નાની એવી ઉંમરમાં શિવાંગી જોષી બની કરોડોની સંપત્તિની માલિક, એક શો ના લે છે આટલા બધા રૂપિયા.

ઘણી નાની ઉંમરમાં સફળતા મેળવી છે ટીવીની પ્રિન્સેસ શિવાંગી જોષીએ, એક એપિસોડ માટે મળે છે આટલી મોટી રકમ.

હાલના દિવસોમાં ટીવી ઉપર ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો નો જાદુ છવાયેલો છે. વર્ષો જુનો શો હોવા છતાં પણ આ શો એ પોતાની ચમક જાળવી રાખી છે. આ શો માં આ સમયે જો કોઈ સૌથી મોટું નામ હોય તો તે નાયરા ઉર્ફે શિવાંગી જોષીનું છે. શિવાંગી જોષી હાલના સમયમાં આ શો કરી રહી છે. આ શો ની ઓડીયંસ પણ શો માં તેને જ જોવાનું પસંદ કરે છે. શિવાંગીએ આ સફળતાને ઘણા ઓછા સમયમાં પ્રાપ્ત કરી છે. તે બધું તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે.

શિવાંગી આ શો માં પહેલા નાયરા અને હવે સીરતના પાત્રમાં જોવા મળી રહી છે. ટીવીની આ પ્રિન્સેસે હાલમાં જ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે. હવે તે 26 વર્ષની થઇ ગઈ છે. મુંબઈમાં લાગેલા લોકડાઉનને કારણે આ શો નું શુટિંગ હવે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. એટલા માટે આ વખતે શિવાંગીએ પોતાનો જન્મદિવસ પણ ગુજરાતમાં જ સેલીબ્રેટ કર્યો.

તેના જન્મદિવસના પ્રસંગે તેના ઘણી ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર થયા છે. શિવાંગી પોતાની ઓડીયંસ વચ્ચે કેટલી પ્રસિદ્ધ છે, તે વાતનો અંદાજ તેની ઉપરથી લગાવી શકાય છે કે, જન્મદિવસ પહેલા જ તેના પ્રશંસકોએ હેપ્પી બર્થડે શિવાંગી જોશીનું હેશટેગ ટ્વીટર ઉપર ટ્રેંડ કરી દીધું હતું.

શિવાંગી જોશી ટીવીની યંગ અભિનેત્રીની યાદીમાં સૌથી ઉપર છે. રીપોર્ટસ મુજબ શિવાંગીને એક એપિસોડ માટે 45 હજારની મોટી રકમ આપવામાં આવે છે. તેનો અર્થ એ કે તેને દર મહીને લાખોની કમાણી થાય છે. એક અહેવાલ મુજબ તો શિવાંગી નાની ઉંમરમાં જ કરોડોની સંપત્તિની માલિક બની ચુકી છે. આ સમયે શિવાંગીની નેટવર્થ 18 કરોડ રૂપિયાની નજીક બતાવવામાં આવે છે. તેની આ મોટી આવકથી વર્ષ 2019 માં શિવાંગી જોશીએ પોતાની પહેલી ડ્રીમ કાર જેગુઆર ખરીદી હતી.

શિવાંગીના અંગત જીવન વિષે વાત કરીએ તો તે દેહરાદૂનમાંથી આવે છે. શિવાંગીએ ઘણી નાની ઉંમરમાં જ એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ યંગ એક્ટ્રેસને જયારે પણ થોડો સમય મળે છે તો તે પોતાના હોમટાઉન દેહરાદૂનમાં રાજાઓ માણવા જાય છે. મુંબઈમાં પણ શિવાંગી પોતાના આખા પરિવાર સાથે રહે છે. શિવાંગીનો એક ભાઈ અને એક બહેન છે.

શિવાંગીનું તેના મમ્મી અને પપ્પા બંને સાથે સારું બોન્ડિંગ છે. તેની સાથે જ તે પોતાની આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપે છે. શિવાંગી મુંબઈમાં તેના પરિવાર સાથે એક બહુમાળી બિલ્ડીંગમાં રહે છે. શિવાંગી માત્ર તેના અભિનય અને હીટ સીરીયલને કારણે જ નહિ પણ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

એક સમયે શિવાંગી અને મોહસીન ખાન એક બીજાને ડેટ કરી રહ્યા હતા. આ બંનેની જોડીને કાયરાનું નામ આપવામાં આવ્યું હતું. પછી બંને અલગ થઇ ગયા હતા. એ વાતની જાણકારી પોતે મોહસીને આપી હતી. મોહસીન ખાન પહેલા શિવાંગી વિશાલ આદિત્ય સિંહની ગર્લફ્રેંડ પણ રહી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.