શિવજીના આ મંદિરમાં વર્ષોથી દરરોજ નાગ કરે છે પૂજા, આ જોઈ ભક્તોને થાય છે આશ્ચર્ય

આપણા દેશ આખામાં ઘણા બધા પ્રસિદ્ધ મંદિર છે, જેમાં કોઈને કોઈ ચમત્કાર જોવા મળે છે, ઘણી વખત એવા ચમત્કારો થઇ જાય છે, જેની ઉપર લોકોને વિશ્વાસ નથી થતો પરંતુ ન ઇચ્છતા હોવા છતાં તે ચમત્કારો ઉપર લોકોને વિશ્વાસ કરવો પડે છે, જેમ કે તમે બધા લોકો જાણો છો, માણસ દ્વારા દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે પરંતુ તે ગુણ પશુ પક્ષીમાં પણ હોય છે.

કેમ કે માણસની જેમ જ પશુ પક્ષી પણ દેવી દેવતાઓની પૂજા આરાધના કરે છે. આજે અમે તમને શિવજીના એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જ્યાં શિવજીની પૂજા કોઈ પુજારી નહિ પરંતુ નાગ કરે છે.

જો આપણે પૌરાણીક માન્યતાઓ મુજબ જોઈએ તો ભગવાન શિવજીને નાગ સૌથી પ્રિય છે, તમે લોકો ભગવાન શિવજીની મૂર્તિ કે ફોટામાં જોઈ શકો છો કે તેના ગળામાં નાગ હારની જગ્યાએ રહે છે, શિવજી પોતાના ગળામાં નાગને ધારણ કરે છે, આપણા ભારતવર્ષમાં નાગપંચમીના દિવસે નાગોની પૂજા થાય છે, ભગવાન વિષ્ણુજી પણ નાગની શૈયા ઉપર શયન કરે છે.

ભગવાનનો નાગો સાથે વિશેષ સંબંધ હોય છે, આજે અમે તમને ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલા એક ગામ સલેમાબાદના પ્રાચીન શિવ મંદિર વિષે જાણકારી આપવાના છીએ, ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે શિવજીના આ પ્રાચીન મંદિરની અંદર લગભગ ૧૫ વર્ષથી એક નાગ રોજ આવીને ભગવાન શિવજીની પૂજા કરે છે.

તમને આ જાણકારી સાંભળીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આ જાણકારી એકદમ સાચી છે, આ મંદિરની અંદર લોકો દુર દુરથી ભગવાન શિવજીની પૂજા કરવા માટે આવે છે, પરંતુ આ મંદિરની અંદર નાગનું આ રીતે આવવું લોકો માટે એક અલગ જ અનુભવ રહે છે, આ મંદિરમાં રોજ નાગ આવીને લગભગ પાંચ મિનીટ સુધી રોકાય છે અને શિવજીને નમન કરે છે, આ દ્રશ્ય લોકોને ઘણા આશ્ચર્યચકિત કરી દે છે.

અહિયાંના સ્થાનિક લોકોએ એવું જણાવ્યું કે ભગવાન શિવજીના આ મંદિરમાં નાગ સવારે ૧૦ વાગ્યે આવે છે અને સાંજે 3 વાગ્યા પછી આ મંદિર માંથી પાછો જતો રહે છે, જેટલો સમય આ મંદિરની અંદર નાગ રહે છે તે શિવલિંગની પાસે બેસી રહે છે, અહિયાંના સ્થાનિક લોકો પણ આ દ્રશ્ય જોઇને અંદરો અંદર ચર્ચા કરતા રહે છે.

નાગનું આ મંદિરમાં આ રીતે આવવું એક ચમત્કારિક વાત માનવામાં વે છે, શ્રદ્ધાળુઓને કોઈ ડર નથી રહેતો અને ન તો નાગ ક્યારે પણ કોઈ વ્યક્તિને નુકશાન પહોચાડે છે, લોકોનું એવું કહેવું છે કે આજ સુધી આ નાગે કોઈને કોઈ પ્રકારનું નુકશાન નથી પહોચાડ્યું.

જયારે નાગ ભગવાન શિવજીના આ મંદિરમાં પ્રવેશ કરી લે છે, તો ત્યાર પછી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે, જ્યાં સુધી નાગ આ મંદિરમાં રહે છે એટલો સમય સુધી આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવાની મંજુરી નથી આપવામાં આવતી. 3 વાગ્યા પછી જ નાગ ત્યાંથી જતો રહે છે અને ત્યાર પછી જ શ્રદ્ધાળુ ભગવાન શિવજીના દર્શન કરે છે, એટલો સમય સુધી નાગ નાગનું શિવલિંગ પાસે રોકાવું ખરેખર કોઈ આશ્ચર્યથી ઓછું નથી.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.