામાં ઓછું છે.

વર્તન ઉપર પડે છે અસર

૨૪૪ માતાઓ ઉપર કરવામાં આવેલ એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું કે જન્મ પહેલા બીપીએ સાથે જોડાયેલ જોખમ ત્રણ વર્ષ ની ઉંમર માં છોકરીઓના વ્યવહારને અસર કરી શકે છે.