”શિવ ને ભજો દિન ને રાત ભોળા ને ભજો દિન ને રાત” શિવ તાંડવ – ઓસમાણ મીર નાં કંઠે

 

જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે, ગલેવલમ્ય લમ્બિતાં ભુજંગતુંગ માલિકામ્‌ ।

ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમર્વયં, ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ

અર્થ: સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં.

જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિંપ નિર્ઝરી, વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ ।

ધગ્દ્ધગદ્ધગજ્જ્વલ લલ્લલાટ પટ્ટ્ટપાવકે, કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણં મમં

અર્થ: ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.

 

ધરાધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર, સ્ફુષરદ્દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે ।

કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ, ક્વચિદ્વિગંબરે મનો વિનોદમેતુ વસ્તુદનિ

 

અર્થ: પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (શિવજી) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્તોની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે, આવા જ દિગમ્બર એવા શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે.

જટા ભુજંગ પિંગળ સ્ફુતરત્ફગણામણિ પ્રભા, કદંબ કુંકુમ દ્રવ પ્રલિપ્ત દિગ્વંધૂ મુખે ।

મદાંધ સિંધુર સ્ફુરત્વિગુત્તરીય મેદુરે, મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ

 

અર્થ: જટામાં લપેટાયેલા સર્પના ફેણના મણિઓના પ્રકાશમાન પીળું તેજ સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મત્તવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરણાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત કરે.

સહસ્ર લોચન પ્રભૃત્યન શેષ લેખશેખર, પ્રસૂન ધૂલિ ધોરણી વિધૂસરાન્ઘ્રિ પીઠભૂઃ ।

ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટ જૂટકઃ, શ્રિયૈ ચિરાય જાયતાં ચકોર બંધુ શેખરઃ

 

અર્થ: ઇંદ્રાદિ સમસ્તય દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્પોંનની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માલાળોથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સંપદા આપે.

 

લલાટ ચત્વાર જ્વોલદ્ધનન્જય સ્ફુલિંગભા, નિપીત પંચ સાયકં નિમન્નિ લિંપ નાયકં ।

સુધા મયુખ લેખયા વિરાજ માન શેખરં, મહા કપાલિ સંપદે શિરો જટાલ મસ્તૂ નઃ

 

અર્થ: દેવતાઓના ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્તકની અગ્નિની જ્વાલાથી, કામદેવને ભસ્મ કરી દિધા હતાં. તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા, તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નરમુંડધારી શિવજી અમને અક્ષય સંપત્તિ આપે.

 

કરાલ ભાલ પટ્ટિકા ધગદ્ ધગદ્ ધગદ્ જ્જલદ્ધનંજય, આહુતી કૃત પ્રચંડપંચ સાયકે ।

ધરા ધરેંદ્ર નંદિની કુચાગ્ર ચિત્ર પત્રક, પ્રકલ્પૃ નૈક શિલ્પિલનિ ત્રિલોચને રતિર્મમ

 

અર્થ: સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે.

નવીન મેઘ મંડલી નિરુદ્ધ દુર્ધરસ્ફુરર, ત્કુહુ નિશીથિણીતમઃ પ્રબંધ બદ્ધ કંધરઃ ।

નિલિંપ નિર્ઝરિ ધરસ્તનોતુ કૃત્તિસિંધુરઃ, કલાનિધાન બંધુરઃ શ્રિયં જગદ્ધુરંધરઃ

 

અર્થ: નવીન મેઘોની ઘટાથી પરિપૂર્ણ અમાવસ્યાની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાના બોજથી વિનમ્ર, જગતના બોજને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સંપત્તિ આપે.

પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલિમ પ્રભા, વિલંબિ કંઠ કંદલી રુચિ પ્રબંદ્ધ કંધરં ।

સ્મફરચ્છિદં પુરચ્છિંદ ભવચ્છિબદં મખચ્છિદં, ગજચ્છિ્દાંધ કચ્છિ્દં તમંત કચ્છિદં ભજે

 

અર્થ: ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોને કાપનારા, દક્ષયજ્ઞવિધ્વંસસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

અખર્વ સર્વ મંગળા કળાકદમ્બિ મંજરી, રસ પ્રવાહ માધુરી વિજૃંભણામ ધુવ્રતં ।

સ્મીરાંતકં પુરાંતકં ભાવંતકં મખાંતકં, ગજાંત કાંધ કાંતકં તમંત કાંતકં ભજે

 

અર્થ: કલ્યાણમય, નાશ ન થનાર બધી જ કળીથી વહેતાં રસની મધુરતાનો આસ્વાદ કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્મિત કરનાર, ત્રિપુરાસુર વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્વંરસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

 

જય ત્વીદભ્ર વિભ્રમ ભ્રમદ્ભુન્ગમશ્વસ, દ્વિનિર્ગમત્ત્ર્કમ સ્ફૂરકરાલ ભાલ હવ્યવાટ ।

ધિમિ ધિમિ ધિમિ ધ્વનન્ન્મૃદંગ તુંગ મંગળ, ધ્વિનિ ત્ર્ક્રમ પ્રવર્તિત પ્રચંડ તાંડવઃ શિવઃ

 

અર્થ: અત્યંત શીઘ્ર, વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ધ્વાનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે.

દૃષદ્વિચત્ર તલ્પ યોર્ભુજંગ મૌક્તિ કસ્રજોર્ગ, ઈષ્ઠ રત્ન લોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષ પક્ષયોઃ ।

તૃણારવિંદ ચક્ષુષોઃ પ્રજામહી મહેન્દ્ર યોઃ, સમપ્રવૃત્તિકઃ કદા સદાશિવં ભજામ્યહં

 

અર્થ: જોરદાર પત્થર અને કોમળ વિચિત્ર શય્યામાં સર્પ અને મોતિઓની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્નોમાં, શત્રુ અને મિત્રમાં, તરણા અને કમલલોચનનીઓમાં, પ્રજા અને મહારાજાધિરાજાની સામે સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ.

કદા નિલિંપ નિર્ઝરી નિકુજ કોટરે વસન્‌, વિમુક્તિ દુર્મતિઃ સદા શિરઃસ્થેમંજલિં વહન્‌ ।

વિલોલ લોલ લોચનો લલામ ભાલ લગ્નકઃ, શિવેતિ મંત્ર મુચ્ચલરન્‌ કદા સુખી ભવામ્ય્હં

 

અર્થ: ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતા ચંચલ નેત્રોવાળી લલનાઓમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ.

ઈમં હિ નિત્ય મેવ મુક્ત મુત્ત મોત્તમં સ્તવં, પઠન્ સ્મરન્ બ્રુવન્નરો વિશુદ્ધિ મેતિ સંતતં ।

હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં, વિમોહનં હિ દેહિનાં સુશન્કરસ્ય ચિંતનમ્

 

અર્થ: આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્લોકને દરરોજ, મુક્ત કંઠથી વાંચવાથી કે તેને સાંભળવાથી, સંતતિ વગેરેથી પૂર્ણ થાવ છો તથા હરિ અને ગુરુમાં ભક્તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે.

પૂજાવસાન સમયે દશવત્ર્ક ગીતં, યઃ શંભુ ફૂજનપરં પઠતિ પ્રદોષે ।

તસ્ય સ્થિરાં રથ ગજેન્દ્ર તરંગ યુક્તાં, લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમ્ભુઃ

 

અર્થ: શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રને સંધ્યાકાળે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્થિતર રહે છે. રથ, ગજ, ઘોડા બધાથી હંમેશા યુક્ત રહે છે.

ઇતિ શિવ તાંડવ સ્તોત્રં સંપૂર્ણ

વિડીયો માં જુયો ગુજરાતી જલસો માં ઓસામણ મીર નાં કંઠે શિવ તાંડવ

વિડીયો 

https://youtu.be/YWRDOPox8d8

 


Posted

in

,

by