શિવ-પાર્વતીનું ચમત્કારિક મંદિર, જ્યાં ઉનાળામાં પણ ઠંડીથી ધ્રુજવા લાગે છે ભકતો, જાણો તેનું રહસ્ય.

આપણા ભારત દેશમાં એવા ઘણા ચમત્કારિક મંદિરો રહેલા છે. જે પોતાના ચમત્કારો માટે દુનિયા આખીમાં પ્રસિદ્ધ છે અને આ મંદિરોના ચમત્કાર વિષે કોઈને પણ આજ સુધી ખબર નથી પડી શકી. હજુ સુધી તેના ચમત્કાર રહસ્ય જ બનેલું છે. એટલું જ નહિ પરંતુ આ મંદિરોના રહસ્ય હજુ સુધી પુરાતત્વ વિભાગ અને વેજ્ઞાનિક પણ નથી જાણી શક્યા.

આપણા દેશમાં ભગવાન ઉપર વિશ્વાસ રાખવા વાળાની સંખ્યા ઘણી વધુ છે, મંદિરોમાં થતા આ ચમત્કારો ઉપર તે લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છ, અને થોડા લોકો એવા પણ છે. જે આ ચમત્કારોને અંધવિશ્વાસનું નામ આપી દે છે.

આજે અને તમને આ પોસ્ટ દ્વારા એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જાણકારી આપવાના છીએ. જે મંદિરની અંદર ભયંકર ગરમીમાં પણ શ્રદ્ધાળુઓને ઠંડીનો અહેસાસ થાય છે. ખરેખર મંદિરની બહાર લોકોને પરસેવો છૂટી જાય છે પરંતુ મંદિરની અંદર પ્રેવેશ કરતા જ તેમને ગરમીનો સહેજ પણ અનુભવ થતો નથી.

આજે અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ. તે મંદિર ઉડીસાના ટીટલાગઢમાં રહેલુ છે, એવું કહેવામાં આવે છે કે મંદિરના દરવાજા બંધ કરી દેવાથી આ મંદિરની અંદર વધુ ઠંડક વધી જાય છે, પરંતુ આ મંદિરની બહાર એટલી ગરમી રહે છે કે પાંચ મિનીટ જો કોઈ વ્યક્તિ ઉભો રહી જાય તો તેનું આખું શરીર પરસેવાથી પલળી જાય છે. બહાર એટલી ગરમી રહે છે કે તમને લુ પણ લાગી શકે છે, શિવ પાર્વતીનું આ મંદિર ઘણું ચમત્કારી છે.

ઉડીસાના ટીટલાગઢ સૌથી ગરમ વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ આ સ્થળ ઉપર કુમ્હડા પહાડ ઉપર શિવ પાર્વતીનુ મંદિર રહેલું છે. જે પોતાનામાં ઘણા રહસ્યો છુઆવેલા છે. અહિયાં પથરાળ ખડકો છે. જેને કારણે જ અહિયાં ઘણી જોરદાર ગરમી રહે છે, પરંતુ આટલી ગરમી હોવા છતાં પણ આ મંદિરની અંદર હવામાન ઠંડુ રહે છે, આ મંદિરની અંદર ગરમ હવામાનની કોઈ અસર નથી રહેતી.

આ મંદિરના પુજારીનું એવું માનવું છે કે આ મંદિરમાં સ્થાપિત દેવ મૂર્તિઓ માંથી જ ઠંડક ઉત્પન્ન થાય છે, ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની મૂર્તિઓ માંથી ઠંડી હવા નીકળતી રહે છે, જે આખા મંદિરને ઠંડુ કરી દે છે.

આ મંદિરના પુજારીઓનું એવું પણ કહેવું છે કે આ મંદિરની બહારનું વાતાવરણ જેમ જેમ ગરમ થતું રહે છે અને તાપ વધતો રહે છે, તેની સાથે સાથે મંદિરની અંદરનું તાપમાન પણ ઠંડુ થતું રહે છે, ગરમીની ઋતુમાં આ મંદિરનું તાપમાન એટલું ઘટી જાય છે કે કામળો ઓઢવાની જરૂર પડી જાય છે, ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના આ ચમત્કારિક મંદિરની બહાર ઘણી જ ભયંકર ગરમી રહે છે, પરંતુ આ મંદિરની અંદર હવામાન ઠંડુ રહે છે.

આ મંદિરના રહસ્યને જાણવા માટે વૈજ્ઞાનિકો એ ઘણી મહેનત કરી હતી, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકોને પણ તેનું કોઈ પરિણામ પ્રાપ્ત થઇ શક્ય નથી. આ મંદિરનું રહસ્ય હજુ સીધી ઉકેલવામાં વૈજ્ઞાનિક પણ નિષ્ફળ સાબિત થયા છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.