શિવજીની આ મૂર્તિઓની પૂજા કરવાથી મનોકામના થશે પુરી, જાણો કઈ મૂર્તિથી મળે છે કયો લાભ?

સનાતન ધર્મમાં શિવજીની શિવલિંગના રૂપમાં પૂજા કરવામાં આવે છે. જેમ કે તમે જાણો છો કે, શિવજી એક માત્ર એવા દેવતા છે જે તેમના ભક્તોની મનોકામના સૌથી પહેલા પૂરી કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે કોઈ કિંમતી વસ્તુની જરૂર નથી પડતી. જો ભક્ત પોતાના સાચા મનથી એક લોટો પાણી અર્પણ કરી દે, તો તેમાં જ ભોલેનાથ પ્રસન્ન થઇ જાય છે, અને પોતાના ભક્તોની તમામ તકલીફો દુર કરે છે.

શિવજીની પૂજા અર્ચનાનો સૌથી વિશેષ દિવસ સોમવાર માનવામાં આવે છે. સોમવારના દિવસે ભક્ત ભોલેનાથની પૂજા અર્ચના કરીને, પોતાના જીવનની તમામ તકલીફોમાંથી છુટકારો મેળવવા પ્રાથના કરે છે.

શું તમને ખબર છે કે, ભગવાન શિવની કઈ મૂર્તિની પૂજા કરવાથી તમને શું ફળ મળે છે? જો નહિ તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને ભગવાન શિવજીની જુદી જુદી મૂર્તિઓની પૂજા વિષે જાણકારી આપવાના છીએ. શ્રી લિંગ મહાપુરાણમાં ભગવાન શિવજીની અલગ અલગ મૂર્તિઓની પૂજા કરવાથી ક્યા ક્યા લાભ મળે છે? તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આવો જાણીએ શિવજીની અલગ અલગ મૂર્તિઓની પૂજા કરવાથી શું મળે છે ફળ?

જો તમે ભગવાન શિવજીની એવી મૂર્તિ કે ફોટાની પૂજા કરો છો જેમાં ભગવાન કાર્તીકેય અને માતા પાર્વતી સાથે જોવા મળે છે, તો તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.

જે મૂર્તિ કે ફોટાની અદંર ભગવાન ભોલેનાથ એક પગ પર, ચાર હાથ અને ત્રણ નેત્રો વાળા અને હાથમાં ત્રિશુલ લઈને ઉભા છે, જો તમે તેની પૂજા કરો છો તો તેનાથી તમારા જીવનના ઘણી બધી મુશ્કેલીઓ દુર થાય છે.

જો તમે ભગવાન શિવજીની એવી મૂર્તિ કે ફોટાની પૂજા કરો છો જેની ઉત્તર દિશા તરફ ભગવાન વિષ્ણુજી અને દક્ષીણ દિશા તરફ બ્રહ્માજીની મૂર્તિ છે, તો તેનાથી તમારી તમામ બીમારીઓમાંથી છુટકારો મળે છે.

જો તમે ભગવાન શિવજીની ઉપદેશ આપતી બેઠેલી મૂર્તિની પૂજા કરો છો, તો તેનાથી તમને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ થશે.

જો તમે ભગવાન શિવજીના અગ્નિ સ્વરૂપની પૂજા કરો છો, તો તેનાથી તમને જીવનમાં ક્યારે પણ અન્નની અછત નહિ રહે.

જો તમે ભગવાન શિવ અને પાર્વતીને આખલા ઉપર બેઠેલી મૂર્તિ કે ફોટાની પૂજા કરો છો તો તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમણે ભગવાન શિવજીના આ સ્વરૂપની પૂજા કરવી લાભદાયક રહેશે.

જો તમે ભગવાન શિવજીની ધ્યાનની સ્થિતિમાં બેઠેલા, શરીર ઉપર ભસ્મ લગાવેલી મૂર્તિ કે ફોટાની પૂજા કરો છો, તો તેનાથી તમને તમારા તમામ દોષોમાંથી છુટકારો મળે છે.

જો તમે ભગવાન શિવજીની એવી મૂર્તિ કે ફોટાની પૂજા કરો છો, જેમાં તે નંદી અને માતા પાર્વતી સાથે તમામ ગણો સાથે ઘેરાયેલા છે તો તેનાથી તમને માન સન્માન મળે છે.

જો તમે શિવજીની અર્ધનારેશ્વર મૂર્તિની પૂજા કરો છો, તો તેનાથી તમને સુંદર અને સુશીલ પત્નીની પ્રાપ્તિ થાય છે, તે ઉપરાંત તમારું વિવાહિત જીવન આનંદપૂર્વક પસાર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.