પોતાની ડાયરીમાં સત્યનો સ્વીકાર કર્યો જણાવ્યું આ છે ભારતની દેન જાણો કઈ છે આ શોધ

૧૭૧૦ માં ડોક્ટર ઓલીવર ભારતમાં આવેલ અને આખા બંગાળમાં પ્રવાસ કર્યો ત્યાર પછી તેઓએ પોતાની ડાયરીમાં લખેલ છે. “મેં ભારતમાં ફરતી વખતે પહેલી વખત જોયું કે ચેચક (શીતળા) જેવી મોટી આપત્તિને કેટલી ઝડપથી ભારતવાસી ઠીક કરી લે છે,”

શીતળા તે સમયમાં લોકો માટે મોટી આપત્તિ જ હતી. આ બીમારીથી લાખો યુરોપવાસી મરી ગયા હતા. તે સમયમાં તેઓ લખે છે કે આ લોકો શીતળાની રસી લગાવે છે. તેઓ લખે છે કે “રસી એક સોય જેવી વસ્તુથી લગાવવામાં આવતી હતી. ત્યાર પછી ત્રણ દિવસ સુધી તે વ્યક્તિને થોડો તાવ આવતો હતો. તાવ ઠીક કરવા માટે પાણીના પાટા મુકવામાં આવતા હતા. ત્રણ દિવસમાં તે વ્યક્તિ ઠીક થઇ જતો હતો. એક વખત જેમણે રસી મુકાવી દીધી હોય તે જીવન આખું શીતળાથી મુક્ત થઇ જાય છે.

પછી ડોક્ટર પાછા લંડન ગયા. ડોક્ટરોની સભા બોલાવી. સભામાં ભારતમાં શીતળાની રસી ની વાત જણાવી. જયારે લોકોને વિશ્વાસ ન આવ્યો તો તે ભધાં ડોકટરોને પોતાના ખર્ચે ભારત લાવ્યા. અહિયાં તે લોકોએ પણ રસી જોઈ. પછી તે લોકોએ ભારતીય વૈદોને પૂછ્યું કે આ રસીમાં શું છે? તો તે વૈદોએ જણાવ્યું કે જે લોકો શીતળા ના દર્દી હોય છે અને તેમના શરીરનું પસ કાઢી લઈએ છીએ અને સોય ની અણી જેટલું એટલે કે ખુબ થોડું એવું પસ કોઈના શરીરમાં દાખલ કરી આપીએ છીએ. અને પછી તે વ્યક્તિનું શરીર આ રોગની પ્રતિકારક શક્તિ ધારણ કરી લે છે.

ડૉ. ઓલીવર આગળ લખે છે, “જયારે મેં વૈદોને પૂછ્યું કે તમને આ બધું કોને શીખવ્યું? તો તેઓએ જણાવ્યું કે અમારા ગુરુએ. તેમના ગુરુને તેમના ગુરુએ શીખવ્યું. મારા અનુસાર ઓછામાં ઓછું દોઢ હજાર (૧૫૦૦) વર્ષોથી આ રસી ભારતમાં લગાવવામાં આવી રહેલ છે.”

ડાયરીના અંતમાં તેઓ લખે છે, “આપણે ભારતના વૈદોને અભિનંદન આપવા જોઈએ કે તે મફતમાં ઘરોમાં જઈ જઈને લોકોને રસી લગાવી રહ્યા છે. આપણે અંગ્રેજોને આ વૈદોએ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આ વિદ્યા શિખવાડેલ છે, આપણે તમનો જેટલો બની શકે એટલો આભાર માનવો જોઈએ.

આજે આખી દુનિયામાં જે ડૉ.ઓલીવરને શીતળા ની રસીના સર્જક માનવામાં આવે છે તે પોતે પોતાની ડાયરીમાં ભારતના વેજ્ઞાનિકને આ રસીના સર્જક સ્વીકાર કરી રહ્યા છે.