શિવ ધનુષ્ય જેને ભગવાન રામે તોડ્યું હતું, ઘણા ઓછા લોકો જાણે છે એમા છુપાયેલી અપાર શક્તિનું રહસ્ય

શિવ ધનુષ્યમા છુપાયેલી અપાર શક્તિઓ વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે, જાણો રહસ્યમય શક્તિ વિષે

જયારે હું ધર્મની વાત કરું છું, તો તેમાં વિજ્ઞાનની વાત પહેલા લાવવાનો પ્રયાસ જરૂર કરું છું, આજે ભગવાન રામ ઉપર છે. જેમાં ભગવાન રામજીએ પોતાના સ્વયંવર વખતે જે શિવ ધનુષ્ય તોડ્યું તે વાસ્તવમાં અપાર શક્તિનો સ્ત્રોત અને ભયાનક દીવ્યાસ્ત્રોને ચલાવવાનું માધ્યમ હતું. આવો આ રહસ્યને જાણીએ આચાર્ય ડૉ. અજય દીક્ષિતના માધ્યમથી.

ભગવાન શિવનું ધનુષ્ય કોઈ સામાન્ય ધનુષ્ય ન હતું, પરંતુ તે સમયનું પરમાણુ મિસાઈલ છોડવાનું એક યંત્ર હતું. રાવણની દ્રષ્ટિ તેની ઉપર પડેલી હતી અને તે કારણે જ તે સ્વયંવરમાં આવ્યો હતો. તેને વિશ્વાસ હતો કે તે શિવનો મહાન ભક્ત છે, તે સીતાને વરણ કરવામાં સફળ થશે. જનક રાજાને ડર હતો કે જો તે રાવણના હાથમાં આવી જશે તો સૃષ્ટિનો વિનાશ થઇ જશે, છેવટે તેનો નાશ થઇ જવો જ ઉત્તમ રહેશે.

આ ચમત્કારી ધનુષ્ય ચલાવવાનું જ્ઞાન અમુક લોકો જ જાણતા હતા, સ્વયં જનક રાજ, માતા સીતા, આચાર્ય પરશુરામ, આચાર્યશ્રી વિશ્વામિત્ર જ તેને ચલાવવાની વિધિ જાણતા હતા. આચાર્ય શ્રી વિશ્વામિત્રએ તે ચલાવવાનું જ્ઞાન પ્રભુ શ્રી રામને જણાવ્યુ અને થોડુ જ્ઞાન માતા સીતાએ શ્રીરામને વાટિકા ગમન વખતે જણાવ્યું.

આ ધનુષ્ય ઘણું જ પુરાતન હતું અને પ્રત્યંચા ચડાવતા જ તૂટી ગયું, આચાર્ય શ્રી પરશુરામ ક્રોધિત થયા કે શ્રીરામને ચલાવવાની વિધિ નથી આવડતી, પુનઃ આચાર્ય વિશ્વામિત્ર અને લક્ષ્મણના સમજાવ્યા પછી કે તે એક પુરાતન યંત્ર હતું, વાપરવા સાથે જ તૂટી ગયું, આચાર્ય શ્રી પરશુરામનો ગુસ્સો શાંત થઇ ગયો.

સામાન્ય ધનુષ્ય ન હતું તે શિવજીનું ધનુષ્ય, તે સમયનું આધુનિક પરિષ્કૃત નીયુક્લીયર વેપન હતું. આપણા ઋષિ મુનીઓને ત્યારે ચિંતા થઇ જયારે તેમણે જોયું કે શિવજીના ધનુષ્ય ઉપર રાવણ જેવા લોકોની કુદ્રષ્ટિ પડી ગઈ છે. જયારે તેની ઉપર વિચાર કરવામાં આવ્યો કે તેનું શું કરવામાં આવે?

છેલ્લે નિર્ણય થયો કે પહેલા પણ ખોટા હાથમાં આવવાથી તેનો દુરઉપયોગ થવાથી ભયંકર વિનાશ થઇ શકે છે એટલે તેનો નાશ કરવો જ સૌથી ઉત્તમ રહેશે. આપણા ઋષીઓએ શોધી કાઢ્યું કે અમુક પોઈન્ટ્સ એવા છે, જેનો જુદા જુદા એન્ગલથી અલગ અલગ દબાણ આપીને તેનો નાશ કરી શકાય છે. અને તે પણ નિર્ણય થયો કે બધા જનસમાજ સામે નાશ કરવામાં આવે.

હવે તેના માટે આયોજન અને નાશ કરવા માટે યોગ્ય વ્યક્તિ પસંદ કરવાનો નિર્ણય દેવર્ષિ વિશ્વામિત્રને આપવામાં આવ્યો, ત્યારે સીતા સ્વયંવરનું આયોજન થયું અને પ્રભુ શ્રીરામજી દ્વારા તે નષ્ટ કરવામાં આવ્યું. બોલો મહાપુરુષ શ્રીરામચન્દ્ર મહારાજની જય… ભારતવર્ષની ગૌરવશાળી ગાથા સંસારમાં વધુમાં વધુ લોકો સુધી પહોચાડવા માટે શેર કરો.

આ માહિતી વિજ્ઞાનમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.