શિવજીને મેળવવા માટે કઠિન તપ કર્યું તો બ્રહ્મચારિણી નામ પડ્યું, જાણો મંત્ર અને આમની પૂજાનો મહત્વ

નવરાત્રીના બીજા દિવસે બહ્મચારીણી માતાની પૂજા કરવામાં આવે છે. આ માતા દુર્ગાની 9 શક્તિમાંથી બીજી શક્તિ છે. દેવી બ્રહ્મચારિણી માતા પાર્વતીનું જ બીજું રૂપ છે, જેમણે શિવને મેળવવા કઠોર તપ કર્યું હતું. તેથી જ તેમનું નામ બ્રહ્નચારીણી પડ્યું. માં બ્રહ્મચારિણીની કૃપાથી જ મનુષ્ય માત્રને બધે જ સિદ્ધિ અને વિજય મળે છે, તથા જીવનની બધી સમસ્યા અને પરેશાનીઓ પુરી થઇ જાય છે.

અત્યંત મનોહર રૂપની દેવી કહેવાતી માતા બ્રહ્મચારિણી પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પુરી કરી દે છે. મંગલ ગ્રહ ઉપર આધિપત્ય રાખવાવાળી માતા બ્રહ્મચારિણી સાક્ષાત બ્રહ્મત્વ સ્વરૂપા છે. બ્રહ્મચારિણીનું એ સ્વરૂપ પાર્વતીનું એ ચરિત્ર છે, જયારે એમણે શિવ એટલે કે બ્રહ્મને સાધવા માટે તપ કર્યું હતું.

દેવી બ્રહ્મચારિણીનો મંત્ર :

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥

માતાનું સ્વરૂપ :

દેવી બ્રહ્મચારિણીના જમણા હાથમાં જપ માટેની માળા હોય છે, અને ડાબા હાથમાં કમંડળ હોય છે. દેવી બ્રહ્મચારિણી સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે, એટલે કે તપસ્યાનું મૂર્તિમાન રૂપ છે. આ દેવી ભગવતી દુર્ગા, શિવ સ્વરૂપા, ગણેશજનની, નારાયણી, વિષ્ણુમાયા અને પૂર્ણ બ્હ્મસ્વરૂપિણીના નામથી પણ પ્રસિદ્ધ છે.

આરાધનાનું મહત્વ :

દેવી બ્રહ્મચારિણીની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે. જીવનના ખરાબ સમયમાં પણ તેમનું કર્તવ્ય પથથી વિચલિત નથી થતું. દેવી તેમના ભક્તોની મલિનતા, દુર્ગુણ અને દોષો દૂર કરે છે. દેવીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને કૃપા મળે છે.

પૂજા કેવી રીતે કરવી?

તો માતા બ્રહ્મચારિણીની પૂજા કરવા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો મુકો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરો. આહવાન કર્યા પછી ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરો અને “ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ” મંત્રનું ઉચ્ચારણ કરો.

આ મંત્રનું ઉચ્ચારણ કર્યા પછી હાથમાં ફૂલ લઇ 11 વખત “દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું, દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા” આ મંત્રનો જાપ કરો. પછી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરો, અને “ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ” મંત્રનું ઉચ્ચારણ કરો.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.