આ રીતે કરો શિવ ચાલીસાનો પાઠ, પુરી થશે બધી મનોકામનાઓ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવાની સાથે જ શિવ ચાલીસાના પાઠ કરવા ઘણું શુભ ફળ દાયક માનવામાં આવે છે. પૂજા પાઠમાં શિવ ચાલીસાનું ઘણું મહત્વ છે. શિવ ચાલીસાના સરળ શબ્દોથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. શિવ ચાલીસાના પાઠથી અઘરામાં અઘરા કાર્યને પણ ઘણી જ સરળ રીતે કરી શકાય છે.

શિવ ચાલીસા ૪૦ લીટીઓમાં સરળ શબ્દોમાં રહેલી છે. તેનો મહિમા ઘણો જ વધુ છે. ભોળો સ્વભાવ હોવાને કારણે ભગવાન ભોળા ભંડારી શિવ ચાલીસાના પાઠથી સરળતાથી માની જાય છે, અને ભક્તને મનપસંદ વરદાન આપી દે છે. એટલા માટે શિવ ચાલીસાના પાઠનો ઘણો મહિમા છે.

શું તમે જાણો છો કે શિવ ચાલીસાના પાઠ કેવી રીતે કરવામાં આવે છે? જો ના તો આવો જણાવીએ તમને એના વિષે.

સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો.

પોતાનું મોઢું પૂર્વ દિશામાં રાખો અને સ્વચ્છ આસન ઉપર બેસો.

પૂજામાં ધૂપ, દીવો સફેદ ચંદનની માળા અને પાંચ સફેદ ફૂલ પણ રાખો. અને સાકરને પ્રસાદ માટે મુકો.

પાઠ કરતા પહેલા ગાયના ઘી નો દીવડો પ્રગટાવો, અને એક લોટામાં શુદ્ધ જળ ભરીને મુકો.

ભગવાન શિવની શિવ ચાલીસાનો ત્રણ વખત પાઠ કરો.

શિવ ચાલીસાનો પાઠ બોલીને કરો, જેટલા લોકોને એ સંભળાશે તેમને પણ લાભ થશે.

શિવ ચાલીસાના પાઠ પુરા ભક્તિ ભાવથી કરો, અને ભગવાન શિવને પ્રસન્ન કરો.

પાઠ પુરા થઇ ગયા પછી લોટાનું જળ આખા ઘરમાં છાંટી દો, અને થોડું જળ પોતે પી લો. સાકરને પ્રસાદ તરીકે ખાવ અને બાળકોમાં પણ વહેંચી દો.

શિવ ચાલીસા વાંચીને આવી રીતે મેળવો મનપસંદ વરદાન :

બ્રહ્મ મુહુર્તમાં એક સફેદ આસન ઉપર બેસો.

ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશા તરફ મોઢું રાખો.

ગાયના ઘી નો દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો ૧૧ વખત પાઠ કરો.

જળને વાસણમાં રાખો અને સાકરનો ભોગ ચડાવો.

એક બીલીપત્ર પણ ઊંધું કરીને શિવલિંગ ઉપર અર્પણ કરો.

મનપસંદ વરદાનની કામના કરો અને આ પાઠ ૪૦ દિવસ સતત કરો.

શિવ ચાલીસાથી થશે ઢગલાબંધ ફાયદા :

૧. મનનો ડર જો છે તો નીચેની પંક્તિ વાચો.

जय गणेश गिरीजा सुवन’ मंगल मूल सुजान|

कहते अयोध्या दास तुम’ देउ अभय वरदान||

આ પંક્તિને ૨૭ વખત સવારે ભગવાન શિવની સામે વાંચવાથી લાભ થશે.

૨. દુઃખો માંથી મુક્તિ મેળવવા માટે આ પંક્તિ વાચો.

देवन जबहिं जाय पुकारा’ तबहिं दुख प्रभु आप निवारा||

આ પંક્તિને ૧૧ વખત રાત્રે વાંચીને સુવો અને કાર્ય સિદ્ધ થઇ ગયા પછી ગરીબ લોકોને સફેદ મીઠાઈ જરૂર વહેચો.

૩. કોઈપણ કાર્યને સિદ્ધ કરવા માટે નીચેની પંક્તિ વાંચો.

पूजन रामचंद्र जब कीन्हा’ जीत के लंक विभीषण दीन्हा||

આ પંક્તિને ૧૩ વખત સાંજના સમયે વાંચો. એવું સતત ૨૭ દિવસ જરૂર કરો.

૪. મનપસંદ વર પ્રાપ્તિ માટે કરો આ પંક્તિના પાઠ.

कठिन भक्ति देखी प्रभु शंकर’ भाई प्रसन्न दिए इच्छित वर||

આ પંક્તિને મનપસંદ વરની પ્રાપ્તિ માટે સવારના સમયે તેનો ૫૪ વખત પાઠ કરો. એવું તમારે ૨૧ દિવસ કરવાનું છે.

૫. ધન ધાન્યની વૃદ્ધી માટે આ પંક્તિના પાઠ કરો.

धन निर्धन को देत सदा ही’ जो कोई जांचे सो फल पाही||

આ પંક્તિને ૧૧ વખત સવારના સમયે વાંચો.