આયુર્વેદિ મુજબ શિયાળામાં ન ખાવું જોઈએ દહીં, જાણો શું કહે છે ડોક્ટર્સ અને બીજા એક્સપર્ટ?

દહીં પોષક તત્વોથી ભરપુર ખોરાક હોય છે. તેમાં વિટામિન્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. હાડકાને મજબુત કરે છે દહીં

ઉનાળાના દિવસોમાં આપણા મનપસંદ ખોરાક ગણવામાં આવતા એવા એક દહીને શિયાળામાં છોડવું ખુબ મુશ્કેલ છે. ઘણા લોકોનું માનવું છે કે શિયાળામાં દહીનું સેવન ન કરવું જોઈએ. તે ગાળામાં ખરાશ વગેરે નું કારણ બની શકે છે. દહીંની તાસીર ઠંડી હોય છે તેથી શિયાળામાં તેના સેવનથી શરદી-જુકામ થવાને લીધે પણ લોકોને ડર રહે છે. દહીં પોષક તત્વોથી ભરપુર ખોરાક હોય છે. તેમાં વિટામિન્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. શિયાળામાં દહીં ખાવાથી લઈને આયુર્વેદ અને મેડીકલ સાયન્સ માં જુદા જુદા મત હોય છે. આવો જાણીએ કે તેના સબંધ માં સાયન્સ અને આયુર્વેદ શું કહે છે.

આયુર્વેદ શિયાળામાં દહીના સેવનની મનાઈ કરે છે. એક હેલ્થ એક્પર્ટ સાથે વાતચીતમાં આયુર્વેદ વિદ્વાન આશુતોષ ગૌતમ જણાવે છે કે શિયાળામાં દહીં ખાવાથી શરીરમાં કફનો સ્ત્રાવ વધી જાય છે. જે આખા શરીરના સ્વાસ્થ્ય ને અસર કરે છે. ગૌતમનું કહેવું છે કે દહીંની તાસીર ઠંડી હોય છે અને તે કફ વધારનાર જેવી તાસીરવાળું હોય છે. શિયાળામાં શરીરમાં વધુ પ્રમાણમાં કફ થવો તે લોકો માટે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે જે પહેલાથી જ શ્વાસ ની તકલીફ, અશ્થમાં, શરદી અને જુકામ થી પીડિત હોય છે.

શું કહે છે ડોક્ટર્સ

હેલ્થ પ્રેક્ટીશનર શિલ્પા અરોડા કહે છે કે દહીં કીન્વન ની પ્રક્રિયા થી થાય છે અને આ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઉત્તમ ફૂડ છે. તમા વિટામીન બી12 કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં મળી આવે છે. શિલ્પા જણાવે છે કે શિયાળામાં સાંજે ૫ વાગ્યા પછી દહીં ન ખાવું જોઈએ. તે દરમિયાન દહીં ખાવાથી કફ વધે છે જે અસ્થમાં અને એલર્જી નું કારણ બની શકે છે.

બેગ્લોરની ન્યુટ્રીશનીસ્ટ ડૉ. સંજુ સુદ કહે છે કે શિયાળામાં દહીં ખાવાથી કોઈ જ તકલીફ થતી નથી. તે એકદમ સારું હોય છે. તેનાથી વિટામીન ‘સી’ મળી આવે છે જે શરદી અને ખાંસી ના ઈલાજ માટે ફાયદાકારક હોય છે.

ધન્યવાદ જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.